Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 373
________________ зцо સમ્યકૃત્વ પ્રકરણ કરેલી અંજલીવાળો તે પણ સ્વામીના આદેશને મસ્તક વડે સ્વીકારીને ક્ષણવારમાં આકાશ માર્ગ વડે રાજગૃહ નગરને પામ્યો. ૧૮ અને સુલતાના ઘરના દ્વારમાં જઈને તેણે વિચાર્યું ત્યાં તેવા પ્રકારના સમાજમાં વીતરાગ એવા પણ પ્રભુ સ્વયં જેણીનું નામ ગ્રહણ કરીને સંદેશાને કહ્યો, તે સુલસા કેવા પ્રકારની છે. તેણીની પરીક્ષાને હું કરું છું. ll૧૯, ૨૦Iી હવે ક્ષણવારમાં વૈક્રિય લબ્ધિ વડે કરેલા રૂપાંતરવાલો આ સુલતાના ઘરમાં પ્રવેશીને તેણે ભિક્ષાને માંગી. ર૧ હે શુભો ! તું ધર્મની અર્થી છે. તો પાત્રમાં દાનને કર. તેણીએ કહ્યું, હું સાધુઓ વિના ધર્મને માટે બીજાને આપતી નથી. //રરા હવે નગરીની બહાર જઈને પૂર્વદ્વારની સમીપમાં ગયેલો, સુસમાધિવાળો તે બ્રહ્માના વેશને ધારણ કરીને રહ્યો. //ર૩ll પદ્માસને રહેલ, હંસના વાહનવાળો, ચાર ભુજાવાળો, ચાર મુખવાળો, બ્રહ્મ સૂત્રને ધારણ કરનાર, જપમાલાવાળો, જટારૂપી મુગટ છે મસ્તકે જેને એવો, સાવિત્રી પ્રિયા વડે યુક્ત, ધર્મમાર્ગને ઉપદેશતો તે સાક્ષાત બ્રહ્માની બુદ્ધિ વડે સઘળા નગરજનો વડે સેવાતો હતો. ll૨૪, ૨પી ત્યારે બ્રહ્માની સ્તુતિના પદોવાળી સખીઓના સમૂહ વડે બોલાવાયેલી પણ સુલતા ત્યાં ન ગઈ અને તત્ત્વને જાણનારી તેણીએ પ્રશંસા પણ ન કરી. //રકા અને બીજે દિવસે દક્ષિણ દિશામાં અબડ, ગરુડના આસનવાળો, શ્રીમાનું શંખ-ચક્ર અને ગદાને ધારણ કરનાર વિષ્ણુની મૂર્તિ વડે રહ્યો. //રા આ સ્વયં વિષ્ણુ છે, એ પ્રમાણે મૂઢ લોકો વડે સેવાયો. પરંતુ અરિહંતના ધર્મમાં જ રક્ત છે આત્મા જેનો એવી સુલસાએ તેની ગણના ન કરી. ||૨૮ ત્રીજે દિવસે તે પશ્ચિમ દિશામાં ત્રણ નેત્રવાળો, ચંદ્રના મુગટવાળો, ચર્મના વસ્ત્રોવાળો, ગૌરી સહિત ખોપરી ધારણ કરનારો વૃષભના વાહનવાળો, શૂલ-પિનાકી ખટ્વાંગ નામના અસ્ત્રને ધારણ કરનાર, ભસ્મથી લેપેલા શરીરવાળો કપર્દી, સર્પને ધારણ કરનાર, નન્દાદિ ઘણા વિસ્તૃત ગણો વડે પરિવરેલો શિવ થઈને ધર્મને ઉપદેશતા હતા અને હર્ષથી લોકો તેને સ્તવતા હતા. ૨૯ થી ૩૧/ તેની પ્રશંસાના ભયથી વળી તુલસી તેની વાતને પણ સાંભળતી ન હતી. અને ચોથે દિવસે તેણે ઉત્તર દિશામાં સમવસરણને કર્યું. જિન થઈને ચાર મુર્તિરૂપે ચાર પ્રકારે ધર્મને ઉપદેશતો હતો. ૩૨ll હર્ષિત થયેલા મનુષ્યો વડે કહેવાયું. ખરેખર આ નગરી જ ધન્ય છે. હમણાં બ્રહ્મા-વિષ્ણુ-શિવ અને અરિહંત વડે સ્વયં આવીને જે પાવન કરાઈ. il૩૩ી તો પણ નહિ આવેલી તેણીને બોલાવવા માટે અંબડે કોઈ પુરુષને શીખવીને મોકલ્યો તે પુરુષે જઈને તેણીને આ પ્રમાણે કહ્યું. Il૩૪ો હે તુલસા ! પરમ શ્રાવિકા એવી તે અન્યને વંદન ન કર. પરંતુ તે આ અરિહંત ભગવાન સમવસરેલા છે. તેથી જલ્દી તેને નમવા માટે આવ. ll૩પી તેણીએ કહ્યું, આ ચોવીશમા જિનેશ્વર મહાવીર નથી તેણે હવે ફરી કહ્યું, હે મુગ્ધા!આ પચ્ચીશમા જિનેશ્વર છે. ૩વા તેણીએ પણ કહ્યું, ક્યારે પણ પચ્ચીશમો અરિહંત થાય નહિ, દુષ્ટ બુદ્ધિવાળો કોઈપણ આ દંભી લોકોને છેતરે છે. l૩૭ી. તેણે કહ્યું, હે મહાસતી ! તારે વિભેદ વડે શું કાર્ય છે? જે પ્રમાણે થાઓ તે પ્રમાણે શાસનની પ્રભાવના થાઓ. ll૩૮ સુલસા એ કહ્યું, હે ! આ પ્રમાણે અહીં પ્રભાવના થતી નથી. પરંતુ અપભ્રાજના જ થાય, જેથી ખરેખર આ લોકો પણ દાંભિકો છે. ૩૯ આ પ્રમાણે નિરાકૃત કરાયેલા તેણે જઈને અંબાને કહ્યું, તેનું કહેલું સાંભળીને અંબડે પણ હર્ષ વડે હૃદયમાં વિચાર્યું. IIvolી આવા પ્રકારની વિવેકવાળી સ્વામીના ચિત્તમાં શા માટે ન વસે. મારા શઠપણા વડે પણ જેનું સમ્યક્ત્વ ચલાયમાન ન કરાયું. I૪૧ી ત્યાર પછી પ્રપંચને છોડીને સુલતાના ઘરમાં પોતાના રૂપવાળો અખંડ ઊંચેથી નિસિહિ બોલીને પ્રવેશ્યો. I૪૨ll હવે સંભ્રમ સહિત સુલાસાએ ઊઠીને તેને કહ્યું, હે મારા ધર્મ બંધુ

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386