Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 379
________________ ૩૫૬ સમ્યક્ત્વ પ્રકરણ ભાવાર્થ : પૂર્વાર્ધ સુગમ છે. સ્વ અને ૫૨ના વિભાગ વિના બંને પ્રકારે અનુકંપા દ્રવ્યથી બાહ્ય આપત્તિના પ્રતિકાર વડે અને ભાવથી ભીના હૃદયપણા વડે પ્રતિબોધ કરી કરીને પ્રાણીને સન્માર્ગ પ્રાપ્ત કરાવવા વડે પોતાની શક્તિના અનુસારે કરે છે. ૫૨(૨૫૮) તથા मन्नइ तमेव सञ्चं, नीसंकं जं जिणेहिं पत्रत्तं । સુહરિળામો સમ્મ, હાફ વિસુત્તિયાદિઓ ।।૧૩।। (૨૧૧) ગાથાર્થ : કાંક્ષા આદિ વિશ્નોતસિકા - ચિત્ત વિક્ષેપથી રહિત અને શુભ પરિણામવાળો આત્મા, “જિનેશ્વર દેવોએ જે તત્ત્વ પ્રરૂપ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે” એમ સમ્યગ્ રીતે માને છે તે આસ્તિક્ય છે. ૫૩૨૫૯॥ ભાવાર્થ : તે જ સમ્યક્ અવિસંવાદી છે એમ માને છે. નિઃસંદેહ રૂપ માને છે કે જે જિનેશ્વરો વડે કહેવાયેલ છે. શુભ પરિણામ પ્રસ્તાવથી આસ્તિક્ય સ્વરૂપ શુભ પરિણામ જેને છે તે આસ્તિકય આ પ્રમાણેનો અર્થ છે. કાંક્ષાદિ રૂપ એટલે કે વિશ્રોતસિકા, ચિત્તવિદ્યુતાદિ તેઓ વડે રહિત આ પ્રમાણે. ૫૩(૨૫૯) હવે પ્રકૃતનું નિગમના કરતા સમ્યક્ત્વના ફલને કહે છે. एवंविहपरिणामो, सम्मदिट्ठी जिणेहिं पन्नत्तो । સો ૩ ભવસમુદ્દે, બંધફ થોજેન મહેન્દ્ર ।।૧૪।। (૨૬૦) ગાથાર્થ : જિનેશ્વરો વડે આવા પ્રકારના પરિણામવાળો સમ્યગ્દષ્ટિ કહેવાયેલ છે. આવો આત્મા જ ભવરૂપી સમુદ્રને અલ્પ કાલ વડે ઓળંગે છે. ભાવાર્થ : આવા પ્રકારના ઉપશમાદિ રૂપ પરિણામ જેને છે તે સમ્યગ્દષ્ટિ જિનેશ્વરો વડે કહેવાયેલ છે. આ જ થોડા કાલ વડે ભવરૂપી સમુદ્રને ઓળંગે છે. તથા આગમમાં કહેલ છે. હે ભગવંત ! ઉત્કૃષ્ટથી દર્શન વડે કેટલા ભવો વડે સિદ્ધ થાય. હે ગૌતમ ! ઉત્કૃષ્ટથી તે જ ભવે અને તે ભવમાં ન થાય તો ત્રીજા ભવને ઓળંગતો નથી. ૫૪(૨૬૦) આ પ્રમાણે સમ્યક્ત્વ મોક્ષનું કારણ કહેવાયું. પરંતુ તે વિરતિથી યુક્ત જાણવા યોગ્ય છે. અવિરતિને તપથી નિકાચિત કર્મના ક્ષય માટે કરેલો પ્રયત્ન પણ (વિરતિના અભાવમાં) નિષ્ફળ છે. આ પ્રમાણે કહ્યું છે. सम्मदिट्ठिस्सवि अविर - यस्स न तवो बहुफलो होइ । હવદ્ દુ હત્યિન્હાળ, પુંવં∞િયયં જ તે તસ્મ ।।૧।। (૨૬) ગાથાર્થ : અવિરત સમ્યગ્દષ્ટિ આત્માને તપધર્મ, હાથીના સ્નાનની જેમ તથા શારડીની જેમ, બહુફળ આપનારો થતો નથી. ભાવાર્થ : મિથ્યાદૃષ્ટિના તપનું અસા૨૫ણું તામલિ તાપસના દૃષ્ટાંતથી પ્રસિદ્ધ છે. સમ્યગ્દષ્ટિ હોવા છતાં પણ પ્રાણાતિપાતાદિ વિરતિથી રહિતને તપ બહુ ફલ અર્થાત્ મોક્ષફલને આપનાર થતું નથી. ‘દુ’ યસ્માત્ અર્થમાં છે જે કારણથી તેને તે તપ હસ્તિના સ્નાન સમાન થાય છે. જે પ્રમાણે હાથી સ્નાન કરીને ફરી ફૂલને

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386