________________
સંપ્રતિ રાજાનું દષ્ટાંત
૩૪૧
લક્ષ્મીને ભોગવીને ક્રમ વડે શુભ એકમતિવાળો તે મોક્ષમાં જશે. ૪૬olી હે ભવ્યો ! અહીં વિશુદ્ધ એવા આ સમ્યકત્વ રત્નને પ્રાપ્ત કરીને નિવૃત્તિને પામવાની ઈચ્છાવાળાઓ વડે, તમારા વડે પણ નિર્મલ ચિત્તરંગથી સુપુત્રની જેમ હંમેશાં પાલન કરવા યોગ્ય છે. ૪૦૧
આ પ્રમાણે સમ્યકત્વમાં સંપ્રતિની કથા ll૪૭ll૪૨૯ો. હવે સમ્યકત્વને યોગ્ય કોણ તે કહે છે.
भासामइबुद्धिविवे-गविणयकुसलो जियक्ख गंभीरो । उवसमगुणेहिं जुत्तो, निच्छयववहारनयनिउणो ।।४४ ।। (२५०) जिणगुरुसुयभत्तिरओ, हियमियपियवयणपिरो धीरो ।
સંક્રાફલોસરાહકો, અરિદો સમ્પરરયાસ ૪૫ () ગાથાર્થ : ભાષા-મતિ-બુદ્ધિ-વિવેક-વિનયમાં કુશલ, જિતેન્દ્રિય-ગંભીર ઉપશમ ગુણ વડે યુક્ત નિશ્ચય અને વ્યવહાર નયમાં નિપુણ.
જિનેશ્વર-ગુરુ-શ્રુતની ભક્તિમાં રક્ત, હિત-મિત-પ્રિય વચનને બોલનાર-ધીર તથા શંકાદિ દોષથી રહિત આત્મા સમ્યકત્વ રત્નને યોગ્ય છે.
ભાવાર્થ ભાષા - સાવદ્યથી ઈતર અર્થાત્ નિરવઘ રૂપ, મતિ-યથાવસ્થિત શાસ્ત્રાર્થને જાણનારી, બુદ્ધિ - ઔત્પાતિકી આદિ, વિવેક - કૃત્યાકૃત્યાદિના વિષયરૂપ, વિનય - પ્રતીત છે. આમાં કુશલ, જીતાલ – જિતેન્દ્રિય, ગંભીર - અલક્ષ્ય રોષ - તોષાદિવાળો.
ઉપશમ પ્રધાનાદિ ગુણો વડે યુક્ત, નિશ્ચયનય - વ્યવહારનયમાં નિપુણ. II૪૪(૨૫૦) બીજી ગાથા સ્પષ્ટ છે. વિશેષ એ છે કે શંકાદિ દોષ રહિત. તેમાં (૧) શંકા - જિન ધર્મ તત્ત્વભૂત છે કે અતત્ત્વભૂત આ પ્રમાણેની શંકા. (૨) કાંક્ષા - અન્ય-અન્ય દર્શનની વાંછા અર્થાત્ અભિલાષા (૩) વિચિકિત્સા - ફલની પ્રતિ સંશય. પૂર્વના લોકોને સાત્ત્વિક હોવાથી ફલ મળતું હતું. મારા જેવાને વળી ક્યારે થશે ? અથવા વિજુગુપ્સા તેમાં વિદ = સાધુઓ તેઓના સદાચારની નિંદા. જે આ પ્રમાણે અતિશય મલથી દુર્ગધવાળા આ મુનિઓ છે. જો તેઓ ગરમ પાણી વડે સ્નાન કરે તો શું દોષ થાય ? (૪) પર-પાખંડીની પ્રશંસા - તેઓનો સંસ્તવ એટલે કે સ્તુતિ (૫) તેઓની સાથે પરિચય. આ પાંચ સમ્યકત્વના અતિચાર છે અને આનો વિપાક દષ્ટાંતથી સ્પષ્ટ થાય. તે આ પ્રમાણે. તેમાં પહેલી શંકાને વિષે દષ્ટાંત.
અહીં નામ વડે શ્રાવસ્તી સુવિસ્તૃત નગરી છે. પોતાની લક્ષ્મી વડે સર્વે નગરીને જીતીને જે અહીં રહેલી છે. //// નગરીમાં વિવેકવાળો, જીવાજીવાદિ તત્ત્વને જાણનાર, સમ્યગ્દર્શનથી શુદ્ધ બુદ્ધિવાળો જીનદત્ત નામનો શ્રાવક હતો. રા | દિવ્ય સંવેગની લહરીથી પ્રક્ષાલિત કર્યા છે સમસ્ત પાપને જેને એવો, કૃપાલુ, પ્રશમરૂપી સમુદ્ર સમાન, સ્વીકારેલા બાર વ્રતવાળો, પંચપરમેષ્ઠિ મહામંત્રની સાધનાના પ્રભાવથી વિદ્યાઘરની જેમ દૂર આકાશમાં જવાની લબ્ધિવાળો, નંદીશ્વર દ્વીપમાં, શાશ્વત અષ્ટાનિકા મહોત્સવમાં અરિહંતની પૂજાદિને જોવા માટે એક