Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 361
________________ ૩૩૮ સમ્યક્ત્વ પ્રકરણ ચક્રવર્તીની જેમ સાધ્યું છે સમસ્ત પૃથ્વીચક્રને જેને એવા સંપતિની ઉંચા જયવાળી ઉજ્જયિની નગરીમાં એક દિવસ, સંયમ યાત્રા વડે જીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે મહાગિરિ અને સુહરિ નામના આચાર્ય ક્રમથી ત્યાં આવ્યા. ll૩૮૨, ૩૮all ત્યારે અંતરંગ શત્રુઓને જીતવાની ઈચ્છાવાળો, સુંદર અવાજવાળા વાજિંત્રો વડે જીવન્ત સ્વામીનો રથ નીકળ્યો. ૩૮૪ll મહાગિરિ અને સુહસ્તિ વડે અને સંઘ વડે પરિવરેલો પ્રાકામ્ય સિદ્ધની જેમ સ્કૂલના રહિત ઇચ્છા પ્રમાણે નગરીમાં ભમતો (તે રથ) રાજાના મહેલના દ્વારમાં મહોત્સવ સહિત આવ્યો. ઝરૂખામાં રહેલ રાજાએ પણ આર્યસુહસ્તિસૂરિને જોયા અને મેં તેમને જોઈને રાજાએ આ પ્રમાણે વિચાર્યું કે પહેલા ક્યાંક આમને જોયા છે. પરંતુ કયાં જોયા છે ? આ પ્રમાણે વિચારતો રાજા મૂચ્છ વડે પડ્યો. ll૩૮૫, ૩૮૬, ૩૮ી હવે પાસે રહેલા સ્વજનો વડે ચંદનાદિથી સીંચાયેલ, પંખાદિ વડે જીવિત કરાયેલ, સ્મરણ થયેલી પૂર્વની જાતિવાળો રાજા ઊઠ્યો. ૩૮૮. ત્યાર પછી ત્યારે જ બુદ્ધિશાળી એવા રાજા પૂર્વ ભવના તે ગુરુને જાણીને ત્યાં જઈને ભક્તિ વડે નમ્યા અને કરી છે અંજલિ એવા તેણે પૂછયું. ૩૮૯ હે ભગવન્! અરિહંતના ધર્મરૂપી કલ્પવૃક્ષનું ફલ શું? તેઓએ કહ્યું, હે રાજન ! સ્વર્ગ-અપવર્ગનો લાભ તેનું ફલ છે. ll૩૯૦મા ફરી તેણે કહ્યું, હે પૂજ્ય ! અવ્યક્ત રીતે વ્રતથી ઉત્પન્ન થયેલ ફ્લે શું ? ગુરુએ પણ કહ્યું, હે રાજનું ! રાજાદિકપણું તેનું ફલ છે. ll૩૯૧. ત્યાર પછી વિશ્વાસ પામેલ રાજાએ કહ્યું, આપ મને જાણો છો કે નહિ ? ગુરુએ શ્રુતના ઉપયોગ વડે જાણીને રાજાને કહ્યું. //૩૯૨/ તને અમે સારી રીતે ઓળખીએ છીએ. પૂર્વભવમાં તું અમારો શિષ્ય હતો. ત્યાર પછી હર્ષના પ્રકર્ષ વડે વંદન કરીને તેણે ગુરુને કહ્યું. ૩૯૩ભવના ભ્રમણથી થાકી ગયેલ પ્રાણીને વિસામા માટે વૃક્ષ સમાન, કરુણતારૂપી અમૃતના મેઘ સમાન, શ્રત રૂપી રત્નના મહાન ભંડાર સમાન ! li૩૯૪ો છે સ્વામી ! ત્યારે જો આપે મારા ઉપર કૃપા ન કરી હોત તો હું ભૂખ અને તરસની પીડા વડે ક્યાંય પણ દુર્ગતિમાં ગયો હોત. ll૩૯પા આપના ચરણોની મહેરબાની વડે હે સ્વામી ! મારા વડે આ અદ્ભુત સામ્રાજ્ય પ્રાપ્ત કરાયું છે. તેથી હમણાં જે કરવા યોગ્ય હોય તેનો આદેશ કરો. l૩૯કા તેથી ગુરુ વડે કહેવાયું, જૈનધર્મનું ફલ તારા વડે સાક્ષાત્ અનુભવાયું છે. તેથી હે વત્સ ! તેમાં જ તું આદર કર. ૩૯૭ી: ત્યાર પછી ભયરૂપી સમુદ્રને તરવા માટે શ્વેત વસ્ત્રવાળા વહાણ જેવા સમ્યકત્વ મૂલક શ્રાવક ધર્મને તેણે સ્વીકાર્યો. ૩૯૮ અરિહંતના ચરણોને અષ્ટપ્રકારી પૂજા વડે તે પૂજતો હતો, વ્યાખ્યાનરસના પાનામાં જ લાલસાવાળો તે ગુરુની ઉપાસના કરતો હતો. ૩૯૯ો કંટાળ્યા વગર દાનને આપતો હતો. અરિહંતના સંઘની પૂજા કરતો હતો. રાજા સર્વત્ર પ્રતિબોધ પમાડીને દયાને પ્રવર્તાવતો હતો. ll૪00ll ત્યારે દરેક ગામ અને દરેક નગરને તેને કરાવેલા મંદિર વડે ભૂમિ સર્વે અંગમાં મુક્તાફળના આભૂષણવાળી થઈ. //૪૦૧/l. ત્યારે સર્વે મિથ્યાદૃષ્ટિઓ પણ શ્રાવક થયા. જે કારણથી લોક રાજાને અનુસરનારો હોય છે તેમ આબાદી પુણ્યને અનુસરનારી હોય છે. ll૪૦રા હવે સુસાધુ અને શ્રાવક વડે પ્રતિબોધ કરવા માટે ત્યારે છેડાના રાજાઓ પણ સર્વે તેના વડે બોલાવાયા. ૪૦૩ અને તેઓ આવ્યા. રાજા વડે સ્વયં વિસ્તારથી ધર્મ કહીને તેઓ પણ સમ્યકત્વને ગ્રહણ કરાવી શ્રમણોપાસક કરાયા. I૪૦૪ તે પ્રમાણે જ રહેલા એવો તેઓની પાસે કેટલા સમય પછી વિહાર કરીને ફરી મહાગિરિ અને સુહસ્તી ગુરુ ત્યાં આવ્યા. l૪૦પા ત્યારે ઉજ્જયિનીના મહાજનો વડે ચૈત્યમાં યાત્રા કરાઈ અને ત્યાર પછી રથયાત્રાનો મહોત્સવ પ્રારંભાયો. ll૪૦કાં ત્યારે સંપ્રતિના સામ્રાજ્યમાં જૈન ધર્મ અત્યંત તેજવાળો હોતે છતે અતિ મોટા મહિમા વડે સ્થાનથી રથ નીકળ્યો. ll૪૦૭ll

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386