Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 380
________________ ચરણ - કરણ સિત્તરિનું સ્વરૂપ ૩પ૭ અંગને વિષે નાંખે છે. એ પ્રમાણે આ પણ તપ વડે કર્મને ખપાવીને ફરી અવિરતિ વડે બાંધે છે. અથવા ચુંદાછિતકની જેમ ચુંદે - સુથારનું ઉપકરણ વિશેષ તેને વિષે છિતક - આકર્ષણ આ દોરી વડે વીંટાળીને હાથ વડે ખેંચાય છે. જ્યારે તે ડાબા હાથ વડે ખેંચાય છે ત્યારે દોરી જમણી બાજુથી વેષ્ટકો વડે પૂરાય છે. વળી જ્યારે જમણા હાથ વડે ખેંચાય છે. ત્યારે ડાબી બાજુથી એટલે કે શારડીમાં દોરી એક તરફથી છૂટી જાય અને બીજી તરફથી વીંટળાતી જાય છે તેમ આ પણ એકબાજુ તપથી કર્મને ખપાવે છે અને બીજી બાજુ અવિરતિ વડે કર્મને બાંધે છે. આ પ્રમાણેનો અર્થ છે. પપા (૨૯૧ કહેલા જ અર્થને ઉદાહરણ દ્વારા સમર્થન આપે છે. चरणकरणेहिं रहिओ, न सिज्जइ सट्टसम्मदिट्ठी वि । ને મંગિ સિદ્ધો, રંધjp વિÉતો પદ્દા (રદર) ગાથાર્થ : સુંદર સમષ્ટિ હોવા છતાં પણ ચરણ અને કરણ વડે રહિત સિદ્ધ થતો નથી. જે માટે આગમમાં રથ-અંધ અને પંગુનાં દૃષ્ટાંત સિદ્ધ છે. ભાવાર્થ : સ્પષ્ટ છે. પરંતુ રથ દષ્ટાંત. સંયોગથી કાર્ય સિદ્ધિરૂપ ફલને કહે છે. કારણ કે, એક પૈડા વડે રથ ચાલતો નથી. હવે અહિ અન્વય દૃષ્ટાંત અંધ અને પંગુનું કહે છે - આંધળો અને પાંગળો વનમાં પરસ્પર સહાયક બનીને નાઠા, તેથી નગરમાં પહોંચ્યા. ૧ાા (આવ નિ.ગા. ૧૦૨) વળી વ્યતિરેકથી કહે છે – વનમાં ઘવાનળ દેખવા છતાં પાંગળો નહિ ચાલવાથી ઘયો અને દોડવા છતાં આંધળો નહિ દેખવાથી ઘયો. આ બંને સમ્પ્રદાયથી ગમ્યુ તે છે, આ પ્રમાણે. કોઈપણ નગરથી લોકોએ શત્રુઓથી પીડાની શંકા વડે વૈરીથી દુઃખે કરીને પ્રાપ્ત કરી શકાય તેવા જંગલનો આશ્રય કર્યો. ||૧|| એક દિવસ વળી ત્યાં પણ છાપાના ભયથી આતુર, ગ્રહણ કરેલા પ્રાણવાળા ગાડાદિને મૂકીને પલાયન થયા. //રા ત્યાં અંધ અને પંગુ બે મનુષ્યો આશ્રય રહિતના હતા અને તે બંને સત્ત્વ રહિતપણાથી નિર્ભય એવા ત્યાં જ રહ્યા. /૩ ધાડપાડુઓ ત્યાં આવીને ચોરી ચોરીને ગયે છતે હવે કલ્પાકાલના અગ્નિ જેવો ઉત્પન્ન થયેલ દાવાનલ પ્રજ્વલિત થયો. ||૪|| હવે દાવાનલથી ઉન્મુખ થયેલ દોડતો એવો અંધ પંગુ વડે કહેવાયો અરે ! તું શું જીવવાની ઈચ્છાવાળો છે કે મરવાની ? કે જેથી દાવાનલની સન્મુખ જાય છે. //પી તેણે કહ્યું, હે ભદ્ર ! તો તું કહે, જીવવા માટે હું ક્યાં જાઉં ? મૃત્યુના મુખથી મને ખેંચ. પ્રાણદાન ખરેખર અનુત્તર છે. (વા ત્યાર પછી પંગુએ તે અંધને કહ્યું, આવ તું મને ખભા પર બેસાડ. જેથી મારાથી જોવાયેલ માર્ગમાં તારી ગતિ અપાય રહિત થાય. ૭ી અંધ પણ પંગુ વડે કહેવાયેલું યોગ્ય માનતો જલ્દીથી તે જ પ્રકારે કરતો હતો. ખરેખર પ્રાણનો ભય તે મોટો ભય છે. Iટા ત્યાર પછી સાથે જતા તે બંને ઇચ્છિત સ્થાનને પામ્યા. આ પ્રમાણે દર્શન અને ચારિત્ર બંને સાથે રહેલા મોક્ષને આપે છે. વ્યતિરેક વળી :કોઈક નગરમાં લોકોને લંકાના દાહનું જાણે પ્રકાશન કરતો હોય તેવો અગ્નિ ચારેબાજુથી ઉત્પન્ન થયો. Y/૧૦Iી ત્યાર પછી સર્વે મનુષ્યો હાહારવને કરતા વેગથી મહાન મુશ્કેલીએ ત્યારે પ્રાણ જ છે માત્ર ધન જેને

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386