Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 360
________________ સંપ્રતિ રાજાનું દાંત ૩૩૭ રહ્યો. ll૩૫૪ll હવે કુમાર વડે કહેવાયું કેમ જલ્દી તું વાંચતો નથી ? તો પણ નહિ બોલતા એવા તેની પાસેથી સ્વયં ગ્રહણ કરીને વાંચ્યો. ૩પપા અમારો આ પુત્ર અંધ કરાય આ પ્રમાણે જોઈને વાહકોને કહ્યું, મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલ રાજાની આજ્ઞા કોઈના પણ વડે ખંડિત કરાઈ નથી. IIઉપકા આથી લેખના અર્થને હું કરીશ. હવે મંત્રીઓએ તેને કહ્યું, હે દેવ ! ફરી પૂછીને કાર્ય કરવા યોગ્ય છે. તેણે કહ્યું, વિચારવા વડે શું ? ll૩પછી આ પ્રમાણે કહીને એકાએક જ અત્યંત તપેલી લોખંડની સળી વડે, ભવિતવ્યતા વડે જ કહેવાયેલા એવા આણે આંખને સ્વયં આંજી. ૩૫૮ અને તે સાંભળીને રાજા જલ્દી દુ:ખરૂપી સાગરમાં પડ્યો અને વિચાર્યું. અહો ! દુર્ગમ એવા ભાગ્યના ઉછાળાને ધિક્કાર થાઓ. ૩પ૯ હર્ષના ઉછાળાથી મૂચ્છિત મનવાળાઓ વડે અન્ય પ્રકારે વિચારાય છે. તે આ કાર્યનો આરંભ વિધિના વશથી અન્ય પ્રકારે થાય છે. ll૩૭૦મા જે દૈવ કરે છે તે જ નિચ્ચે થાય છે. આથી આ કરાશે આ નહિ કરાય, આ પ્રમાણેની મનુષ્યોની ચિંતા ફોગટ છે. ૩૬૧. ત્યાર પછી અંધ ખરેખર રાજ્યને યોગ્ય નથી, તેથી તેને ગ્રામ આપ્યું અને તેની વિમાતાના પુત્રને ઉજ્જયિનીનું રાજ્ય આપ્યું. llફકરા અને પરંપરા વડે તે વિમાતાનું પ્રગટપણું જાણીને કુણાલ હૃદયમાં ઉપાલંભ આપે છે કે ધૃષ્ટ શું કરે ? હવે ત્યાં ગામમાં કાર્ય રહિત, અલ્પ પરિવારવાળો ભાગ્યના ગીતની પ્રસક્તિ વડે દિવસોને પૂર્ણ કરતો રહેલો છે. ll૩૬૪| તેટલામાં તે ધર્મના પ્રભાવથી તે રંકનો જીવ શરદ ઋતુની કાંતિવાળો કુણાલની ભાર્યાના ગર્ભમાં ઉત્પન્ન થયો. ૩૬પા બે માસ પસાર થયે છતે દેવ-ગુરુના પૂજનનો તેણીને દોહદ ઉત્પન્ન થયો અને કુણાલ વડે તે પૂર્ણ કરાયો. ૩૬કા હવે દિવસો પૂર્ણ થયે છતે તેણીએ પુત્રને જન્મ આપ્યો અને પુત્રના જન્મથી પ્રિયદાસી વડે કણાલ વધામણી અપાયો. ૩૬ળા ત્યાર પછી વિમાતાના મનોરથને હું વિલ કરું છું અને પોતાના તે રાજ્યને ગ્રહણ કરું છું, આ પ્રમાણે વિચારીને ત્યારે જ તે કુણાલ ગ્રામથી નીકળ્યો અને પાટલીપુત્રને પ્રાપ્ત કર્યું અને રાજમાર્ગની સમીપમાં રહેલ ગોષ્ઠીમાં ગાતો હતો. ૩૬૮, ૩૬૯ો તેના સ્વરના સૌંદર્યના કિરણો વડે જ નિયંત્રિત થયેલા ત્યાં જે જે ફરતા હતા તે તે સ્થિર થતા હતા. ||૩૭oll તેના ગુણો વડે રંજિત થયેલ સર્વે જન એક મુખે પ્રશંસા કરતા હતા. હાહાહૂહૂ વિગેરે (ગાંધર્વ દેવો)ને આના જ શિષ્ય માનતા હતા. ll૩૭૧ી તેના ગુણની વાતો રાજાની સભામાં પણ થઈ. રાજાએ પણ તેને બોલાવ્યો. પશ્ચર્યમાં કોને કૌતક ન થાય ? I૩૭રા તે પણ હવે રાજાની આગળ આવીને પડદાની અંદર ગાતો હતો. કારણથી રાજાઓ વિકલ અંગવાળા પ્રાણીઓને જોતા નથી. ૩૭૩. તેના અતિશયવાળા તે ગીત વડે ખુશ થયેલા રાજાએ તેને કહ્યું કે હે ! તું વરદાન માંગ, તેણે પણ ગીત વડે જ કહ્યું ૩૭૪ ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર અને બિંદુ સારનો પૌત્ર અશોક8ી પુત્ર અંધ આ કાકિણીને માંગે છે. Il૩૭૫ા તે સાંભળીને રાજાએ આંસુ પાડ્યા. તે પડદાને દૂર કરીને કુણાલને ખોળામાં બેસાડીને કહ્યું, હે વત્સ ! તારા વડે અલ્પ મંગાયું. ll૩૭૬ll હવે મંત્રીઓએ ત્યાં કહ્યું, હે દેવ ! અલ્પ નથી મંગાયું. ખરેખર રાજપુત્રોના રાજ્યને કાકિણી કહેવાય છે. //૩૭૭ીરાજાએ કહ્યું, મારા વડે આનું જ રાજ્ય થાય આ પ્રમાણે સંકલ્પ કરાયો હતો. પરંતુ ભાગ્ય અવળું થયું. તેથી આને તે કેવી રીતે અપાય. Il૩૭૮ કુણાલે કહ્યું, હે પિતા મારો પુત્ર રાજ્યને કરશે. રાજાએ કહ્યું, તારે ક્યારે પુત્ર થયો ? તેણે કહ્યું, હમણાં થયો. ll૩૭૯ તેથી રાજાએ ત્યારે જ તેનું નામ સંપ્રતિ કર્યું. દશ દિવસ પછી તેને બોલાવીને પોતાનું રાજ્ય આપ્યું. ll૩૮૦Iી ક્રમથી શ્રેષ્ઠ પ્રૌઢતાને પામેલા તેણે અર્ધભરતને સાધ્યું અને અનાર્યદેશોને પણ પોતાને વશ કર્યા. ૩૮૧//

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386