________________
૩૨૬
સમ્યક્ત્વ પ્રકરણ
આ ધૃષ્ટ છે આ પ્રમાણે રાજા વડે પગ વડે પકડીને ખેંચ્યો. તેણે પણ હવે ભૂમિ પરથી ઊઠીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી જે આ પ્રમાણે-મહામૂલ્યવાળા ભંડારથી ભરેલા, પુત્ર-મિત્રાદિ શાખાવાળા એવા નંદને પવન જેમ મહાવૃક્ષને ઊખેડે તેમ હું ઉખેડીશ. I૭૫, ૭કા રોષથી લાલ થયેલ ચાણક્ય શીખાને બાંધીને આ પ્રમાણે બોલ્યો કે, પ્રતિજ્ઞા પૂર્ણ થયે છતે શીખા છૂટશે. ll૭૭l
તારા પિતાને જે ગમે તે તું કર, આ પ્રમાણે બોલતા નંદરાજાના સૈનિકોએ તેને તિરસ્કારપૂર્વક ગળચીથી પકડીને બહાર કાઢ્યો. II૭૮ નગરથી નીકળતા તેણે વિચાર્યું કે કષાયથી વિહ્વળ થયેલ, અજ્ઞાનથી અંધ બનેલ મેં ખેદની વાત છે કે મોટી પ્રતિજ્ઞાને કરી. II૭૯ તેથી આ પ્રતિજ્ઞા પૂરવા યોગ્ય જ છે અથવા યુદ્ધમાં મરવા યોગ્ય છે. અન્યથા ઉપહાસના સ્થાનરૂપ જીવતા રહેવા માટે શક્ય નથી. II૮૭ll તે કેવી રીતે થાય? આ પ્રમાણે વિચારતા તેને ગુરુનું વાક્ય મનમાં યાદ આવ્યું કે ચાણક્ય બિંબાન્તરિત રાજ્યને કરનાર થશે. II૮૧ll કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે, પૃથ્વી ઊલટી થાય અથવા મેરુની ચૂલા ચલાયમાન થાય. પરંતુ આર્ષનું વચન અન્યથા ન થાય. ll૮૨
ત્યાર પછી તેણે બિંબને જોવાને માટે પરિવ્રાજકના વેષને ધારણ કર્યો અને ભમતો એવો તે નંદ સંબંધી મયૂરપોષક ગામમાં ગયો. ll૮૩) અને ભિક્ષાને માટે તે મોટા મંદિરમાં પ્રવેશ્યો. ઉદ્વિગ્ન થયેલા મનુષ્યો વડે પૂછાયા કે, હે ભગવનું ! આપ કાંઈ જાણો છો. ll૮૪ો તેણે કહ્યું, હું સઘળું જાણું છું. હવે મહત્તરે તેને કહ્યું, તો મારી પુત્રીના ચંદ્રના પાનના દોહદને પૂર. ૮પા જેથી તેણી તે દોહદની અપ્રાપ્તિ વડે યમદેવના સ્થાનમાં મોકલાયેલી છે. તેથી એને તું પૂર અને હમણાં આણીનો જીવાડનાર થા. IIટકા આના ગર્ભમાં રાજ્યને યોગ્ય કોઈપણ પુરુષ અવતરેલ છે. આ પ્રમાણે તે દોહદથી જાણીને ચાણક્ય તેને કહ્યું. l૮૭ી ચાણક્ય કહ્યું, જો તું આણીનાં ગર્ભને મને આપે તો દોહદને પૂરું. તેના વડે તે સ્વીકારાયું જેથી ગર્ભવતી તેણી જીવતી રહે. I૮૮ ત્યાર પછી સાક્ષીરૂપ કરીને તેણે પટ મંડપને કરાવ્યો. મસ્તક પર ચંદ્ર રહેતે છતે તે પટ ઉપર છિદ્રને કરીને. ll૮થી ચાંદનીની નીચે અમૃતથી અધિક દ્રવ્યથી સંસ્કારિત કરેલ ખીરથી ભરેલ થાલને સ્થાપીને છિદ્રની અંદર ચંદ્રનું પ્રતિબિંબ પડતે છતે. Iloil ચાણિક્ય તે પુત્રીને કહ્યું, હે પુત્રી ! તારા માટે મારા વડે મંત્રોથી ખેંચીને આ ચંદ્ર લવાયેલ છે તેથી તેનું તું પાન કર. ૯ના અને તેને ચંદ્ર માનીને હર્ષથી તેણી હવે જેમ જેમ તેને પીતી હતી તેમ તેમ પટની પર રહેલ છિદ્રને ઉપર રહેલ મનુષ્ય ઢાંકતો હતો. રા. આ ગર્ભ સંપૂર્ણ થશે કે નહિ એ પ્રમાણે પરીક્ષા કરવા માટે અડધુ પીવાતે છતે તેણે તેણીને કહ્યું, આટલું લોકોને માટે થાઓ. ૯all તેણી વડે ના આ પ્રમાણે કહેવાતે છતે તેણે કહ્યું, તો અહીં તું પાન કર. લોકને માટે અન્ય તેને હું સ્થાપન કરીશ. આ પ્રમાણે તેણે શ્રદ્ધા પૂરી. ૯૪ll
હવે દ્રવ્યને ઉપાર્જન કરવા માટે તે ધાતુની જગ્યામાં ગયો અને ધાતુવાદ વડે ઘણી ધાતુ ઉપાર્જન કરીને ફરી તે આવ્યો. ૯પો ત્યાં ચાણક્ય નગરની વસતિની બહાર સર્વલક્ષણને ધારણ કરનારા રાજનીતિ વડે ક્રીડા કરતા બાળકને જોયો. કો સમસ્ત નગરને આલેખન કરીને સભાના સિંહાસન પર બેસેલા સામન્તાદિ પદમાં સ્થાપન કરેલા ઘણા બાળકો વડે પરિવરેલા, દેશાદિના વિભાગને કરતા, દર્પથી દુર્ધર એવા તે બાળકને જોઈને ચાણિજ્ય પરીક્ષાને માટે તેને કહ્યું, હે દેવ ! મને પણ કાંઈક આપો, આ પ્રમાણે સાંભળીને તેણે કહ્યું કે, “હે વિપ્ર ! આ ગાયો ચરે છે તે ગોકુલોને તું ગ્રહણ કર. /૯૭ થી ૯૯ો તેણે કહ્યું આ ગોકુલોને ગ્રહણ કરતો ગોકુલના સ્વામીઓ વડે હું શું નહિ મરાઉ ! તે બાલકે કહ્યું, શું તું જાણતો નથી. પૃથ્વી પર