Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 372
________________ વિચિકિત્સામાં ઈંગધા કથા ૩૪૯ ઉત્તરીયવસ્ત્રને રાજાના પીઠ પર આરોપણ કરતી હતી. //પરા તે વળી ગણિકાની પુત્રી એવી રાણી એક દિવસ રાજાને જીતીને તેની પીઠ પર લજ્જા રહિત ચડી. ખરેખર હલકા કુળવાળાને શું લજ્જા ! //પ૩ll ત્યાર પછી રાજા જલ્દી પરમાત્માના તે વચનને યાદ કરીને હસ્યો. તેણીએ પણ ઉતરીને શંકા સહિત રાજાને હાસ્યનું કારણ પૂછયું. /પ૪ll રાજાએ કહ્યું, હે ભદ્રે ! તારા કુલનું પરિજ્ઞાન હાસ્યને કરનારું છે. તેણીએ પણ કહ્યું, હે દેવ ! શું મારું કુલ હાસ્યયોગ્ય છે. પપી) ત્યાર પછી રાજાએ તેણીને સ્વામીએ કહેલ પૂર્વભવથી માંડીને પીઠ પર આરોહણ પર્યતનો સર્વ તે વૃત્તાંતને કહ્યો. પછી અને તે સાંભળીને ભવથી ઉદ્વિગ્ન થયેલી તેણીએ બલાત્કારે રાજાની અનુજ્ઞા મેળવીને મહાઉત્સાહ વડે શ્રી વીરના ચરણોમાં વ્રતને ગ્રહણ કર્યું. પછી ત્યાર પછી તેણી સમ્યફ પ્રકારે વ્રતને પાલીને અને પૂર્વભવની જુગુપ્સાને આલોચીને, લાંબો કાળ સ્વર્ગના સુખને ભોગવીને ક્રમ વડે સિદ્ધિ રૂપી મહેલને પામશે. I૫૮. વિજુગુપ્સામાં દુર્ગન્ધાની કથા હમણાં પરપાખંડીની પ્રશંસામાં દષ્ટાંત બતાવાય છે. ન્યાયધર્માદિની વાસભૂમિ સમાન, તેના માત્સર્યથી જાણે, દુષ્કાલરૂપ ડમરાદિ વડે ત્યજાયેલ મગધ નામનો દેશ છે. I૧ ત્યાં રાજગૃહ નગર હતું. જેણે લક્ષ્મી વડે દ્વારિકાનગરીને જીતી હતી (કારણ કે) દ્વારિકામાં તો રાજા જ કુબેર (શ્રીપતિ) હતો. જ્યારે અહિં સર્વે લક્ષ્મીપતિ હતા. રાઈ ત્યાં ચંદ્રની જેમ અતિ સુદર્શનવાળો શ્રેણિક રાજા હતો. જે પોતાના પ્રિયંકર હાથો વડે કુવલયની સ્ફાતિને કરતો હતો. અર્થાત્ કુવલયોને વિકસાવતો હતો. Imal ત્યાં સમગ્ર રથિકોમાં અગ્રણી નાગ નામનો મહાભાગ, સર્વે અદ્ભુત ગુણોની શ્રેણીરૂપ અને શ્રેણિકની પ્રસાદના સ્થાનભૂતો હતો. જો તેની પતિવ્રતા એવી સુલસા નામની પત્ની પુણ્યકાર્યમાં (હંમેશા) અકૃત્યોમાં આલસવાળી લાલસાવાળી અને કૃત્ય વડે વિચરતી હતી. પણl સફલ વાચક સમૂહવાળી, સદ્ગણોને આકર્ષણ કરવામાં ઉદ્યત એવી અબલા હોવા છતાં પણ હંમેશાં દઢ ધર્મમાં રક્ત હતી. |કા પૃથ્વી ઉપર પર્વતની જેમ અચલ એવું સમ્યક્ત્વ જેણીના હૃદયમાં હતું, તેના મૂળની જેમ સુશ્રાવકના બાર વ્રતો પણ હતા. તેથી સર્વેથી પણ મહર્ધિક કારૂણ્ય, સત્ય, શીલ આદિ (ગુણો) બાધા રહિત સુખપૂર્વક જેના શરીરમાં વસતા હતા. ll૮ અને આ બાજુ ભયમાં પણ કમ્પાયમાન ન થાય એવી ચમ્પા નગરીમાં ધર્મ ચક્રવર્તી એવા શ્રી વીર ભગવાન્ આવ્યા. હા વિધિ પ્રમાણે દેવો વડે સમવસરણ બનાવાયે છતે જગતને વિસ્મય કરનાર લક્ષ્મીવાળા તે ભગવાન તેને વિષે બેઠા. ૧૦ળી ત્યારે ત્યાં છત્રવાળો, ત્રિદંડવાળો અને કમન્ડલ તથા વિશિષ્ટ આસનને ધારણ કરનાર પરિવ્રાજકોમાં શ્રેષ્ઠ એવો અંબડ પણ આવ્યો. ||૧૧|| સ્વામીને ત્રણ પ્રદક્ષિણા કરીને અને પ્રણામ કરીને, ઊંચા થયેલા ઘણા રોમાંચવાળો તે સ્તુતિ કરીને બેઠો. ||૧૨ા શ્રેષ્ઠ એવા સિદ્ધિરૂપી મહેલના અગ્રભાગને પ્રાપ્ત કરવામાં સાક્ષી સમાન અમૃતની વષ્ટિ સમાન દેશનાને પ્રભુએ કરી. /૧૩ll તેને સાંભળીને ત્યાં અંબડે મોક્ષ સુખને ગ્રહણ કરવા માટે સત્યકારની જેમ ઉત્તમ સમ્યકત્વને પ્રાપ્ત કર્યું. ૧૪ ચિંતામણી રત્ન સમાન સમ્યકત્વને પામીને, પોતાને ધન્ય માનતો, પ્રમોદને ભજનાર તે અખંડ જેટલામાં રાજગૃહી નગરી તરફ ચાલ્યો. ૧પ તેટલામાં તુલસાની પરીક્ષા વડે આનું ધર્મમાં સ્થિરીકરણ થાય. એ પ્રમાણેના ઉપકાર માટે સ્વામી વડે તે કહેવાયો. ./૧લા ત્યાં નાગસારથિની સુલસા નામની પત્નીને અમારા આદેશથી અનાર્ય બુદ્ધિવાળો તું ધર્મની વાર્તાને પૂછજે. ll૧૭ll

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386