Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 377
________________ ૩૫૪ સમ્યકત્વ પ્રકરણ ભાવાર્થ સુગમ છે. અહીં કેટલાક (જીવો) જિનેશ્વરે કહેલા કાલદ્રવ્યાદિમાં વિપરીત રીતે સ્વીકાર કરે છે. તેઓને નિરાકરણ કરવા માટે કહે છે. ત્રિકાલ, છ દ્રવ્ય નવપદ સહિત, જીવના છ કાય અને વેશ્યા, પાંચ અસ્તિકાય, વ્રત સમિતિ, ગતિ, જ્ઞાન, ચારિત્રના ભેદો આ પ્રમાણે ત્રણ ભુવનને હિતકારી સ્વામી એવા અરિહંતો વડે કહેવાયેલ. આ મોક્ષમૂલને જે વિશ્વાસ કરે છે શ્રદ્ધા કરે છે, સ્પર્શે છે, તે જ મતિમાન શુદ્ધદષ્ટિવાળો છે. ત્રિકાલ - અતીત-અનાગત અને વર્તમાનરૂપ, દ્રવ્યો-ગુણના આશ્રયરૂપ છે. તેઓનું પર્લ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલરૂપ, નવ પદો - જીવાજીવાદિ તો તેઓ વડે સહિત. કાયા અને વેશ્યા - કાયલેશ્યા. છ સંખ્યાના પ્રમાણવાળા કાયલેશ્યા - પકાયલેશ્યા, જીવોના છકાય લેશ્યા - જીવષકાયલેશ્યા. તેમાં ષકાય - પૃથ્વીકાયાદિ. છલેશ્યા - કૃષ્ણાદિ, પાંચ અસ્તિકાય - ધર્માસ્તિકાયાદિ, પંચ શબ્દ વ્રતાદિમાં પણ જોડવા યોગ્ય છે. તેથી પાંચ વ્રત – પ્રાણિવધથી અટકવું આદિ. સમિતિ પાંચ - ઇર્યાસમિતિ આદિ, ગતિ - નરકાદિ. જ્ઞાન - મતિજ્ઞાનાદિ, ચારિત્ર - સામાયિક - છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત. વળી કયા લિંગો વડે આને સમ્યક્ત્વ છે. આ પ્રમાણે શ્રદ્ધા કરવા યોગ્ય છે તો કહે છે. उवसम संवेगो वि य, निव्वेओ विय तहेव अणुकंपा । आत्थिक्कं च एव तहा, सम्मत्ते लक्खणा पंच ।।४७ ।। (२५३) ગાથાર્થ : ઉપશમ, સંવેગ, નિર્વેદ તથા અનુકંપા અને આસ્તિકય આ પ્રમાણે સમ્યકત્વના પાંચ લક્ષણો છે. ભાવાર્થ: ઉપશમ - તીવ્ર કષાયનો અનુદય. સંવેગ - મોક્ષનો અભિલાષ. નિર્વેદ - ભવથી વૈરાગ્ય એટલે કે, સંસારથી કંટાળો. અનુકંપા - દુઃખીઓને વિષે દયા. આસ્તિક્ય - બીજા તત્ત્વોને સાંભળવા છતાં પણ જિનધર્મમાં જ શ્રદ્ધા. સમ્યકત્વ હોતે છતે. આ પાંચ લક્ષણો હોય છે. ll૪૭ી (૨૫૩) સમ્યકત્વવાળો શુદ્ધ પરિણામી થાય એ પ્રમાણે કહે છે. इत्थ य परिणामो खलु, जीवस्स सुद्धो उ होइ विजेउं । किं मलकलंकमुक्कं, कणगं भुवि ज्झामलं होइ ।।४८।। (२५४) ગાથાર્થ : અને સમ્યકત્વ હોતે છતે જીવનો પરિણામ નિશ્ચયથી શુભ હોય છે. એમ જાણવા યોગ્ય છે. શું માટીના-કલંકાદિથી રહિત સુવર્ણ પૃથ્વીને વિષે રખડતું હોય એવું બને ખરું? ભાવાર્થ અને અહીં સમ્યકત્વ હોતે છતે જીવનો પરિણામ નિશ્ચયથી શુભ જ જાણવા યોગ્ય છે. આને જ બીજા અર્થના સ્થાપન વડે સમર્થન આપતા કહે છે કે, શું મલ-કાલિમાદિથી રહિત સુવર્ણ પૃથ્વીને વિષે શું રખડતું હોય ? અર્થાતું ન હોય. આ પ્રમાણે અર્થ છે. ll૪૮(૨૫૪)

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386