________________
સંપ્રતિ રાજાનું દષ્ટાંત
૩૨૫
ત્યાર પછી ક્રમથી કાલ વડે પિતા કોળીયો કરાવે છતે પણ બુદ્ધિશાળી એવો તે વર્ષાઋતુની જેમ હંમેશાં તૃષ્ણા રહિત રહેતો હતો. જો એક વખત તેની પત્ની તેના ભાઈના લગ્નોસ્વમાં પિતાના ઘરે ગઈ અને તેની અન્ય બહેનો પણ આવી હતી. પણ શ્રેષ્ઠીની પત્ની એવી તેણીઓનું (બેનોનું) મહાન લક્ષ્મી વડે માતા-પિતાદિ સર્વે અત્યંત ગૌરવને કરે છે. //પલા કેટલાક શરીરને અભંગન કરે છે, બીજી કેટલીક ઉદ્વર્તન કરે છે, કેટલીક સ્નેહથી સ્નાન કરાવે છે અને કેટલીક વિલેપન કરે છે. //પરા કેટલીક પગને શણગારે છે, કેટલીક અલંકારને પહેરાવે છે, કેટલીક ગ્રહણ કરેલ હાથના વિંઝણા વડે તે બહેનોને વીંજે છે પફll અને હંમેશાં ઉપચાર વચનો વડે બોલાવાય છે. ઘણું કહેવા વડે શું રાણીની જેમ સર્વે તેણીઓને આરાધે છે. II૫૪. વળી ચાણિકયની પ્રિયા નોકરની જેમ કરાય છે અને દરિદ્રની સ્ત્રી એ પ્રમાણે તેણી ક્યાંયથી પણ સત્કારને પામતી નથી પપા અને વિવાહની પછી તેણીઓ દેદીપ્યમાન ચીનાઈ વસ્ત્રાદિ વડે સત્કારીને પરિવાર સહિત ગૌરવપૂર્વક મોકલાઈ પકો અને ચાણક્યની પત્નીને ગુણના કાપડના સમાન વસ્ત્રને આપીને હે બેટી ! તું મુસાફરોની સાથે જ આ પ્રમાણે કહીને ઘરેથી મોકલાઈ. li૫૭ી તેથી તેણીએ વિચાર્યું અપમાનને આપનાર દારિદ્રને ધિક્કાર થાઓ કે જેનાથી માતા-પિતાથી પણ આવા પ્રકારનો પરાભવ થાય છે. પ૮l ત્યાર પછી પરાભવને અશ્રુના બહાનાથી જાણે નેત્રો વડે ત્યાગ કરતી, નવા મેઘ સમાન શ્યામ મુખવાળી પતિના ઘરે આવી. //પાં પતિએ પૂછયું, પિતાના ઘેરથી આવેલી પણ તું શા માટે ખિન્ન છે. તેણીએ કાંઈ કહ્યું નહિ. ફરી આગ્રહપૂર્વક પૂછાયેલી તેણીએ તે પરાભવને કહ્યો. Iકoll
તે સાંભળીને સંક્રાત થયેલા ખેડવાળા તેણે પણ વિચાર્યું કે ધન જ ખરેખર ગૌરવતાનું કારણ છે કુલીનતા અથવા ગુણો નહિ. II૬૧. કલાવાન રાજા પણ ક્ષીણવૈભવવાળો શોભતો નથી. અકુલીન એવો પણ ધનવાન કુબેર પ્રશંસા કરાય છે. Iકરી ધનથી યુક્ત મનુષ્ય જ લોકમાં સર્વત્ર પ્રતિષ્ઠાને મેળવે છે. સુવર્ણની લક્ષ્મીને ધારણ કરતો મેરુ પર્વતોમાં ધુર્યતાને પામે છે. ll૧૩ જે (લક્ષ્મી) હોતે છતે અછતા પણ ગુણો થાય છે, જે જતે છતે છતા (રહેલા) પણ ગુણો જાય છે. જેની સાથે સર્વે ગુણો રહેલા છે તે લક્ષ્મી જ એક આનંદ પામો. II૬૪ો તેથી ચિંતામણિની જેમ ચિંતવેલા અર્થને આપનાર આ અર્થ જ એકાગ્ર મનવાળા મારા વડે મેળવવા યોગ્ય છે llઉપી અને સાંભળેલું છે કે પાટલીપુત્રમાં બ્રાહ્મણને સુવર્ણ આપનાર નંદ નામનો રાજા છે. તેથી તેની પાસે માંગું છું. આ પ્રમાણે વિચારીને તે જલ્દી ત્યાં ગયો. કુકી
ભાગ્યથી કોઈના પણ વડે નહિ વારણ કરાયેલ રાજાના આવાસમાં પ્રવેશ્યો અને આક્રમણ કરીને રાજાની જેમ રાજ સિંહાસન પર બેઠો. Iકશા આ બાજુ સ્નાન કરીને વિલેપન કરાયેલ અંગવાળો, સર્વે અલંકારો વડે વિભૂષિત, નૈમિત્તિકની ભૂજાના આલંબનવાળા નંદરાજા ત્યાં આવ્યો. કઢા આગળ ચાણક્યને જોઈને નૈમિતિકે રાજાને કહ્યું, હે દેવ ! બેઠેલો એવો આ તમારા વંશને કુહાડાપણાને ધારણ કરે છે. કાં તેથી હે દેવ ! રોષ નહિ કરવા વડે સામ વડે અને વિનય વડે આના પરથી આ ઉઠાડવા યોગ્ય છે. અગ્નિને બાળવા વડે શું ? II૭ll ત્યાર પછી રાજાના આદેશથી દાસી વડે તેને અન્ય આસન અપાયું અને આ પ્રમાણે કહેવાયું હે બ્રાહ્મણ ! તું અહીં બેસ અને રાજ સિંહાસનને છોડ. ૭૧II હવે તેણે વિચાર્યું નહિ કે આપેલ આસન પર બેસવું યોગ્ય નથી અને તેનાથી પણ અયોગ્યતર આના પરથી ઉઠવું તે છે. ll૭૨// આ પ્રમાણે વિચારીને તેણે તે દાસીને કહ્યું, અહીં મારી કુંડિકા રહેશે. ત્યાર પછી ત્યાં તે કુંડિકાને મૂકી અને અન્યત્ર ત્રિદંડને સ્થાપ્યું. ૭૩ી અન્ય આસનમાં જનોઈને મૂકી જે જે આસન આપતા હતા ગ્રહથી પીડિતની જેમ તે આસનને અન્ય વડે રોકતો હતો. I૭૪ો.