Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 351
________________ ૩૨૮ સમ્યકત્વ પ્રકરણ પુરુષ જાણે નહિ અને મારા વિના બહાર રહેલા ચંદ્રગુપ્તને કોઈપણ ગ્રહણ ન કરો. ll૧૨કા દુઃખે કરીને વારી શકાય તેવા નંદના ઘોડેસવારો વડે જો કોઈપણ રીતે તે ગ્રહણ કરાયો તો મારા સર્વસ્વના ચોરાવાથી રાજ્યની સ્પૃહારૂપી વેલડી છેદાઈ જાય. ll૧૨૭ી આ પ્રમાણે વિચારીને રાક્ષસની જેમ દયા વગરના, છરી છે હાથમાં જેને એવા ચાણિજ્ય તેના ઉંદરને કમળના કોશની જેમ જલ્દીથી ફાડીને વિનાશ નહિ પામેલ સ્વરૂપવાળી તે કરમ્બકને થાળીની જેમ પુટમાં ગ્રહણ કરીને જઈને મૌર્યને ભોજન કરાવ્યું. ૧૨૮, ૧૨માં ફરી જતા એવા તે બંને રાત્રિની શરૂઆતમાં કોઈક સંનિવેશમાં ગયા ત્યાં ચાણિક્ય ભિક્ષાને માટે વૃદ્ધ ભરવાડણના ઘરે ગયો. /૧૩૭ll એટલામાં પોતાના બાળકોને અતિ ઉષ્ણ રાબડી તેણી વડે ત્યારે થાળમાં અપાયેલી છે. તે થાલીની મધ્યમાં એક બાળકે હાથને નાંખો. II૧૩૧ી બળેલા હાથવાળો રડતો એવો તે બાળક હવે તેણી (માતા) વડે આક્રોશ સહિત કહેવાયો કે અરે ! શું બુદ્ધિ રહિતના ચાણિક્યની સાથે તું પણ મળેલો છે ? /૧૩૨ll પોતાના નામની આશંકા વડે ત્યાર પછી ચાણિક્ય તે વૃદ્ધાને પૂછયું, હે માતા કોણ આ ચાણિક્ય કે જેની ઉપમા તું બાળકને આપે છે. II૧૩૭ll તેણી વડે કહેવાયું ચંદ્રગુપ્ત રાજાથી યુક્ત કોઈક ચાણક્ય પહેલા જ પાટલીપુત્રને ગ્રહણ કરવા માટે આરંભ કર્યો. ll૧૩૪ો મૂર્ખ તે જાણતો નથી કે જે દેશ ગ્રહણ કરવો છે, તે પહેલા ચારે બાજુથી ગ્રહણ કરાયે છતે પતન ગ્રહણ કરાયેલું જ છે. ll૧૩પી/ મારો આ પુત્ર તેના તુલ્ય છે કે જેણે પહેલા ઉષ્ણ એવી રાબને આજુબાજુથી ગ્રહણ કર્યા વિના મધ્યમાં જ હાથને નાંખ્યો. ll૧૩ી બાલક પાસેથી પણ હિતને ગ્રહણ કરવા યોગ્ય છે. આ પ્રમાણેના નીતિ વાક્યને સ્મરણ કરતો ત્યાર પછી નંદના રાજ્યની પ્રાપ્તિને અનુસરતું તે વચન ગ્રહણ કર્યું. ll૧૩૭ll ત્યાર બાદ ચંદ્રગુપ્ત સહિત ચાણિજ્ય પોતાના બળનો સારી રીતે વિચાર કરીને હિમવતુ કૂટ નામના પર્વત ઉપર ગયો. ૧૩૮ ત્યાં પર્વત નામના ભિલ્લના અધિપતિને સહાયરૂપે ઈચ્છતા (ચાણિક્ય) (તેની સાથે) મિત્રતાને કરી. II૧૩૯ો ચાણિયે એક દિવસ તે ભીલને કહ્યું, નંદને ઉખેડીને તેની લક્ષ્મીને આપણે બંને વિભાગ કરીને ગ્રહણ કરીએ, તેણે પણ તે વાત સ્વીકારી. ./૧૪ ll હવે સર્વ બલવડે નંદની પૃથ્વીને પોતાની કરતા એવા ચાણિકયે એક નંદપુરને ચારે બાજુથી ઘેરો ઘાલ્યો. ll૧૪૧ી તેને ગ્રહણ કરવા માટે તે શક્તિમાન ન હતો. તેથી પરિવ્રાજકના વેષને ધારણ કરતો આ ચાણક્ય તેના વાસ્તુને (નગરની બાંધણીને) જોવા માટે નગરની અંદર પ્રવેશ્યો. ૧૪રા ભમતા એવા તેણે સુપ્રતિષ્ઠિત ઈન્દ્રકુમારિકા જોઈ અને વિચાર્યું કે નિશ્વે આના પ્રભાવ વડે આ નગર ભાંગતું નથી. II૧૪૩. આ નગરનો ઘેરો ક્યારે દૂર થશે ? આ પ્રમાણે ત્યારે કંટાળી ગયેલા લોકો વડે પૂછાયેલા એવા તેણે કહ્યું કે, આ ઈન્દ્રકુમારીકાને ઉખાડાય છતે થશે. II૧૪૪l મારા વડે આ લક્ષણોથી જણાયું છે. આના ઊખેડવાના આરંભમાં કાંઈક ઘેરો પાછો વળશે આ એની ખાતરી છે. I/૧૪પી ત્યારે તે લોકો વડે ઉખેડવાનો આરંભ કરાયે છતે તેનાં વડે ઘેરો કાંઈક દૂર કરાયો. તેથી વિશ્વાસ પામેલા તે લોકો વડે ત્યાં ત્યારે કૂવો કરાયો. /૧૪વા ત્યાર પછી ત્યાં ઘણાં વૈભવવાળા તે નગરને ગ્રહણ કરીને સર્વે પરિધિને લઈને તે પાટલીપુત્રમાં આવ્યો. I/૧૪૭થી ત્યાર પછી ચંદ્રગુપ્ત અને પર્વતના સૈનિકો વડે ચારે બાજુથી વીંટળાયેલ તે નગર અપાયેલ પોતાના આવેષ્ટરૂપ (વીંટળાવવા રૂ૫) થયું. ૧૪૮ અભિમાનથી નંદ રાજા પણ દરરોજ નીકળી-નીકળીને મહાયુદ્ધને કરતો તૂટી ગયેલ સૈન્યવાળો ક્ષીણ થયો. I/૧૪૯ll હવે તેણે બ્રાહ્મણ જેમ દુગકારને તેમ તેણે ધર્મદ્વારને માંગ્યું અને ચાણિયે તેને આપ્યું રાજાઓની નીતિ આ જ છે. ll૧૫oll અને ચાણિકય વડે નંદને ઉપાલંભ અપાયો કે તારા વડે મને ત્યારે અર્ધચંદ્ર વિના

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386