________________
સંપ્રતિ રાજાનું દૃષ્ટાંત
વગડાવો. II૨૦૩॥ ચાણિક્યે કહેલું તે સાંભળીને તે સર્વે પણ કુટુંબીઓએ ગર્વથી પોત-પોતાના સર્વસ્વને એકેક શ્લોક વડે કહ્યું. II૨૦૪॥ એક હજાર યોજન માર્ગમાં જતા એવા મદોન્મત્ત હાથીના પગલે-પગલે લાખ સોનામહોર મારે છે. અહીં મારી હોલાને વગડાવો. ૨૦૫ll સારી રીતે વાવેલા અને સારી રીતે ઉગેલા આઢક (માપ) પ્રમાણ તલ, તે તલના દાણે દાણે એક લાખ સોનામહોર મારે છે, અહિં મારી હોલાને વગડાવો. ૨૦૬॥ વર્ષાઋતુમાં પૂર વડે વહેતી નદીનો પાળી બંધ એક દિવસના માખણ વડે હું કરું છું. અહીં મારી હોલાને વગડાવો, II૨૦૭॥ એક દિવસે જન્મેલા જાતિવાન કિશોર ઘોડાઓની ખભાની કેશવાળી વડે હું આકાશને ઢાંકુ છું. અહિં મારી હોલાને વગડાવો. ૨૦૮॥ નિત્ય છેદી છેદીને ઉગે તેવા શાલીને હંમેશાં આપનારી બે ગર્દભીરત્ન મારી પાસે છે, અહિં મારી હોલાને વગડાવો. II૨૦૯।। અપ્રવાસી, વશ છે ભાર્યા જેને એવો, હજાર સોનામહોરવાળો, ઋણ રહિત, શ્વેત વસ્ત્રવાળો અને સુગંધી અંગવાળો છું. અહીં મારી હોલાને વગડાવો. ૨૧૦ના આ પ્રમાણે તેઓના ભાવને જાણીને બુદ્ધિમાન એવા ચાણિક્ય વડે મદરહિતના, ધનવાન એવા તેઓ પાસેથી ઔચિત્યપૂર્વક ધન મંગાયું. II૨૧૧॥ એક યોજન જતા એવા હાથીના પગલે પગલે લાખ સોનામહોર, એક તલથી ઉત્પન્ન થયેલા તલના પ્રમાણ જેટલી લાખ સોનામહોરોને, દર મહિને એક દિવસના માખણનું ઘી અને એક દિવસમાં જન્મેલા ઘોડાઓને અને કોઠાર ભરાય તેટલા શાલીને ચાણિક્ય માંગ્યા અને તેઓએ આપ્યા. ૨૧૨, ૨૧૩॥
૩૩૧
આ પ્રમાણે કોશના સમૂહને અને કોઠારોને પૂરીને નિવૃત્ત થયેલ, કરેલા કર્તવ્યવાળો એવો તે ચાણિક્ય રાજાની જેમ રાજ્યને કરતો હતો. II૨૧૪ મોતીના ગુંથેલા હારની જેમ મૂકી દીધો છે પ્રતિબંધ (રાગ) એવા વિહાર વડે પૃથ્વીને શણગારતા શ્રી વિજયસૂરિજી ત્યાં પધાર્યા. ૨૧૫॥ ક્ષીણ થયેલ જંઘાબલવાળા અને વૃદ્ધાવાસને ક૨વાની ઇચ્છાવાળા તેઓ ભાવિના દુષ્કાળને જાણીને શિષ્યને પોતાના પદે સ્થાપ્યા. ૨૧૬॥ નિધિની જેમ વિદ્યાના અતિશયોને એકાંતમાં કહેતા તથા ગચ્છને સોંપીને સુકાળવાળા દેશમાં તેને મોકલ્યો ૫૨૧૭|| ગુરુના સ્નેહના અનુરાગ વડે તેઓની દૃષ્ટિને ઠગીને બે ક્ષુલ્લક સાધુ પાછા ફરીને ગુરુની પાસે આવ્યા. II૨૧૮॥ ગુરુ વડે તે બંને કહેવાયા કે, હે વત્સ ! આ તમે યોગ્ય નથી કર્યું. અહીં કાલ (યમદેવ)ના ભાઈ સમાન ભયંકર દુષ્કાલ પડશે. II૨૧૯॥ તે બંને વડે કહેવાયું ત્યાં આપના વિના અમને બંનેને ગમતું નથી. તેથી પૂજ્યની પાસે રહેલા અમે બંને સર્વ સહન કરશું. ૫૨૨૦॥ અને આ પ્રમાણે થયે છતે ત્યાં યમદેવને કરેલા ઉત્સાહવાળો અને દાનધર્મને મંદ ક૨ના૨ો એવો બાર વર્ષનો દુષ્કાલ આવ્યો. ૨૨૧॥ જ્યાં સર્વે લોકો વડે ૫૨સ્પ૨ કોઈ ન જુવે તે રીતે હંમેશાં રત્નને ભંડા૨માં સ્થાપે તેમ અન્નને ઉદરમાં નંખાય છે. ૨૨૨ ત્યારે એકછત્રીપણાને ઈચ્છતા એવા દુષ્કાળરૂપી રાજા વડે પોતાના જાણે માંડલિક રાજા હોય તેમ શંક૨ાજાઓ જોડાયા. ૫૨૨૩॥ દુષ્કાલરૂપી રાજાના જાણે ઉત્કટ એવા ભટ્ટ પુત્રો ન હોય તેમ ઘરે-ઘરે બેઠેલા ભિક્ષાચરો ઉઠતા નથી. II૨૨૪। આ પ્રમાણેના દુષ્કાલમાં ગુરુ ક્યારેક ભવ્ય એવી ભિક્ષાને મેળવે છે અને ગુરુ તે બંને શિષ્યને રાગથી ભિક્ષા આપે છે. I૨૨૫॥
ત્યાર પછી તે બંને બાલ સાધુ વડે વિચારાયું કે, આ સારું નથી થતું. કારણ કે, ગુરુ સીદાતે છતે આપણા બંનેની શી ગતિ થશે. ૨૨૬॥ જેના વડે કુલ સનાથ થાય તે પુરુષ યત્ન વડે રક્ષણ કરાય છે. તુંબડાનો આધાર નાશ પામતે છતે આરાઓ કેવી રીતે ૨હે. II૨૨૭।। ચલાયમાન દાંતવાળો, ગયેલા મદવાળો અને જરાથી જર્જરિત એવો પણ યૂથાધિપતિ હોતે છતે નિશ્ચે યૂથ સનાથ છે. I૨૨૮॥ ત્યારે પૂજ્યો વડે નવા