Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 356
________________ સંપ્રતિ રાજાનું દષ્ટાંત ૩૩૩ પામેલા ચાણક્ય ગુરુને કહ્યું, “હે પ્રભુ ! તમારા વડે હું અનુશાસનરૂપી નાવડી વડે ભવરૂપી સમુદ્રથી ઉદ્ધાર કરાયો છું. ર૫૩ll આજથી માંડીને મારા ઘરમાં વિશુદ્ધ અશનાદિ વડે હંમેશાં અનુગ્રહ કરવા યોગ્ય છે. પ્રમાદીઓમાં શ્રેષ્ઠ એવો હું નિસ્તાર કરવા યોગ્ય છું. ll૨૫૪ો આટલા દિવસો ભક્તાદિ વડે ક્યાંયથી પણ ટેકો પ્રાપ્ત કરાયો, તેથી ક્ષમા છે ધન જેનું એવા આપના વડે મહેરબાની કરીને શિષ્યાણ એવો હું ક્ષમા આપવા યોગ્ય છે. // રપપી આ પ્રમાણે કહીને ગુરુને નમીને ચાણિજ્ય ઘરે ગયો અને બંને મુનિઓ પણ તેના ઘરમાં અન્નાદિને સુખપૂર્વક ગ્રહણ કરતા હતા. ર૫કા એક દિવસ મિથ્યાદૃષ્ટિથી ઠગાયેલ ચંદ્રગુપ્તને જાણીને પોતાના પિતાની જેમ ચાણિક્ય પ્રિય કરવા માટે તેને શિખામણ આપી. //રપ૭ી હે વત્સ ! આ પાખંડીઓ આજીવિકાને માટે ધારણ કરેલા વ્રતવાળા, ખરાબ શીલવાળા, દયા વગરના પાપી છે. આઓનું નામ પણ ગ્રહણ ન કરાય. //ર૫૮ બહેડાના વૃક્ષની જેમ આઓની છાયા પણ ત્યાગ કરવા યોગ્ય છે. વળી, આઓની પૂજાની વાર્તા કાનમાં તપેલા સીસાની જેવું આચરણ કરે છે. પહેલા કષાય-વિષયરૂપી શત્રુઓની રાજધાની સમાન આ અધર્મિઓને વિષે દાન કરવું તે હે વત્સ ! રાખને વિષે આહુતિના સમાન થાય છે. //રકolી આ લોકો પોતાને અને પોતાના ભક્તોને મૂર્ખ નિર્ધામકની જેમ ભવરૂપી સમુદ્રમાં પાડે છે. તેથી આઓને તું પાપની જેમ છોડ. //ર૦૧ી તે સાંભળીને ચંદ્રગુપ્ત કહ્યું, તમારી વાણી મારે મસ્તક ઉપર છે. પરંતુ તે પિતા ! આવા પ્રકારની આ લોકોની ક્રિયા તમોને પ્રત્યક્ષ છે ? અથવા સાંભળેલી છે ? ર૬૨ll ચાણક્ય કહ્યું, આ લોકોનું દુરાચારપણું મને સર્વથા પ્રગટ છે. તને પણ હું તે પ્રકારે પ્રત્યક્ષ કરીને જણાવીશ. ||૨૬૩ હવે એક દિવસ મંત્રીએ રાજાની આગળ પોત-પોતાના ધર્મને કહેવા માટે સઘળા પાખંડીઓને બોલાવ્યા. ર૬૪ll એકાંતમાં અંતઃપુરની નજીકના સ્થાનમાં તેઓને બેસાડ્યા અને ત્યાં બુદ્ધિશાળી એવા તેણે પહેલા લોટના ચૂર્ણને નંખાવ્યું. ર૬પી અને જ્યાં સુધી રાજા આવ્યા ત્યાં સુધી તે સર્વે પણ અજીતેન્દ્રિયો ઊઠીને જાલિકાના દ્વાર વડે રાજાની સ્ત્રીઓને જોતા હતા. રિકો અને રાજાને આવતા જોઈને મુદ્રાને ધારણ કરીને બેઠા અને પોત-પોતાના ધર્મને કહેવા માટે રાજાની આગળ ગયા. ર૬૭ હવે બુદ્ધિશાળી એવા ચાણિકયે લોટના ચુર્ણની ઉપર તેઓના પગના પ્રતિબિંબો રાજાને ત્યાં ત્યાં બતાવતા કહ્યું. ||૨૯૮ જો, સ્ત્રીઓમાં લોલુપતાવાળા આઓ જ્યાં સુધી તમે આવ્યા ત્યાં સુધી જાલિકાની પાસે રહી-રહીને તમારા અંતપુરને જોતા હતા. //રકો ચંદ્રગુપ્ત પણ તેઓની તે દુઃશીલપણાની ચેષ્ટા જોઈને જુઠી સ્ત્રીઓને વિષે જેમ વિરકિત પામે જલ્દી તેઓને વિષે વિરક્તિને પામ્યો. //ર૭૦મા ત્યાં જ તે લોટના ચૂર્ણને સમાન કરીને મંત્રીએ બીજે દિવસે તે જ પ્રમાણે શ્વેત વસ્ત્રવાળા મુનિને બોલાવીને બેસાડ્યા. ll૨૭૧/ ધ્યાન અને મૌનમાં તત્પર એવા તે મુનીન્દ્રો પોતાની મુદ્રા વડે જિતેન્દ્રિય પણાથી બિંબની જેમ સ્થાનમાં રહેલા જ રહ્યા. l૨૭ર/ ઈર્યાસમિતિમાં લીન, સમતાથી વાસિત ચિત્તવાળા તેઓ પણ આવેલા રાજાને ધર્મ કહેવા માટે ગયા. l૨૭૩ll ચાણિક્ય હવે ચંદ્રગુપ્તને કહ્યું, હે રાજન્ ! જો, આ મુનિઓના પગલા અહીં ક્યાંય દેખાતા નથી. ll૨૭૪ો જિતેન્દ્રિય એવા તેઓ સ્ત્રીને અહીં આવીને જોતા હતા, સિદ્ધિરૂપી લક્ષ્મીના સંગના અર્થી આઓના સ્ત્રીને વિષે તૃણની બુદ્ધિ છે. ર૭પીત્યારથી માંડીને સુસાધુઓને વિષે દઢ ભક્તિવાળો-જોયેલા શુદ્ધ આચારવાળો પરમ શ્રાવક થયો. ||૨૭૬ll.

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386