Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 362
________________ સંપ્રતિ રાજાનું દૃષ્ટાંત પુષ્પિત થયેલા બગીચાની જેમ પુષ્પો વડે, કલ્પવૃક્ષની જેમ ફલના સમૂહ વડે મહાન વસ્ત્રની દુકાનની જેમ પરિધાન કરેલા સેંકડો દુષ્યો વડે. II૪૦૮૫ યુદ્ધના વાજિંત્રના સમાન વાજિંત્રો વડે જાણે મોહને મૂંઝવતો દરેક ઘ૨માં માંગલિકની જેમ પૂજાદિને ગ્રહણ કરતો. ૪૦૯ ઉલ્લાસ સહિત રાસડામાં આસક્ત સ્ત્રીઓ વડે યુક્ત આગળ ચારે બાજુએ વિકસ્વર શૃંગારવાળી અંગનાજનો વડે ગવાતો. II૪૧૦। સ્ત્રીઓના હાથથી ઊંચા કરાયેલ ચામરો વડે વીંજાતો, ના૨ી'કુંજ૨ની જેમ હર્ષિત થયેલા મનુષ્યો વડે જોવાતો. II૪૧૧૫ આ પ્રમાણે નિરુપમ ઉત્સાહ અને પ્રીતિવાળા થયેલા સઘળા ન૨ અને દેવવાળો એવો જૈન મહારથ રાજાના આવાસના દ્વારમાં આવ્યો. II૪૧૨॥ ત્યાં આવીને સ્વયં સામન્ત રાજાઓની સાથે તે ૨થને પૂર્ણ વિધિ વડે પૂજીને અને આગળ પુષ્પોને પાથરીને મહા પ્રભાવનાને ક૨તો. તેની પાછળ જઈને સંપ્રતિ રાજા તે રાજાઓને સર્વવિધિને બતાવીને ઘરે ગયો. II૪૧૩, ૪૧૪॥ ત્યાર પછી તેણે તે રાજાઓને કહ્યું, અમોને તમા૨ા ધન વડે કાર્ય નથી. જો તમે મને સ્વામી માનો છો. તો આપ પણ હમણાં આ પ્રમાણે પોત-પોતાના દેશમાં સર્વત્ર બંને લોકમાં સુખ આપનારા ધર્મને પ્રવર્તાવો. જેથી મારી આ પ્રમાણે પ્રીતિ છે. II૪૧૫, ૪૧૬॥ ત્યાર પછી તેઓ પણ ત્યાં ગયા અને જૈનમંદિરોને કરાવ્યા ત્યાં રથયાત્રાના ઉત્સવથી અદ્ભુત યાત્રાને કરે છે. II૪૧૭ હંમેશાં સાધુની ઉપાસના કરે છે અને અમારિની ઘોષણા કરે છે. આથી ત્યાં પણ રાજાની અનુવૃત્તિ વડે લોક ધર્મમાં તત્પુ૨ થયો. ૪૧૮॥ અને ત્યાર પછી સાધુની ચર્યા વડે સાધુ-સાધ્વીને વિહાર કરવા માટે છેડાના દેશો પણ જાણે મધ્યના દેશો જેવા થયા. ॥૪૧૯॥ ૩૩૯ એક દિવસ સંપ્રતિએ વિચાર્યું. જો સાધુઓ અનાર્યદેશમાં વિહાર કરે તો ત્યાં પણ લોક ધર્મને જાણનાર થાય. ૪૨૦ હવે અનાર્ય રાજાઓને પણ રાજાએ આદેશ કર્યો. જેમ મારા ભટો ગ્રહણ કરે તેમ તમે મને કર આપો. II૪૨૧॥ ત્યાર પછી શીખવાડીને મુનિના વેષવાળા સુભટોને મોકલ્યા. તેઓ પણ ત્યાં ગયા અને તેઓને સાધુચર્યાનો ઉપદેશ આપ્યો. II૪૨૨।। આવતા એવા અમારી સામે આવવું અને જતા એવા એ મારી પાછળ જવું તથા ભૂમિ પર સ્થાપન કરેલા હાથ અને જાનુ વડે અમોને પ્રણામ કરાય છે. II૪૨૩ તથા અન્ન-પાન-શય્યા-વસ્ત્ર-પાત્રાદિ વસ્તુ અમોને બેંતાલીસ દોષો વડે રહિત અપાય. ૫૪૨૪॥ નમસ્કારશક્રસ્તવાદિ ભણાય છે. અરિહંતો ત્રણકાલ પૂજાય જીવોને વિષે દયાને કરાય. II૪૨૫। અને આ પ્રમાણે કરાયે છતે સંપ્રતિ રાજા સુપ્રસન્ન થશે. અન્યથા નહિ, તેથી રાજાને ખુશ કરવા માટે તેઓએ પણ તે સર્વે કર્યું. I૪૨૬॥ હવે સુભટોએ પણ આવીને તે વૃત્તાંત રાજાને કહ્યો. ત્યાર પછી સંપ્રતિ રાજાએ પણ ગુરુને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. ૪૨૭॥ હે પ્રભુ ! સુસાધુઓ અનાર્ય દેશમાં શા માટે વિહરતા નથી. ગુરુએ કહ્યું, ત્યાં મનુષ્યો અજ્ઞાની છે. તેથી વ્રત ન પળાય. II૪૨૮॥ ૨ાજાએ કહ્યું, હે પ્રભુ ! તો તેમના આચારની પરીક્ષા કરવા માટે પહેલા ચ૨પુરુષોની જેમ આપના મુનિઓને મોકલો. I॥૪૨૯॥ ત્યાર પછી ગુરુએ રાજાના આગ્રહથી તે અન્ધ-દ્રમિલાદિ દેશમાં કેટલાક મુનિઓને વિહરવા માટે આદેશ કર્યો. ૪૩૦॥ રાજાના વિશિષ્ટની જેમ તેઓને જોઈને તે અનાર્યો એ વસ્ત્ર-અન્ન-પાન-પાત્રાદિ વડે તે જ પ્રકારે તેઓને પડિલાભ્યા. ।।૪૩૧॥ તેમના શ્રાવકપણા વડે રંજીત થયેલા અને હર્ષવાળાએ તે મુનિઓ એ આવીને પોતાના ગુરુને સર્વે કહ્યું. II૪૩૨॥ આ પ્રમાણે સંપ્રતિ રાજાની સદ્ધર્મથી શુદ્ધ બુદ્ધિથી હંમેશાં સાધુના વિહાર વડે તેઓ પણ ભદ્રક પ્રકૃતિવાળા થયા. II૪૩૩॥ રાજાએ એક દિવસ પોતાના પૂર્વ જન્મના ચંકપણાને યાદ કરીને નગરના ચારે દ્વારમાં દાનશાળઓને કરાવી. ૪૩૪) પોતાના અને પ૨ આ પ્રમાણેના વિચાર

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386