Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 368
________________ સમ્યકત્વની યોગ્યતા કયા જીવમાં? અતિચાર-શંકા-ભવદત્ત અને ચોરની કથા ૩૪૫ હવે તે ચોરે રાજાને પોતાનો અને તેનો વૃત્તાંત કહ્યો તે સાંભળીને રાજા પણ અત્યંત વિસ્મયને પામ્યો. INટકાત્યાર પછી નગરજન સહિત રાજાએ પણ શ્રાવકપણા વડે સંયુત તે પંચ નમસ્કાર વિદ્યાને ત્યારે ગ્રહણ કરી. ll૮૭ll હવે વિશ્વાસ પામેલા સર્વે પણ નગરજનો એકાગ્રચિતે તે પરમેષ્ઠિ મહામંત્રનું ધ્યાન કરતા હતા. ll૮૮ હવે પૂછીને ચોર પોતાના સ્થાને ગયો. તે વણિક પણ ગયો અને જતા એવા ચોર વડે ત્યારે વધ કરનારાઓ પણ ઉત્તસ્મિત (મુક્ત) કરાયા. l૮૯ી અહીં તે વણિકને શંકાથી વિદ્યા સિદ્ધ ન થઈ અને નહિ કરેલ શંકાવાળા ચોરને તે વળી ક્ષણવારમાં સિદ્ધ થઈ.I૯૦ અને તે કારણથી સમ્યકત્વને પામીને ભવ્યો વડે આને શંકાથી દૂષિત કરવા યોગ્ય નથી. પરંતુ શંકા રહિત થવા વડે અહીં પાલન કરવા યોગ્ય છે. જેથી જલ્દી મોક્ષ સુખ આપનારું થાય. ll૯૧ી. શંકાને કરવા અને નહિ કરવામાં ભવદત્ત અને ચોરની કથા. હવે આકાંક્ષાનું ઉદાહરણ અહીં જંબુદ્વીપની અંદર નામ વડે કુશસ્થલ નામનું નગર છે. જેને પામીને મનુષ્યો સ્વર્ગની વાતનું અનુમાન કરતા હતા. /૧il ત્યાં કુશધ્વજ રાજા રૂપ વડે કામદેવ સમાન, બળ વડે વિષ્ણુ સમાન અને તેજ વડે સૂર્ય સમાન છે. તેરા દેવતાઓને જેમ બૃહસ્પતિ, અસુરોને જેમ ઈન્દ્ર તેમ તે રાજાને કુશાગ્રબુદ્ધિ નામનો મંત્રી હતો. Imall એક દિવસ ઈન્દ્રના અજવાહકની જેમ ખેંચીને લાવેલ, વિપરીત શિક્ષાવાળા અદ્ભુત બે ઘોડાને અંદરથી દ્વેષી અને બહારથી સ્નિગ્ધ એવા કોઈપણ દુષ્ટ વડે કુશધ્વજ રાજાને ભેટણામાં મોકલ્યા. //૪, પો સર્વાગ સુંદર, સર્વલક્ષણોથી લક્ષિત બે ઘોડાની અશ્વને દમન કરનાર વડે પરીક્ષા કર્યા વિના જ જલ્દીથી તે રાજા અને મંત્રી બંને કૂતુહલથી તેના પર ચડીને ઘોડેસ્વારી કરવા માટે ત્યારે વાહ્યાલીમાં ગયા. IIક, શી અને આ બંને ઘોડાઓની ગતિના ચતુરાઈના અતિશયને જોઈને જેટલામાં વિસ્મિત થયેલા તે બંને એ ઘોડાને વાળવાને માટે લગામને ખેંચી, તેટલામાં વૈરથી જેમ દેવતાઓ વડે, તેમ વેગથી બંને ઘોડા વડે દુઃખે કરીને ઊતરી શકાય તેવા સમુદ્રની જેવા મહાજંગલમાં તે બંનેને નાંખ્યા. ll૮, ૯ ત્યાર પછી ખેંચી-ખેંચીને થાકેલા તે બંનેએ લગામને છોડી અને તે બંને ઘોડા જાણે ખંભિત કરાયા હોય તેમ તે જ ક્ષણે ઊભા રહ્યા. I/૧all ખલની જેમ વિપરીત ગ્રહણ કરેલી શિક્ષાવાળા તે બંનેને જાણીને ખલના સંગના ભયથી જાણે રાજા અને મંત્રી નીચે ઉતર્યા. ||૧૧| પલાણ ઉતારતાની સાથે જ જાણે રાજા અને મંત્રીને મહાન જંગલમાં નાખવાના પાપથી તે બંને ઘોડા પડ્યા. I/૧૨ા ત્યાર પછી પાણીને ઈચ્છતા, દિશાઓને જોતા રાજા અને મંત્રીએ દૂર એક દિશાના દેશમાં બગલાઓને જોયા. ૧૩ત્યાર પછી બગલાઓને જોવાથી મંત્રીએ રાજાને કહ્યું, હે પ્રભુ ! ધૂમાડાથી અગ્નિની જેમ નિચ્ચે અહીં પાણીનું અનુમાન કરાય છે. I/૧૪ ત્યાર પછી ત્યાં જીવવાની આશા વડે ઉત્કંઠા સહિત જતા તે બંનેએ નવથી અધિક અમૃતના કુંડલના જેમ આગળ સરોવરને જોયું. //પી અને તરંગોરૂપી હાથોને ઉછાળતા વિકસ્વર કમળ નામના તે સરોવરને આગળ જોઈને પ્રિય મિત્રની જેમ તે બંને ખુશ થયા. //૧લા હવે ત્યાં કરેલા સ્નાનવાળા, નિર્મલ પાણીને પીને, સરોવરની પાળીના વનની શ્રેણીમાંથી કેટલાક ફલોને ગ્રહણ કરીને ખાઈને. I/૧૭ી ત્યાર પછી સ્વજનોના ઘરની જેમ વૃક્ષોની છાયામાં, હંસની તુલી સમાન પાંદડાની શયામાં બંન્ને સૂતા. ll૧૮ બીજે દિવસે તે સ્થાનથી બંને વનમાં જેમ વનેચરો તેમ પગે ચાલવા વડે પોતાના નગર તરફ ચાલ્યા. //૧૯ો ઘોડાના પગલાને જોતા, પાછળ જનારા એવા કેટલા સૈનિકો સ્વરોને જેમ વ્યંજનો મળે તેમ તે બંનેને

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386