________________
૩૩૦
સમ્યક્ત્વ પ્રકરણ
સમાન એવા તેના વડે જલ્દીથી તેના બિલને ખોદીને તે સર્વે મંકોડા ભસ્મીભૂત કરાયા. ૧૭૭ી. હવે ચાણકય પણ આ યોગ્ય છે આ પ્રમાણે માનીને ઘરે ગયો અને નિઘણોમાં શિરમોર એવા તેને બોલાવીને તલારક્ષક કર્યો. ૧૭૮ાા તેના વડે ચોરો કહેવાયા કે હમણાં સ્વેચ્છા વડે ચોરીને કરો. હું તલારક હોતે જીતે સમસ્ત રાજ્ય પોતાનું છે. I/૧૭૯ો એ પ્રમાણે વિશ્વાસ આપીને તે સર્વે કુટુંબ સહિત નિમંત્રણ કરીને દ્વારને બંધ કરીને ભોજનને કરતા બાળીને ભસ્મીભૂત કરાયા. /૧૮૯l
ત્યાર પછી તે નગરમાં તે પ્રકારે સુસ્થિતપણું થયું કે ચોરોની સાથે જ હોવાથી ચોરી બળી ગયેલું નામ પણ સંભળાતુ ન હતું. ૧૮૧II હવે પહેલા એક ઠેકાણે ગામમાં લેશ માત્ર પણ ભિક્ષા પ્રાપ્ત થઈ ન હતી, ત્યાં ચાણિજ્ય વડે શુદ્ર આદેશ કરાયો. ૧૮રા જેમ આપણા ભૂતો અને વંશો તમારા ગામમાં રહે છે. તેથી આંબાના વનને છેદીને વંશના વનની વાડ કરે. ||૧૮૩ી હવે ગ્રામ્યજનોએ વિચાર્યું કે, ભૂતો વડે વંશનું રક્ષણ નથી ઘટતું. પરંતુ વંશના સમૂહ વડે આંબાઓનું રક્ષણ ઘટે છે. ૧૮૪l આ પ્રમાણે પોતાની બુદ્ધિથી વિચારીને પરમાર્થને નહિ જાણતા તે લોકો વડે વંશોને છેદીને આબાના વનને વાડ કરી. /૧૮પણી પોતાના આદેશના વિપર્યાસને બહાના રૂપ કરીને મદથી અંધ બનેલા હાથીની જેમ કૃત્યાકૃત્યને નહિ વિચારતા ચાણક્ય. /૧૮૯l ક્રોધ વડે બાલ-વૃદ્ધ સહિતના તે ગામને દ્વાર બંધ કરીને કૈપાયને જેમ દ્વારામતીને તેમ ચારે બાજુથી બનાવ્યું. ૧૮૭ી હવે તે ભાર્યાને લાવ્યો અને કહ્યું, હે પ્રિયે ! મારા વડે તારા માટે સર્વ સામ્રાજ્યને અર્થે ઉપક્રમ કરાયેલ છે. I/૧૮૮ હમણાં અપમાનરૂપી વિષની તે પીડાને ઐશ્વર્યરૂપી અમૃત વડે દૂર કરીને હે મહાભાગા ! ઈન્દ્રિણીની જેમ સુખને તું અનુભવ. /૧૮૯ અને ચાણિક્યના આ ચરિત્રને સાંભળીને ભયભીત થયેલ સસરાએ પણ આવીને ચાણિક્યને કહ્યું. ૧૯૦ હે જમાઈ ! પહેલા જે અમારા વડે પુત્રના વિવાહમાં આ નિર્ધનની પત્ની છે એ પ્રમાણે પોતાની પુત્રી હોવા છતાં પણ તારી પ્રિયા સત્કારાઈ ન હતી. //૧૯૧) તત્ત્વથી તે તારો જ તિરસ્કાર અમારા વડે કરાયો છે. તેથી અમારા આ એક અપરાધને અમારી પર મહેરબાની કરીને ક્ષમા કરો. ||૧૯૨ા તેથી ચાણિક્ય પણ સુપ્રસન્ન મનવાળો થયો. ખરેખર મોટાઓ નમસ્કાર વશ થાય છે. ૧૯૩ત્યાર પછી સસરાને અને બીજા પણ સ્વજનોને ઔચિત્યથી ઔચિત્ય કુશળ તે ચાણિજ્ય ગામ-દેશાદિને આપ્યા. ll૧૯૪ો.
એક વખત નિર્ધનના ઘરની જેમ શૂન્ય એવા ભંડારને તેણે જોયો. તેથી તેણે વિચાર્યું જેમ કોશ વિનાની તલવાર નાશ પામે તેને કોશ (ભંડાર) વિના રાજ્ય નાશ પામશે. 7/૧૯૫ll હવે કોશને માટે ચાણિક્ય કૂટ પાશાઓને કર્યા અને રત્નના થાળને આગળ કરીને પોતાના પુરુષને રમવા માટે બેસાડ્યો. ll૧૯ી તેણે કહ્યું, જેના વડે હું જીતાઉં તે આ રત્નના થાલનો સ્વામી થાય. વળી જે મારા વડે જીતાય તે એક સોનામહોર મને આપે. II૧૯૭ી તેની સાથે લોભથી ઘણા લોકો રમે છે. પરંતુ પોતાને જ વશ છે પાશા જેને એવો તે કોઈના પણ વડે જીવાતો નથી. ll૧૯૮ી હવે ચાણિકય વડે કોશની પૂર્તિ લાંબા કાલે જાણીને ત્યાર પછી જલ્દીથી કોશને આપનારા બીજા ઉપાયને વિચાર્યો. l/૧૯૯ો કે હું સર્વે કુટુંબીઓને મદ્યપાન કરાવું. જેથી તેઓ પોતાના ઘરની સર્વે સારભૂત વસ્તુને જણાવે. ૨૦૦Iી જે કારણથી ક્રોધી - રાગી - સંકટમાં પડેલા - મદોન્મત્ત અને મરતા જીવો સદ્ભાવ (સત્ય)ને પ્રગટ કરે. ૨૦૧] આ પ્રમાણે નિશ્ચય કરીને ચાણક્ય કુટુંબીઓને બોલાવીને મદ્ય વડે મદોન્મત્ત કરીને તેઓના તે ભાવને જાણવા માટે કહ્યું. ૨૦૨// ધાતુથી રંગેલા બે વસ્ત્ર, ત્રિદંડ અને સોનાની કુંડી મારી પાસે છે અને રાજા મારા વશમાં છે. અહિં મારી હોલાને