________________
૩૪૨
સમ્યક્ત્વ પ્રકરણ
દિવસ તે ગયો. Il૩, ૪, પા. ત્યાં રહેલ સુગંધી દ્રવ્યની દિવ્ય સુગંધથી વાસિત થયેલ, જિનપૂજાદિને જોતો એવો તે સુગંધમય થયો. Iકા યાત્રાને અંતે સર્વે દેવતાદિ યથાસ્થાને ગયા તે પણ નાટક પૂર્ણ થયે છતે જેમ જાય તેમ પોતાના નગરમાં આવ્યો. ll૭ી તેની પાસેની દુકાનમાં સર્વાદિગુણોના સ્થાનવર્તી અર્થાત્ મિથ્યાત્વી ભવદત્ત નામનો તેનો મિત્ર ત્યાં છે. ll
હવે પાસે બેસેલા જિનદત્તને તેણે કહ્યું, હે ભાઈ ! અહીં આવા પ્રકારની આ સુગંધ ક્યાંથી આવે છે. ll આ આવા પ્રકારની સુગંધ મારા વડે મનુષ્યો સંબંધી જોવાઈ નથી અને દેવ અથવા વિદ્યાધર કોઈ અહીં દેખાતું નથી. //holી જિનદત્તે કહ્યું, હે ભદ્ર ! ચૈત્યની પૂજાદિને જોવા માટે હું આકાશ માર્ગે નંદીશ્વરમાં ગયો હતો. ત્યાં રહેલ તે આ પૂજાની સુગંધે હે મિત્ર ! મારા શરીરને અત્યંત સુગંધી કર્યું છે. વળી પૂજાના દર્શને મારા મનને વાસિત કર્યું છે. /૧૧, ૧૨ // ભવદત્તે પણ તેને કહ્યું, મને પણ તું આ વિદ્યા આપ. જેના વડે હું પણ તારી જેમ આકાશ માર્ગ વડે જાઉ. ૧૩. તેણે કહ્યું, હે ભાઈ ! જે તે પ્રકારે આ વિદ્યા ન મેળવાય. મહાન ક્રિયામાં તત્પર થવા વડે શુદ્ધબુદ્ધિથી આ વિદ્યા સધાય છે. ૧૪||
સર્વ પ્રકારે મિથ્યાત્વને છોડીને ભાવથી શ્રાવક થઈને ત્રિકાલ તીર્થંકરની પૂજાદિ કરવા વડે, બ્રહ્મચર્ય વડે. અખંડ અક્ષતો વડે - વિકસ્વર પુષ્પો વડે - લાખના જાપથી અને જિનની આગળ સુગંધી લાખ ગુટિકાના હોમ વડે, ભૂમિ પર સૂવા વડે, એકવાર ભોજન વડે, સંસારના વ્યાપારથી રહિત થવા વડે, છ માસ સુધી એકાગ્ર જાપ વડે, હંમેશાં મૌનપણા વડે. આ પ્રમાણે પૂર્વ સેવાને કરીને મહાસાહસથી શોભતા કૃષ્ણ માસની ચૌદશે સ્મશાનમાં જઈને વૃક્ષની શાખામાં હિંડોળાની જેમ ત્યાં સિક્કાને બંધાય છે અને નીચે ખાદિરના અંગારા વડે કુંડને પૂરાય છે. ૧૫ થી ૧૯ll હવે સિક્કા પર આરુઢ થઈને એકસોને આઠવાર જાપ જપતા જપતા તે સિક્કાના એકેક પગ છેદાય છે. ll૨વો તે સઘળા છેદાને છતે વિમાન આગળ આવે છે. ત્યાર પછી દેવની લીલા વડે આકાશ માર્ગ વડે જવાય છે. ll૧//
તેને કહેલ સર્વ સાંભળીને ભવદત્તે પણ તેને કહ્યું, આ પ્રમાણે આ હું કરીશ. તું વિદ્યા વડે મારા પર પ્રસન્ન થા. //રા ત્યાર પછી તેના આગ્રહથી તેણે પણ તે વિદ્યાને આપી. ભવદત્ત પણ તેને પ્રાપ્ત કરીને નિધિની પ્રાપ્તિની જેમ ખુશ થયો..//ર૩ તેથી જલ્દી મિથ્યાત્વનો ત્યાગ કર્યો. સમ્યક્ત્વને સ્વીકાર્યું અને બાર વ્રતોને સ્વીકારીને ત્યારે જ તે શ્રાવક થયો. ૨૪ો અને ત્યારથી માંડીને જ તેના કહેલ ક્રમ વડે તે છ માસ વડે તે પૂર્વસેવાને કરીને તેમાં જ એકાગ્ર બુદ્ધિવાળો. પી. હવે તે વદ ચૌદશે તે સાધના વિધિને કરીને સિક્કાના પગના છેદવાના કાલે નીચે અગ્નિને જોઈને વિચારવા લાગ્યો. રિડો વિદ્યા તો સિદ્ધ થશે કે નહિ થાય. પરંતુ અગ્નિ વડે અંગ તો નિચ્ચે બળશે. આ પ્રમાણે કરેલી શંકારૂપી રોગવાળો તે તેના પરથી નીચે ઊતર્યો. ||રા ફરી તેણે વિચાર્યું મેં આ વિદ્યાને ઘણા કષ્ટથી પ્રાપ્ત કરી અને પૂર્વ સેવાને પણ કરી તો હમણાં શા માટે કાયર થાઉં. ll૨૮ી આ પ્રમાણે વિચારીને ફરી તેના પર ચઢીને અને જાપને કરીને તે જ પ્રકારે સિક્કાના પગના છેદન કાલે અગ્નિને જોવાથી, વિદ્યા સિદ્ધ થશે કે નહિ થાય ? પરંતુ અગ્નિ વડે અંગ તો બળશે. આ પ્રમાણે આશંકા કરીને ભયભીત થયેલ તે ફરી ત્યાંથી નીચે ઉતર્યો. ll૨૯, ૩૦Iી વાનરની જેમ ચંચલ અંતઃકરણવાળા તેણે વંશના અગ્રભાગ પર રહેલા વાનરની જેમ ત્યારે ત્યાં આ પ્રમાણે ઘણીવાર ચડ ઉતર કરી /૩૧