________________
૩૧૪
સખ્યત્વ પ્રકરણ
અસ્તિકાય. ધર્મ રૂપ એવો અસ્તિકાય તે ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય તેનાથી વિપરીત, આકાશસ્તિકાય પ્રતીત છે. આ ત્રણેના ત્રણ-ત્રણ ભેદો છે. જેમ કે, ધર્માસ્તિકાય સ્કંધ ધર્માસ્તિકાયદેશ-ધર્માસ્તિકાય પ્રદેશ આ પ્રમાણે અન્યમાં પણ જાણવા. આથી કુલ નવ ભેદ, તથા અદ્ધા એટલે કાલ તે એક પ્રકારે જ છે. વર્તમાન સમય સ્વરૂપ એક છે. અતીતકાલ અને અનાગત કાલ ક્રમે વિનષ્ટ અને ઉત્પન્ન નહિ થયેલ હોવાથી. સ્કંધો - એટલે સમૂહ વિશેષને ભજનારા પુદ્ગલો, દેશ = સ્કંધના ભાગ, પ્રદેશ=સ્કંધનો જ સૂક્ષ્મતમ ભાગ, પરમાણુઓ અંશરહિત અને સ્કંધરૂપે અપરિણત. પુદ્ગલાસ્તિકાયના સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણું એમ કુલ ચાર ભેદ છે. આ પ્રમાણે અજીવ ચૌદ પ્રકારે છે. મૂલ ભેદ વડે વળી આ કેટલા છે તે કહે છે.
धम्माधम्मापुग्गल, नहकालो पंच हंति अजीवा ।
चलणसहावो धम्मो, थिरसंठाणो य होइ अधम्मो ।।३१।। (२३७) ગાથાર્થ : ધર્મ-અધર્મ-પુદ્ગલ-આકાશ-કાલ આ પાંચ અજીવ છે. ધર્માસ્તિકાય ગતિ કરવામાં સહાયરૂપ છે. અધર્માસ્તિકાય સ્થિતિ કરવામાં સહાયરૂપ છે.
ભાવાર્થઃ પૂર્વાદ્ધ સુગમ છે. વિશેષ એ કે પુદ્ગલ વિના ચાર અમૂર્ત અને નિષ્ક્રિય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક જીવના પ્રદેશના પ્રમાણવાળા અસંખ્ય પ્રદેશરૂ૫ લોકવ્યાપી હોય છે. આકાશ અનંત પ્રદેશરૂપ લોક અને અલોકવ્યાપી, પુદ્ગલો અનંતા લોકવાર્તા છે. કાલ વળી તત્ત્વથી વર્તમાન સમયરૂપ જ. સૂર્યની ગતિથી કરાયેલ વ્યાવહારિક સમય-આવલિકા-મુહૂર્તાદિ મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. શ્લોકના પશ્ચાઈ વડે એના લક્ષણને કહે છે.
ગતિ કરવામાં સહાય ધર્માસ્તિકાય કરે છે. પદાર્થોને અને જીવને સ્થિર કરવામાં સહાય અધર્માસ્તિકાય કરે છે. ખરેખર આ બંને મનુષ્યાદિના પ્રયત્નથી અથવા અપ્રયત્નથી પદાર્થોને લોકમાં ગતિ અને સ્થિતિના કારણરૂપ છે. અલોકમાં વળી આ બંનેનો અભાવ હોવાથી ઈન્દ્ર અને દેવના પ્રયત્ન વડે પણ ગતિ-સ્થિતિ થતી નથી. આ પ્રમાણે આ બંનેનું સામાન્ય વડે અસ્તિત્વ બતાવ્યું અને વિશેષ તત્ત્વાર્થની ઉપર સિદ્ધસેન ગણીએ કરેલી ગન્ધહસ્તી નામની ટીકાથી જાણવા યોગ્ય છે. [૩૧] (૨૩૭)
તથા
अवगाहो आगासो, पुग्गलजीवाण पुग्गला चउहा ।।
ધંધા-રેસ-પાસા, પરમાણુ વેવ નાયબ્બા આરા (૨૨૮) ગાથાર્થ : પુદ્ગલ તથા જીવોને અવકાશ આપવાનું કામ આકાશ કરે છે. પુલાસ્તિકાય ચાર પ્રકારે સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુરૂપ જાણવા યોગ્ય છે.
ભાવાર્થ અવગાહ - અવકાશ પુદ્ગલ અને જીવોને આકાશાસ્તિકાય અવકાશ આપે છે. સૂત્રમાં પ્રાકૃત હોવાથી પુલિંગ કર્યું છે અને અહીં (એટલે ગાથામાં) કાલ અને પુદ્ગલ સુખેથી જાણી શકાતું હોવાથી તેઓનું લક્ષણ કહ્યું નથી. તે આ છે -શીત-આતપ-વર્ષાદિનો હેતુ તે કાલ. વર્ણ-ગંધાદિ તે પુદ્ગલનું લક્ષણ છે અને તે સ્કંધ-દેશ પ્રદેશ અને પરમાણુ રૂ૫ ચાર પ્રકારે જાણવા યોગ્ય છે. પુદ્ગલાદિ ભેદો પૂર્વે તો કહેતા હતા