Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 346
________________ સમ્યગ્દર્શનનું માહાભ્ય તથા ભેદો ૩૨૩ (૯) નહિ ગ્રહણ કરેલ કુદષ્ટિવાળો, પ્રવચનને નહિ જાણનાર છતાં પણ ભાવ વડે જિનેશ્વરે કહેલ તત્ત્વોની શ્રદ્ધા કરતો તે સંક્ષેપરુચિ (૧૦) જે જિનેશ્વરે કહેલ અસ્તિકાયધર્મ, કૃતધર્મ અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ. આ પ્રકારે મોક્ષરૂપી વૃક્ષના બીજરૂ૫ સમ્યકત્વને સંપ્રતિ રાજાની જેમ ધારણ કરવું જોઈએ. સંપ્રદાયથી જાણવા યોગ્ય એવો આ સંપ્રતિ રાજાનો વૃત્તાંત. તે આ પ્રમાણે. અહીં અવસર્પિણીમાં ચોવીશમા જિનેશ્વર, પ્રાપ્ત કરેલ લોકાતિનૈશ્વર્યવાળા શ્રી વીર ત્રણ જગતના સ્વામી હતા. તેના સ્વામી વડે સુધર્મા નામના પાંચમાં શ્રેષ્ઠ ગણધર આ સંતાની (પાટપરંપરાને ધારણ કરનારા) થશે એ પ્રમાણે પોતાના પદે સ્થાપન કર્યા. /રા તેમના શિષ્ય સુવર્ણ સમાન કાંતિવાળા જંબુસ્વામી હતા. જેમણે કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરીને જાણે લોભથી અન્યને આપી નહિ.llall તેમના સમર્થ એવા પ્રભવ સ્વામી શિષ્ય થયા. જે વ્રતમાં પણ મનને હરણ કરનારા હતા. મનુષ્યોની પ્રકૃતિ ખરેખર દુત્યાજ્ય હોય છે. ll૪ll વળી તેમના શિષ્ય શäભવ ભટ્ટ હતા. જેમણે જ્યાં સુધી તીર્થ વિદ્યમાન છે ત્યાં સુધી રહેનાર દશવૈકાલિક શ્રુતને કર્યું. પણ તેમનાથી યશથી ભદ્ર એવા યશોભદ્રસૂરિ થયા. વળી, તેનાથી સંભૂત એ પ્રમાણે પ્રખ્યાત સંભૂત સૂરિ થયા. ll ll તેમના, ભદ્ર છે બાહુ જેમના એવા ભદ્રબાહુ નામના શ્રેષ્ઠ, ગણને ધારણ કરનાર થયા કે જેના વડે શ્રત રૂપી ઘરમાં દીપિકા સમાન નિયુક્તિ કરાઈ. llી. ત્યાર પછી જેઓ યુગ પ્રધાનતાને પામ્યા, જેમણે કામદેવને તૃણરૂપ કર્યો એવા છેલ્લા શ્રુતકેવલી સ્થૂલભદ્ર નામના થયા. ll તેમના સૂર્ય અને ચંદ્રની જેમ દૂર કર્યો છે સમસ્ત અંધકાર જેણે એવા મહાગિરિ અને સુહસ્તિ નામના બે શિષ્ય થયા. હા જુદા જુદા ગણ આપીને ગુરુ વડે સ્થાપિત કરાયેલ હોવા છતાં સતીર્થપણાથી ગાઢ સ્નેહવાળા તે બંને સાથે રહેતા હતા. /૧૦ll એક દિવસ તે બંને વિહાર કરીને કૌશામ્બી નગરીમાં ગયા. વિશાળ એવા ઉપાશ્રયનો લાભ નહિ થવાથી તેઓ અલગ આશ્રયમાં રહ્યા. |૧૧ત્યારે કાળની જેવો યમરાજ જેવો વિકરાળ) ભિક્ષા વૃત્તિથી ભોજન કરનારનો કાલ (સમય) હતો. જેમાં તેઓ વડે સ્વપ્નમાં પણ અન્નનો લેશ પણ ક્યારેય દેખાતો ન હતો. I/૧રો ત્યાં ભિક્ષાના હેતુથી સુહસ્તિસૂરિના સંઘાટક સાધુ ધનાઢ્ય એવા ધન નામના સાર્થપતિના ઘરે પ્રવેશ્યા. /૧૩ સંઘાટક મુનિને જોઈને ઉતાવળથી એકા-એક ધન ઊભો થયો અને વિકસ્વર રોમાંચવાળો અતિ ભક્તિથી નમ્યો. ૧૪. હવે તેણે પ્રિયાને આદેશ કર્યો કે સિંહકેસરાદિક અદ્ભુત આહારના સમૂહને લાવ જેના વડે આ બંનેને હું પડિલાવ્યું. ૧પો તેણી વડે કલ્પવૃક્ષ પાસેથી મેળવેલાની જેમ સર્વ લવાયું અને નહિ ઈચ્છતા તે બંનેને બળાત્કારથી સર્વે આપ્યું. ll૧ડા ત્યારે ત્યાં તેના ઘરે ભિક્ષાને માટે આવેલા તે મુનિઓને અપાતા દાનના ગ્રહણને જોઈ આશ્ચર્ય પામેલા કોઈક ભિખારીએ વિચાર્યું. ll૧ી અહો જગતને વિષે આ સાધુઓ જ ધન્ય છે, કૃતાર્થ છે કે જેઓને આવા પ્રકારના પણ દેવતાની જેમ નમે છે. ૧૮ ખરેખર આઓનું ભિક્ષપણું સ્વર્ગથી પણ અધિક છે કે જેઓ આ પ્રમાણે અમૃતને પણ ઓળંગી જાય એવા ખાંડ ખાદ્યાદિ વડે પડિલભાય છે. ૧૯ નારકની જેમ દીનતાને પ્રકાશતા પણ મારા જેવા ક્યાંયથી પણ ક્યારે પણ અન્નના લેશને પણ મેળવતા નથી. l/૨૦Iી. દીનતાના અતિરેકથી જો કોઈપણ ક્યારેક કાંઈપણ આપે છે તે પણ કાલકૂટ વિષના કણનું આચરણ કરનારા આક્રોશ વડે મિશ્રિત આપે છે. ર૧. તેથી સારી મેળવેલી ભિક્ષાવાળા એવા આ બંને સાધુઓને હું પ્રાર્થના કરું કે જેથી કરુણા છે ધન જેને એવા આ બંને કરુણાથી કાંઈક આપે. ૨૨ા આ પ્રમાણે વિચારીને આણે

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386