________________
સંપ્રતિ રાજાનું દષ્ટાંત
૩૨૭
પુરુષ વડે ભોગવવા યોગ્ય છે. ./૧00ા ઔદાર્ય અને શૂરવીરતાવાળા તે બાળકને જ્ઞાન વડે જાણતા એવા પણ તેણે કોનો આ બાળક છે આ પ્રમાણે કોઈક બાળકને ચાણિક્ય પૂછયું, બાળકે કહ્યું. /૧૦૧ી નામ વડે આ ચંદ્રગુપ્ત, મહત્તરનો દોહિત્ર છે, ગર્ભમાં રહેલો જ આ સંપૂર્ણપણે પરિવ્રાજક વડે પોતાનો કરાયો હતો.' |૧૦૨ી.
ત્યાર પછી હર્ષથી ચાણિકયે ચંદ્રગુપ્તને કહ્યું, “હે વત્સ ! આવ, આવ જેનો તું છે તે હું છું. ll૧૦૩ll રમતના રાજ્ય વડે તારે સર્યું. હું સાચો રાજા તને કરું છું. આ પ્રમાણે કહીને તેને લઈને તે ચાણિક્ય અન્યત્ર ગયો. I/૧૦૪ll અને તે ધન વડે ચતુરંગ મોટા સૈન્યને ભેગું કરીને ચંદ્રગુપ્તને રાજા કર્યો અને પોતે મંત્રી થયો. I/૧૦પાઈ ત્યાર પછી સર્વ સૈન્ય સમૂહ સાથે જઈને નંદના રાજ્યને ઘેરો ઘાલ્યો અને કારાગૃહની જેમ ત્યાં પ્રવેશતા એવા ધાન્યાદિકને રોક્યું. ૧૦કા નંદ પણ સર્વ સામગ્રી સાથે નગરની બહાર નીકળીને મેરુ પર્વત જેમ સમુદ્રને તેમ તેના સૈન્યને ગ્રહણ કરાવ્યું. ll૧૦૭ી હવે નંદના સૈન્યથી પરાભવ પામેલ ચંદ્રગુપ્ત અને ચાણક્યની સેના પવન વડે જેમ વાદળની શ્રેણી તેમ સર્વે દિશા-વિદિશામાં પલાયન થઈ. /૧૦૮ને ત્યાર પછી ચંદ્રગુપ્ત અને ચાણિજ્ય ઘોડા પર બેસીને પલાયન થયા. એક દિશાથી પાછા ફરીને ઘેટાની જેમ ફરી પ્રહાર કરવાને માટે. આપણને કોઈપણ ઓળખો નહિ, આ પ્રમાણે વિચારીને માર્ગમાં ઘોડાને છોડીને પગથી ચાલીને જતા એવા તે બંને સરોવરની પાળી પર ચઢયા. II૧૦૯, ૧૧૦ એક ઘોડેસવારને પાછળ આવતા જોઈને ચાણક્ય વસ્ત્રને ધોતા કિનારે રહેલા ધોબીને કહ્યું. ૧૧૧અરે તું નાશી જા, નાશી જા. નંદરાજા ભાંગ્યો છે. આથી ચંદ્રગુપ્તના ઘોડેસ્વારો વડે નંદરાજાના પક્ષના માણસો પકડાય છે. I/૧૧૨ો તે સાંભળીને તે ધોબી પલાયન થયો. એટલે ચાણિક્ય તેના સ્થાને રહ્યો. વળી ચંદ્રગુપ્ત પાણીની અંદર કમલીનીના વનમાં સ્થિગિત કરાયો અને તે ઘોડેસવારે ત્યારે ધોબીનું આચરણ કરનારા ચાણિક્યને પૂછયું. શું ચંદ્રગુપ્ત અને ચાણિજ્ય અહીંથી જતા તારા વડે જોવાયા છે. તેણે કહ્યું, ચાણિક્ય મારા વડે જોવાયો નથી. પરંતુ ચંદ્રગુપ્ત તાપથી પીડિત થયેલ હંસની જેમ કમલીનીના વનમાં છૂપાયેલો છે. ll૧૧૩, ૧૧૪, ૧૧૫ll ઘોડેસવારે પણ તેને જોઈને કહ્યું કે, ક્ષણવાર મારા ઘોડાને તું ધારણકર. તેના વડે કહેવાયું કે, હું આનાથી ડરું છું. તેથી તેણે
૧ સાથે બાંધીને જલમાં પ્રવેશવા માટે મુકેલી તલવારવાળો જેટલામાં સરોવરમાં પગને મુકે છે તેટલામાં તેની જ તલવાર વડે ચાણિયે તેને મારી નાંખ્યો. ll૧૧૭, ૧૧થી
ફરી બંને તેના ઘોડા પર બેસીને પલાયન થયા અને કેટલીક ભૂમિને ઓળંગીને તે ઘોડાને પણ પૂર્વની જેમ છોડ્યો. I/૧૧૮ અને જતા એવા ચાણક્ય ચંદ્રગુપ્તને કહ્યું, અરે ! જ્યારે મેં ઘોડેસવારને કહ્યું ત્યારે તારા વડે શું વિચારાયું હતું. I/૧૧૯ો ચંદ્રગુપ્ત કહ્યું, હે પિતા ! ત્યારે મારા વડે આ પ્રમાણે વિચારાયું કે, મારા સામ્રાજ્યને આર્ય વડે આ પ્રમાણે જોવાયેલું હશે. I/૧૨ll હવે ચાણિકયે નિશ્ચય કર્યો કે આ મને દોષ આપનાર નથી. શિષ્યને જેમ ગુરુનું વાક્ય તેમ મારું કહેલું આને અનુસંધ્ય છે. ll૧૨૧ી હવે સુધાથી પીડિત થયેલ ચંદ્રગુપ્તને વનની અંદર મૂકીને ચાણિક્ય તેના માટે અન્ન ગ્રહણ કરવા કોઈક ગામમાં પ્રવેશ્યો. I/૧૨૨ા તલની કોઠી પ્રમાણ અંગવાળો, નાસિકા સુધીના મોટા પેટવાળા એક બ્રાહ્મણને આવતા જોઈને ચાણક્ય તને પૂછયું. ૧૨૩. કોઈપણ જગ્યાએ ભોજન મેળવાય છે. તેણે કહ્યું, એક યજમાનના ઘરે આજે મહોત્સવ છે. આથી ઘણું ભોજન મળે છે. ૧૨૪ તે પૂર્વે નહિ આવેલાને તો વિશેષથી દહીં અને કરમ્બક આપે છે. તેથી તે પણ જા હું હમણાં ભોજન કરીને આવેલો છું. /૧૨પ ત્યાં પ્રવેશેલા મને કોઈપણ નંદનો