Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 382
________________ ચરણ - કરણ સિત્તરિનું સ્વરૂપ ૩૫૯ તથા : અશન - પાન - ખાદિમ - સ્વાદિમ સ્વરૂપ પિંડના અથવા પિંડના ઉપલક્ષણથી શયા વસ્ત્ર, પાત્રની વિશુદ્ધિ એટલે કે, બેંતાલીશ દોષથી રહિતપણું તે ચાર પ્રકારે એમ છે. સમિતિ - ઈર્યાસમિત્યાદિ પાંચ પ્રકારે. ભાવના - અનિત્યાદિ બાર પ્રકારે તે આ પ્રમાણે. અનિત્યપણું – અશરણપણું - એકત્વ - અન્યત્વ - અશુચિત્વ - સંસાર - કર્મનો આશ્રવ - સંવરવિધિ અને નિર્જરા - લોક સ્વભાવ ધર્મ સ્વાખ્યાત તત્ત્વની ચિંતા અને બોધિનું દુર્લભપણું. આ વિશુદ્ધ એવી બાર ભાવના ભાવવા યોગ્ય છે. (પ્રથમ રતિ ૧૪૯ - ૧૫૦) પ્રતિમા - માસિકાદિ. એકથી સાત માસની એક માસિકી વગેરે સાત પ્રતિમાઓ, આઠમી-નવમી-દશમી સાત-સાત અહોરાત્રિની, અગ્યારમી એક અહોરાત્રિની, બારમી એક રાત્રિની એમ ભિક્ષુની બાર પ્રતિમા જાણવી. (આ.નિ. ૫, પ્રવ.સા. ૫૭૪). સ્પર્શનાદિ ઈન્દ્રિયોનો નિરોધ એટલે કે જય તે પાંચ પ્રકારે છે. પ્રતિલેખના - વસ્ત્ર-પાત્રાદિની પડિલેહણ તે ૨૫ પ્રકારે છે. ગુપ્તિઓ – મનોગુયાદિ ત્રણ પ્રકારે છે. અભિગ્રહ - દ્રવ્ય - ક્ષેત્ર - કાલ અને ભાવના વિષયવાળા ચાર પ્રકારે છે. આ પ્રમાણે કરણ સિતરી ઉત્તર ગુણરૂપ છે. કારણ કે પ્રાપ્ત થયેલ કાલે જ આસેવન કરાતું હોવાથી. //પટા (૨૬૪) હવે સમ્યગ્દર્શન અને ક્રિયાનું સહકારીપણું હોતે છતે કયા સ્વભાવ વડે શું ઉપકાર કરે છે. તે કહે છે. समग्गस्स पयासगं इह भवे नाणं तवो सोहणं, कम्माणं चिरसंचियाण निययं गुत्तीकरो संजमो । बोधव्वो नवकम्मणो नियमणे भावेह एयं सया, एसिं तिन्हवि संगमेण भणिओ मुक्खो जिणिंदागमे ।।५९।। (२६५) ગાથાર્થ : અહીં જ્ઞાન સન્માર્ગનો પ્રકાશક છે, તપ તે લાંબાકાલના એકઠા કરેલા કર્મોની શુદ્ધિ કરનારો છે અને સંયમ નવાથી રક્ષણ કરનારો છે. નિરંતર આ ભાવનાથી મનને ભાવિત કરવું જોઈએ. કારણ કે શ્રી જિનેશ્વરદેવના આગમમાં ફરમાવ્યું છે કે, પૂર્વોક્ત ત્રણેય (જ્ઞાન, તપ અને સંયમ)ના સંગમથી જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. પારકા ભાવાર્થ : અહીં મોક્ષ માટેની પ્રવૃત્તિમાં જ્ઞાન તે સન્માર્ગનો પ્રકાશક થાય. જ્ઞાન તે સમ્યગુ લેવાનું કારણ કે, મિથ્યાદૃષ્ટિઓના જ્ઞાનનું પણ અજ્ઞાનરૂપપણું હોવાથી. | ક્રિયા - તપ અને સંયમ રૂપપણા વડે બે પ્રકારે છે. તેમાં તપ તે લાંબાકાલથી એકઠા કરેલા કર્મોની નિચ્ચે શુદ્ધિ કરનાર છે. સંયમ - નવા આવતા કર્મોને ગુપ્તર એટલે રોકનાર છે. આ પ્રમાણે પોતાના મનમાં હમેશાં ભાવો આ ત્રણેના સંગમ વડે જિનાગમમાં મોક્ષ કહેલ છે. આથી સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ છે એ પ્રમાણે પ્રતિષ્ઠિત થયું.

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386