Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 369
________________ ૩૪૬ સમ્યક્ત્વ પ્રકરણ મળ્યા. ૨૦ણા ત્યાર પછી તેઓ વડે પરિવરેલા રાજા અને મંત્રી સામ્રાજ્યની લીલા વડે, બે-ત્રણ દિવસો વડે પોતાના નગરે આવ્યા. ll૧૧પવનના આંદોલનથી અદ્ભુત, ઊંચી કરેલ ધજાઓના સમૂહ વડે પોતાના સ્વામીના આગમનના હર્ષથી ત્યારે નગર જાણે નૃત્ય કરતું હતું. રા મંગલ આચારથી વાચાળ થયેલ, રાજાના આગમનથી હર્ષને ભજનારા સર્વે નાગરીજને વધામણીના ઉત્સાહને કર્યો. ર૩ll ત્યારે વનના તાપસની જેમ વનના સ્વાદ વિનાના ફલોના ભોજન કરનારા રાજાને પાંચ છ દિવસ થયા. ll૨૪ો તેથી લાંઘણમાંથી જાણે ઊઠેલ હોય તેમ અતિ સુધાવાળો થયેલ રાજા ત્યારે પોતાને સો યુગ પછી ભોજન મળતું હોય તેમ માનતો હતો. રપા રસોઈયાને તેણે આદેશ કર્યો અહો ! જઘન્ય - મધ્યમ – ઉત્કૃષ્ટ સમસ્ત ભોજનના સમૂહને તૈયાર કરો. //રકા હે કુશળ રસોઈ કરનાર ! હમણાં ભૂખ્યા થયેલ અમોને અહીં ક્ષણ માત્ર પણ યુગની જેમ પસાર થાય છે. પછી હવે સર્વ રસથી યુક્ત જલ્દીથી રસોઈ તૈયાર થયે છતે જમવા માટે બેઠેલા રાજાએ વિચાર્યું. ll૨૮ સંગીતના સમારંભમાં સમસ્તક અપાયે છતે નાટકની ભૂમિ પહેલા પામર પણ લોકો વડે ભરાય છે. //રા. હવે આવેલા વણિક જેવા લોકો વડે પણ ત્યાં સ્થિતિ પ્રાપ્ત કરાય છે ત્યાં આવેલા મંત્રી વિગેરે પણ સ્થાન મેળવે છે. ૩olી ત્યાર પછી ત્યાં આવેલા માંડલિકો પણ અંદર સમાય છે. ઘણું કહેવા વડે શું ? હવે પછી ત્યાં આવેલ રાજા પણ તેમાં સમાય છે. ll૩૧ી આ પ્રમાણે નાટકમાં પાછળ, અતિ પાછળ અને અતિ અતિ પાછળથી આવેલ શ્રેષ્ઠ-શ્રેષ્ઠતર સઘલા મનુષ્યો સમાય છે. ૩૨ી તેથી મારા વડે પણ આજે આ દૃષ્ટાંત વડે ભોજન કરવા યોગ્ય છે. જેથી ખરેખર છેલ્લું પણ એક ભોજન છોડવા યોગ્ય નથી. ll૩૩/ પૂર્વના દિવસોમાં પણ ભોજન આજે જ મારા વડે કરાય આ પ્રમાણે અતીવ અશનનો આકાંક્ષી, દુષ્કાલથી આકુલ થયેલ રંકની જેમ રાજાએ હવે પહેલા જઘન્ય-પછી મધ્યમ, પછી ઉત્કૃષ્ટ અને અતિઉત્કૃષ્ટ ભોજનને ક્રમ પ્રમાણે ખાધુ. ll૩૪, ૩પી. આ પ્રમાણે પાણી વડે કુંભની જેમ પોતાને આકંઠ સુધી પૂર્યો અને સર્વને ભક્ષણ કરનાર અગ્નિની જેમ અતૃપ્ત થયેલ તેણે સર્વે ખાધું. ૩ ll હવે રાજાને અતિઆહારે મહાન તરસને કરી અને અંદર દુસહ દાહને તથા હૃદયમાં કષ્ટદાયક ફૂલની વ્યથાને કરી. ૩૭ી સર્વે વૈદ્યોએ સર્વ શકિતથી પીડાને શાંત કરવા માટે ઔષધો વડે રાજાને ઉપચાર કર્યો. ૩૮ તે ઔષધાદિ વડે તે અતિઆહાર શું જીર્ણ થાય? ખરેખર ખોબા જેટલી છાશ ક્ષીરસમુદ્રના પાણીને દહીં ન કરે. ll૩૯ાા તે અતિ પીડા વડે તે રાજાનું મૃત્યુ થયું. જે કારણથી કોઈપણ કોઈને જીવન આપવા માટે સમર્થ નથી. ll૪૦આ પ્રમાણે આકાંક્ષા વડે ત્યારે તે રાજા આલોક સંબંધી સર્વ સામ્રાજ્ય સુખોનું અભાજન થયો. ll૪૧. વળી આકાંક્ષા રહિતનો તે મંત્રી વૈદ્ય કહેલા ઔષધો વડે, વિરેચન, વમન અને પરસેવા વડે કાયાની શુદ્ધિ કરીને. I૪૨ (ભૂખને) સહન કરતો કરતો વળી પ્રમાણોપેત આહારને ખાતો ક્રમે ક્રમે સર્વ કાર્યને કરવામાં સમર્થ શરીરવાળો તે થયો. II૪all આ પ્રમાણે નહિ કરેલ આકાંક્ષાવાળો તે મંત્રીઓમાં શ્રેષ્ઠ થયો. કલ્યાણનું ભાજન જેમ સુસાધુ તેમ આલોકના સુખોનું ભાજન થયો. II૪૪ll આ પ્રમાણે ધર્મરૂપી વૃક્ષના મૂળ સ્વરૂપ, ઉજ્જવલ સમ્યકત્વને પ્રાપ્ત કરીને ભવ્ય પ્રાણીઓ વડે અન્ય દર્શનની આકાંક્ષા કરવા યોગ્ય નથી. II૪પણી સમ્યગ્દર્શનનો લાભ થયે છતે જેઓ વળી આકાંક્ષાને કરે છે. તેઓ સ્વર્ગ અને અપવર્ગના સુખનું ભાજન થતા નથી. વળી મિથ્યાત્વરૂપી કાદવ વડે મલિન થયેલા અધોગતિમાં જાય છે અને વળી સમ્યકત્વમાં એકાગ્ર ચિત્તવાળા સિદ્ધિનું ભાજન થાય છે. ૪૭ યથાસ્થિત મહોદય પદને સાધવા માટે સુદઢ અનુમાન સમાન આ નિર્મલ સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને યુક્તિ વિદુરો વડે કાંક્ષાના અતિચાર રૂપ પરદૂષણની પ્રાપ્તિ નિષેધ કરવા યોગ્ય છે. ૪૮ll

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386