________________
૩૫૨
સમ્યક્ત્વ પ્રકરણ
ત્યાર પછી વહન કરનારાની જેમ તે શ્રાવકે તેટલા પ્રમાણનું વહન કર્યું અને તેઓ વડે અપાયેલ અતિ સ્નિગ્ધ લાડવાદિને ખાધા. ૮ પ્રાય: બૌદ્ધો સ્નિગ્ધ અને મધુર ભોજન કરનારા હોય છે તથા તેઓના મતને કહેનારાઓ વડે આ વારંવાર બોલાય છે. lleી.
કોમળ શય્યામાં સૂવું, સવારે ઊંઠીને રાબ પીવા યોગ્ય છે, મધ્યાહ્ન ભોજન અને અપરાત્રે પાન તથા અર્ધરાત્રે દ્રાક્ષાખંડ તથા સાકર પીવા યોગ્ય છે અને અંતે શાકય સિંહ વડે મોક્ષ જોવાયેલ છે. મનોજ્ઞ ભોજનને ખાઈને મનોજ્ઞ શયન અને આસન કર્યું છતે મનોશ હવેલીમાં મનોજ્ઞ ધ્યાનવાળો મુનિ થાય. ll૧૦, ૧૧ અને એક દિવસ તેને અજીર્ણ વડે વિસૂચિકા થઈ અને યમની દૂતીની વડે જેમ તે દુષ્ટ વિસૂચિકા વડે ગાઢ રીતે પીડાય છે. /૧૨ી ત્યારે ત્યાં વૈદ્ય અને ઔષધની અપ્રાપ્તિ વડે તે પીડા વડે પ્રકાશના સ્થાને અંધકાર પ્રાપ્ત કરાવાયો. ll૧all જિનદાસ પણ અંત કરનારી અસંભાવ્ય પ્રતિકારવાળી, શાકીનીની જેવી પ્રબળ તે વ્યથાને જાણીને. હવે પદ્માસનને કરીને, એકાગ્ર મનવાળા બુદ્ધિશાલી, યોગી એવા તેણે સ્વયં સિદ્ધની સાક્ષીએ આલોચનાને કરી. ll૧૪, ૧૫ll
ત્રણ જગતને પૂજ્ય એવા અરિહંતો, સિદ્ધિમાં રહેલા શાશ્વત સિદ્ધો, સાધુતાને ભજનારા સાધુઓ, કેવલીએ કહેલ ધર્મ આ ચારે પણ ઉત્તમ મારા મંગલને કરો અને આતુર એવા મને આ ચારે શરણરૂપ થાઓ. //૧૬, ૧૭ll
સર્વ પ્રાણીવધ, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, શરીર અને આહારનો સમૂહ આ સઘળું પણ હાલમાં વોસિરાવું છું એ પ્રમાણે ચિત્તમાં સ્થાપન કરીને ગુરુના અભાવમાં પણ જાણે ગુરુની આગળ રહેલો હોય તેમ અનશનક્રિયાને કરીને //૧૮, ૧૯ો ખમાવેલ છે સર્વ પ્રાણીને જેણે એવો પંચપરમેષ્ઠિ નમસ્કારને સ્મરણ કરતો, પાપરહિત આત્મા મરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયો. ૨ll ત્યાર પછી તે બૌદ્ધોએ પોતાના આચારની વિધિપૂર્વક તેના અંગને લાલ વસ્ત્ર વડે વીંટાળીને એકાંતમાં છોડીને સ્વયં ગયા. ર૧ી અને અંતમુહૂર્ત વડે પ્રાપ્ત થયેલ યૌવનવાળાં મનુષ્યની જેમ થયો અને ઉત્પન્ન થયેલ નિદ્રાના વિરામની જેમ પલંગમાંથી ઊઠ્યો. રર હવે અતિ વિસ્મય કરનારી દિવ્ય દેવઋદ્ધિને જોઈને અને કિંકર દેવતાઓ વડે જય-જય અવાજથી કરાયેલ ઉદ્ઘોષણાને સાંભળીને. l૨૩ વિચાર્યું મારા વડે પહેલા શું કરાયું ? જેના વડે આવા પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત કરાઈ તે જાણવા માટે જિનદાસ દેવે કેટલામાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ૨૪ો તેટલામાં લાલ વસ્ત્રથી વીંટળાયેલા પોતાના શરીરને જોઈને ભ્રાન્ત થયેલા અંત:કરણવાળા તેને નિશ્ચય કર્યો કે હું બૌદ્ધ હતો. ૨પા અહો આજ એક બૌદ્ધદર્શન પ્રધાન છે. જેનાથી મને આ વાણી. અને મનના વિષયભૂત ન બને તેવી વિભૂતિ થઈ. રવા.
ત્યાર પછી તેના બહુમાન વડે તે ઉજ્જયિની નગરીમાં જઈને દિવ્યમૂર્તિ એવો તે તેઓને નમીને પોતાના સ્વરૂપને નિરુપણ કરીને અદૃશ્યમૂર્તિ એવો તે દૃશ્ય હાથ વડે પીરસતો દરરોજ તેઓને દેવનિર્મિત આહાર વડે ભોજન કરાવતો હતો. l/૨૭, ૨૮ ત્યાર પછી ત્યાં બૌદ્ધોનો મહાન અર્થવાદ થયો. વળી અન્ય શ્રાવકાદિઓની અપભ્રાજના થઈ. ૨૯
એક દિવસ ધર્મઘોષ નામના આચાર્ય ત્યાં પધાર્યા શ્રાવકોએ તેઓને પ્રણામ કરીને તે સર્વે હાલનાદિને કહ્યું. ૩ો અને કહ્યું, હે ભગવન્! તમે હમણાં કાંઈપણ કરો. જેથી અહીં અત્યંત મોટી શાસનની ઉન્નતિ થાય. ll૩૧// ગુરુએ જેવું હતું તે પ્રમાણે સર્વ સાંભળીને શ્રુતજ્ઞાન વડે જાણીને બે મુનિઓને આદેશ કર્યો તમે