________________
૨૦
સમ્યક્ત્વ પ્રકરણ
કરીને વહન ન કરી શકાય તેવા કરાયેલા હતા. જ્યારે પણ પગથી એક પગલુ પણ જવાને માટે કોઈ પણ સમર્થ ન હતું. (૩૯૩) વિસ્તૃત સુવર્ણ લક્ષ્મીથી ઉન્મત્ત થયેલી ત્યારે નદીઓ પણ લોકો પાસેથી સર્વસ્વને ગ્રહણ કરીને સરોવરમાં નાખતી હતી. (૩૯૪) સ્થાને સ્થાને લોકો પાસેથી વાહકો પણ વહાણના ભાડાના બહાનાથી તારકો વડે માર્ગની રક્ષાના ધનની જેમ ધન ગ્રહણ કરાવે છે. (૩૯૫)
કાદવ જલદી પ્રધાન એવા પણ મનુષ્યને પગ ખેંચીને દુઃખે કરીને દમી શકાય તેવા તેના બંધનની જેમ ભૂમિમાં પાડતો હતો. (૩૯૬) હવે વર્ષાકાળે કરેલા તે અયુક્તપણાને જોઈને સૈન્યને ત્યાં જ સ્થાપીને નવા નગરની જેમ રાજા ત્યાં રહ્યો. (૩૯૭) તે રાજાની આજુબાજુ તે દશ રાજાઓ પણ ધાડ પડવાના ભયથી ચારે બાજુ ધૂળના કિલ્લા કરીને વસ્યા. (૩૯૮) નીતિને જાણનાર રાજા રાજનીતિ વડે જ ત્યાં કારાગૃહમાં પણ પ્રદ્યોત રાજાને ભોજન-વસ્ત્રાદિક અપાવતો હતો. (૩૯૯)
હવે પર્યુષણ પર્વ આવતે છતે પરમ શ્રાવક ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો. (૪૦૦) ત્યાર પછી રસોઈયાએ અવંતિના રાજાને પૂછ્યું, “તારું શું ભોજન કરું?” તેણે પણ કહ્યું, હે રસોઈયા ! આજે ભોજનના પ્રશ્નનું કારણ શું છે ? (૪૦૧) રસોઈયાએ કહ્યું, હે રાજનું! આજે પર્યુષણ પર્વ છે. તેથી અંતઃપુર પરિવાર સહિત અમારા સ્વામીને ઉપવાસ છે. (૪૦૨) હંમેશાં રાજાને યોગ્ય તૈયાર કરેલા ભોજન વડે તું જમાડેલો છે. વળી આજે તારા માટે જ ભોજન કરવા યોગ્ય છે. તેથી હે રાજનું ! તને પૂછાય છે. (૪૦૩) તે સાંભળીને ભયભીત થયેલ પ્રદ્યોતે વિચાર્યું, નિચ્ચે આજે મને વિષવાળો આહાર આપીને આ શઠ મારશે. (૪૦૪) ત્યારપછી પ્રદ્યોતે રસોઈયાને કહ્યું, ખરેખર મારો આ પ્રમાદ થયો, પર્યુષણા પણ ન જાણ્યા. (૪૦૫) મારા પણ માતા-પિતા પરમ શ્રાવક હતા. તેથી હું પણ આજે શુભ દિવસે ઉપવાસ કરીશ. (૪૦૯) રસોઈયાએ પણ પ્રદ્યોતે કહેલું રાજાને જણાવ્યું. રાજાએ પણ કહ્યું, આ જેવા પ્રકારનો શ્રાવક છે, તે હું જાણું છું. (૪૦૭) પરંતુ આ ધારણ કરાયે છતે નહીં છોડેલા મત્સરવાળો હું પર્યુષણ પર્વના પ્રતિક્રમણને કેવી રીતે કરીશ. (૪૦૮) અહીં નહીં છોડેલા કષાયવાળા, મત્સરવાળા મનુષ્યોને જન્માંતરમાં પણ પ્રાયઃ કરીને વૈર સ્વયં જ પ્રગટ થાય છે. (૪૦૯) વિવેકીઓ વડે હંમેશાં કષાયોનો નિગ્રહ કરવા યોગ્ય છે. અન્યથા વૃદ્ધિ પામેલા તે કષાયો નિચ્ચે નવા સંસારના હેતુ થાય. (૪૧૦) આ પર્વમાં પણ જેઓનો કષાયરૂપી અગ્નિ શાંત થતો નથી, તે પ્રાણીઓ નિચ્ચે વળી અભવ્ય અથવા દૂરભવ્ય જાણવા. (૪૧૧) જો શાંત કરેલા કષાયવાળો પણ તે કષાયો વડે ફરી ભવમાં પડાય છે. તેથી તે મનુષ્યો ! લેશમાત્ર કષાયનો વિશ્વાસ ન કરો. (૪૧૨) ક્ષીણ થયેલા રોગાગ્નિની જેમ પાતળા થયેલા કષાયો પણ ખરેખર ઉપેક્ષાને યોગ્ય નથી. જે કારણથી કષાયો અવકાશ જોઈને વધે છે. (૪૧૩) દેશોન પૂર્વક્રોડ વર્ષ વડે મેળવેલું જે ચારિત્ર તે મનુષ્યો વડે જુગાર વડે લક્ષ્મી હરાય છે, તેમ કષાયથી અંતર્મુહૂર્તમાં હરાય છે. (૪૧૪) ત્યારપછી ઉદાયન રાજાએ પ્રદ્યોતને બોલાવીને મિચ્છા મિ દુક્કડ પૂર્વક પોતાના અપરાધને ખમાવીને મૂક્યો. (૪૧૫) અવંતિના સ્વામીએ પણ આ પ્રમાણે કહ્યું. મારા વડે જ અનુચિત કરાયું. તું જ ખમાવવા યોગ્ય છે, તેથી હે રાજન્ ! મને ક્ષમા આપો. (૪૧૩) હવે મહેરબાનીથી કરેલા ઉજ્જવલ મનવાળા ઉદાયન રાજાએ તેના કપાળના ચિહ્નને ઢાંકવા માટે સુવર્ણના પટ્ટને બંધાવ્યો. (૪૧૭) પ્રસાદ ચિત્તવાળા રાજાઓને ત્યારથી પટ્ટબંધ થયો. પહેલા વળી તેઓને ઐશ્વર્યનો સૂચક મુગટ હતો. (૪૧૮)