________________
જ્ઞાન-તપ-સંયમના ત્રિવેણી સંગમમાંથ
હવે આ સ્વરૂપના નિરૂપણપૂર્વક ભવ્ય જીવોને પઠનાદિ વડે શિક્ષા આપે છે. मिच्छमहन्त्रवतारण- तरियं आगमसमुद्दबिंदुसमं ।
શાહ મહમંત્ત, સંવેવિસોહિં પરમં ।।૬૪।। (૨૭૦) एयं दंसणशुद्धिं सव्वे भव्वा पढंतु निसुणंतु । जाणंतु कुणंतु हंतु सिवसुहं सासयं ज्झति ।। ६५ ।। (२७१)
ગાથાર્થ : મિથ્યાત્વરૂપી મહાન સમુદ્રને તારવા માટે નૌકા સમાન, આગમરૂપી સમુદ્રના બિંદુ સમાન, કદાગ્રહરૂપી ગ્રહણનો નાશ કરવા માટે મંત્ર સમાન, સંદેહરૂપી વિષને દૂર કરવા માટે શ્રેષ્ઠ ઔષધિ સમાન એવા આ દર્શનશુદ્ધિ ગ્રંથને સર્વે ભવ્યો ભણો, સાંભળો, જાણો, કરો અને જલ્દીથી શાશ્વત સુખને પામો. ૧૬૪, ૬॥૨૭૦, ૨૭૧૫
ભાવાર્થ : મિથ્યાત્વરૂપી મહાન સમુદ્રને તારવા માટે નૌકાસમાન, આગમરૂપી સમુદ્રના બિંદુ સમાન, કુગ્રાહરૂપી ગ્રહને નાશ કરવા મંત્ર સમાન, સંદેહરૂપી વિષને નાશ કરવામાં પ્રકૃષ્ટ ઔષધિ સમાન. સંદેહ વિષૌષધિ આ પ્રમાણે પહેલા નામ રૂપે કહેલું. વળી અહીં વિશેષણપણે કહેલ છે. આથી પૌનરુક્તિ દોષ નથી.
11981129011
આ દર્શનશુદ્ધિને અર્થાત્ પ્રસિદ્ધરૂપે સમ્યક્ત્વને સર્વે ભવ્યો ભણો સૂત્રથી ભણીને અર્થથી સાંભળો. સાંભળીને તેના અર્થને જાણો, જાણીને કરો, તેમાં કહેલી વાતોને અનુસરો અને તેને અનુસરીને જલ્દીથી શાશ્વત સુખને મેળવો. કારણ કે, સર્વે અનુષ્ઠાનો તે માટે કરવાના પ્રયોજનવાળા હોવાથી. ।।૬૫ (૨૭૧)
तत्त्वतत्त्वम् सम्पूर्णम्
॥શ્રી। આ પ્રમાણે પૂજ્ય શ્રીચક્રેશ્વરસૂરી વડે શરૂ કરાયેલ તેમના પ્રશિષ્ય શ્રીતિલકાચાર્યથી પૂર્ણ કરાયેલ
સમ્યક્ત્વની વૃત્તિમાં સમર્થિત કરાયું પાંચમું તત્ત્વતત્ત્વ અને
તેની સમાપ્તિમાં સમ્યક્ત્વ પ્રકરણ વૃત્તિ પણ સમાપ્ત થઈ શ્રીII
- પ્રશસ્તિ -
શ્રી વીરવિભુના તીર્થમાં શ્રી સુધર્મસ્વામી ગણધરની પરંપરાથી પ્રાપ્ત કરી છે ઉન્નતિ જેમને એવા, ચારિત્રથી ઉજ્જવળ એવા શ્રી ચંદ્રગચ્છરૂપ સાગરના ઉલ્લાસ પામતા શીતલ પ્રકાશવાળા, સમ્યક્ત્વ નામના શાસ્ત્રરૂપ સૂત્રની નગરીની રચના કરનાર સૂત્રધાર અદ્ભુત મતિવાળા, વાદીરૂપ હાથી માટે સિંહ સમાન શ્રી ચંદ્રપ્રભસૂરિ આચાર્ય થયા. II૧II
તેમની પાટ રૂપ લક્ષ્મીને સાંભળવા માટે આસન સમાન, જેમના ચરણ કમળમાં શ્રીજયસિંહદેવ રાજાએ મનોહર હંસની લીલાને ધારણ કરી એવા સમર્થ શ્રી ધર્મઘોષ નામના આચાર્ય થયા. ॥૨॥