________________
કેશીગણધર પ્રદેશી રાજ
छव्विहजीवनिकाउ विराहइ पंच वि इंदिय जो न वि साहइ ।
कोहमाणमयमच्छरजुत्तउ सो गुरु नरयह नेइ निरुत्तउ ।।४७।। (१६१) ગાથાર્થ : હે ધર્મીજનો ! જેઓ ધર્મતત્ત્વ સાથે સંકળાયેલા અક્ષરોને કહે છે, છતાં શ્રોતાજનો પાસેથી કોઈપણ પદાર્થની સ્પૃહા રાખતા નથી, તેમ જ ચારગતિરૂપ સંસારના ભ્રમણથી ભય પામે છે અને સંયમ તથા નિયમથી જરા પણ અળગા રહેતા નથી, તેઓ જ ખરેખર સદ્ગુરુ કહેવાય છે. ll૧૧૬oll
કુગુરુ સ્વરૂપ : જે પૃથ્વી આદિ છ જવનિકાયની વિરાધના કરે છે, પાંચ ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખતા નથી, અને ક્રોધ-માન-મદ અને ઈર્ષ્યાદિ દોષોથી યુક્ત હોય, તેવો ગુરુ શ્રોતાજનને અવશ્ય નરકમાં લઈ જાય છે. ૪થી૧૬૧/
ભાવાર્થ : બંને રૂપક સ્પષ્ટ છે. ll૪૬, ૪૭૧૬૦, ૧૦૧// હવે કેવી રીતે પ્રથમ દર્શનમાં જ ગુરુના ગુણ જણાય તે કહે છે.
आलयविहारभासा चंकमणट्ठाणविणयकम्मेहिं ।
सव्वन्नुभासिएहिं जाणिजइ सुविहिउ साहू ।।४८।। (१६२) ગાથાર્થઃ સર્વશે દર્શાવેલા ઉપાશ્રય વિહાર, ભાષા સમિતિ, જવા આવવાની ક્રિયા સ્થાન અને વિનયાદિ કર્મ વડે સુવિહિત સાધુ જાણી શકાય છે. ૪૮(૧૩૨)
ભાવાર્થ: આલય-સારી રીતે પ્રમાર્જના કરેલ અને સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત ઉપાશ્રય. વિહાર - માસિકલ્પાદિ, સૂત્ર સૂચન કરનારું હોવાથી કેવલ ‘ભાષા” લખ્યું હોવા છતાં ભાષા એટલે ભાષાસમિતિ, ચંક્રમણ-ઇર્યાસમિતિથી યુક્તનું ચાલવું.
અહીં એક ઈર્યાસમિતિનું ગ્રહણ કરેલ હોવાથી સઘળી પ્રવચન માતાનું ગ્રહણ જાણવા યોગ્ય છે. સ્થાન = ઊર્ધ્વ સ્થાન પ્રવેશ નિષ્ક્રમણાદિ પ્રદેશ વર્જિત ઊર્ધ્વ સ્થાન જાણવા યોગ્ય છે. વિનય કર્મ - પરસ્પર વિનયને યોગ્યને વિષે ઊચિત પ્રતિપત્તિ આ સર્વજ્ઞ કહેલ લિંગો વડે સુવિહિત સાધુ જણાય છે. હવે આવા પ્રકારના સાધુના વિચિત્ર પ્રકારના ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમના ભેદથી નામને કહે છે.
पुलायनामो पढमो, चरित्ती बीओ बउस्सो तइओ कुसीलो ।
चउत्थओ होइ नियंठ-नामो सव्वुत्तमो पंचओ सिणाओ ।।४९।। (१६३) ગાથાર્થ પુલાક નામનો પહેલો ચારિત્રી, બીજો બકુશ, ત્રીજો કુશીલ, ચોથો નિર્ચન્થ અને પાંચમો સ્નાતક નામનો પાંચમો સર્વોત્તમ ચારિત્રી છે.
ભાવાર્થઃ પુલાક એટલે નિસ્સાર ધાન્યના કણની જેમ કાંઈક અસાર સંયમ છે જેનું તેવો પુલાક નામનો પ્રથમ ચારિત્રી છે તે બે પ્રકારે છે. લબ્ધિપુલાક અને પ્રતિ સેવા પુલાક. તેમાં લબ્ધિ પુલાક - લબ્ધિ વિશેષવાળા જેથી કહ્યું છે કે સંઘ વિગેરેના કાર્યમાં ચક્રવર્તિના સૈન્યને પણ ચૂરી નાંખે તેવી લબ્ધિથી યુક્ત તે લબ્ધિપુલાક જાણવા યોગ્ય છે. (સંબોધ પ્ર. ગુવધિકારમાં ગા. ૨૪૩)