Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 363
________________ ૩૪૦ સમ્યક્ત્વ પ્રકરણ વિના ઇચ્છા પ્રમાણે નીવાર્યા વગર ત્યાં સર્વેને પણ હંમેશાં ભોજનને અપાય છે. ll૪૩પી અને ત્યાં વધેલા અન્નાદિને ત્યાંના અધિકારીઓ ગ્રહણ કરે છે. રાજા વડે પૂછાયેલા તેઓએ હવે પોતાને વધેલું ગ્રહણ કરનારા કહ્યાં. ll૪૩૯ો. રાજાએ તેઓને આદેશ કર્યો તમારા વડે યતિઓને આ પ્રાસુક અને એષણીય સર્વે વધેલા અન્નાદિ આપવા યોગ્ય છે. ૪૩૭ી ભક્તિ વડે પરવશ થયેલ રાજા જાણે કીત દોષને ન જાણતો હોય તેમ તેઓને આ પ્રમાણે કહ્યું કે મારા વડે તમને વૃત્તિ માટે ધન અપાશે. II૪૩૮ ત્યાર પછી રાજાની આજ્ઞા વડે તેઓ પણ સાધુઓને વધેલ અન્નને આપતા હતા અને તેઓ પણ આ અન્નાદિ દેશિક નથી એ પ્રમાણે ગ્રહણ કરતા હતા. II૪૩૯ હવે તેણે કંદોઈઓને વસ્ત્રના વ્યાપારીઓને, ગાંધીઓને તથા તેલ-ઘી-દહીં પાકેલા અન્ન-ફલાદિના વ્યાપારીઓને પણ આદેશ કર્યો. I૪૪૦ સાધુઓ જે જે ઈચ્છિતને ગ્રહણ કરે છે તે તે આપવા યોગ્ય છે અને તેના સઘળા મૂલ્યને વેચાતું લેનારની જેમ મારી પાસેથી ગ્રહણ કરવા યોગ્ય છે. Il૪૪૧II હવે તેઓ પણ રાજપૂજ્ય સુસાધુઓને બોલાવી-બોલાવીને ભક્તિવાળાની જેમ ઈષ્ટ ઈષ્ટતમ વસ્તુઓને આપતા હતા. ll૪૪૨ા તે સર્વને દોષ સહિત જાણવા છતાં આર્યસુહસ્તિ પણ સ્નેહ વડે સહન કરતા હતા. શિષ્યના મોહ વડે કોણ મોહિત ન થાય? I૪૪૩l અને આ બાજુ ગચ્છના બહુલપણાથી અલગ ઉપાશ્રયમાં રહેલ ગુરુ મહાગિરીએ તે સર્વને જાણીને સુહસ્તિસૂરિને કહ્યું. Il૪૪૪ll હે આચાર્ય ! તું સંપૂર્ણ દશપૂર્વી હોવા છતાં પણ અનેષણીય-રાજપિંડને જાણતો હોવા છતાં પણ નહિ જાણનારની જેમ કેમ ગ્રહણ કરે છે ? Il૪૪પાl સુહસ્તિસૂરિએ કહ્યું, હે ભગવન્! પૂછતોના પૂજક એવા આ લોકો અમોને રાજપૂજ્ય જાણતા આદરપૂર્વક આપે છે. ll૪૪વા ત્યાર પછી માયાવાળા તેમને જાણીને રોષથી આર્ય મહાગિરિએ કહ્યું, આજથી માંડીને આપણા બંનેનો પરસ્પર વિસંભોગ કરું છું. અર્થાત્ માંડલી વ્યવહાર બંધ કરું છું. ૪૪૭થી સમાન આચાર અને સમાન ઈચ્છાવાળા સાધુઓની સાથે જ માંડલી વ્યવહાર હોય. વિપરીત સ્વરૂપવાળો હોવાથી તું અમારાથી બહાર છે અર્થાત્ અમારી માંડલીથી બહાર છે. ll૪૪૮ ત્યાર પછી ભયભીત થયેલ-વિનયથી નમ્ર અંગવાળા-કમ્પાયમાન શરીરવાળા કરેલી અંજલીવાળા સુહસ્તિસૂરિએ આર્યમહાગિરિને વંદન કરીને કહ્યું. ll૪૪૯ll હે પ્રભુ! અપરાધવાળા મારા એક અપરાધને તમે ક્ષમા કરો. વળી ફરી નહિ કરવા વડે અહિં મારું મિથ્યા દુષ્કૃત થાઓ. ll૪૫ll ત્યાર પછી મહાગિરિએ કહ્યું, અહીં તારો શું દોષ ? ભગવાનું વીરસ્વામીએ પહેલા સ્વયં આ કહ્યું હતું. I૪૫૧I કે અહીં અમારી પરંપરામાં સ્થૂલભદ્રથી માંડીને પડતા પ્રકર્ષવાળી સાધુઓની સામાચારી થશે. ૪પરા તે કારણથી અનંતર આપણે બંને તીર્થ પ્રવર્તક થયા. સ્વામીનું આ વચન તારા વડે સત્ય કરાયું. ૪૫૭ll આ પ્રમાણે કહીને સદ્ભાવથી ખમેલ અપરાધવાળા તે આચાર્યને ફરી આર્ય મહાગિરી ગુરુએ સાંભોગિક કર્યા. II૪૫૪ો અને સંપ્રતિ પણ કહેવાયો કે હે મહારાજ ! સુસાધુઓને રાજપિંડ કલ્પ નહિ અને અષણીય વિશેષથી ન કલ્પ. ૪પપી પહેલા પણ શ્રીયુગાદિ જિનેશ્વર વડે ભરત મહારાજાનો પણ રાજપિંડ સ્વયં ઈન્દ્રાદિની સાક્ષીએ નિષેધ કરાયેલ હતો. I૪પડી અને તેને પણ શ્રાવક-શ્રાવિકા જન દાન પાત્ર હતા. આ પ્રમાણે સ્વામી વડે કહેવાયું. તેથી તે વત્સ! તું પણ તેઓના માર્ગને અનુસર. ૪૫ી ગુરુની તે શિખામણને નિવૃત્તિની પતલાની જેમ ગ્રહણ કરીને પરમાનંદમાં મગ્ન એવો તે ધર્મને પાલતો હતો. If૪૫૮ આર્ય-અનાર્યદેશમાં મનુષ્યોના હૃદય સ્થાનકમાં પોતાની આજ્ઞાની જેમ તે સમ્યક્ત્વને વાવતો હતો અને વધારતો હતો. //૪૫૯I શ્રી સંપ્રતિ રાજા નિર્મલ સમ્યક્ત મૂલક જિનરાજના ધર્મને સમ્યક્ પ્રકારે પાલીને હવે અનુપમ અમૂલ્ય એવી દેવલોકની

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386