Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 345
________________ ૩૨૨ સભ્યત્વ પ્રકરણ (૧) ક્ષાયિક (૨) ક્ષાયોપથમિક (૩) ઔપશમિક તેમાં ક્ષાયિક : અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ, મિશ્ર, પૌદ્ગલિક સમ્યકત્વ આ સાતના ક્ષયથી ઉત્પન્ન થયેલ અત્યંત વિશુદ્ધ તત્ત્વરૂચિ પરિણામ રૂપ છે. તથા ક્ષાયોપક્ષમિક સભ્યત્વ : (પ્રદેશથી) ઉદયમાં આવેલા મિથ્યાત્વના દલિકોના ક્ષયથી અને નહિ ઉદયમાં આવેલા મિથ્યાત્વના દલિકોના ઉપશમ વડે સમ્યકત્વરૂપતાની પ્રાપ્તિ તે અને રોકી દીધો છે સ્વ-(મિથ્યાત્વરૂપે) રૂપે મિથ્યાત્વનો વિપાકોદય તેના વડે જે પ્રાપ્તિ તે ક્ષાયોપક્ષમિક સમ્યકત્વ છે અને તે પ્રદેશથી મિથ્યાત્વને અને વિપાકથી સમ્યકત્વના પૂંજને અનુભવનારાને હોય છે. - જે કારણથી કહ્યું છે કે, જે ઉદય પામેલું મિથ્યાત્વ હોય તેને ક્ષય કર્યું હોય અને નહિ ઉદય પામેલું (સત્તામાં) હોય તેને ઉપશમાવ્યું હોય, એવા મિશ્ર ભાવે પરિણામ પામીને જે અનુભવાતું હોય તે ક્ષયોપશમ સમકિત કહેવાય છે. /૧ (વિશેષા. પ૩૨) તથા ઊદીર્ણ મિથ્યાત્વનો ક્ષય હોતે છતે, અનુદીર્ણનો ઊપશમ એટલે કે વિપાક અને પ્રદેશ વેદનરૂપ બંને પ્રકારના ઉદયના વિખંભણ એટલે રોકવું, તેના વડે થયેલું તે ઔપશામિક. પૂર્વે વર્ણવેલ વિધિ વડે પ્રાપ્ત થયેલ. - ઉપશમ શ્રેણી પામેલાને ઉપશમ સમ્યક્ત્વ હોય છે અથવા જેણે ત્રણ પૂંજ ન કર્યા હોય અને મિથ્યાત્વનો ક્ષય પણ ન કર્યો હોય તે ઉપશમ સમ્યક્ત્વ પામે છે. ૧|(વિશેષા. પ૨૯). અથવા કારક, રોચક અને દીપકના ભેદથી ત્રણ પ્રકારે છે. (૧) કારક : સાધુઓની જેમ (૨) રોચક - શ્રેણિકાદિની જેમ (૩) દીપક - અંગારમદકાદિની જેમ (૪) વેદકી અલગ વિવક્ષા કરવા વડે સમ્યત્વ ચાર પ્રકારે છે, અને તે પૌગલિક સમ્યક્ત્વના છેલ્લા પુદ્ગલના વેદન સમયે થાય. (૫) લેશ માત્ર તત્ત્વની શ્રદ્ધા વડે સાસ્વાદનમાં પણ સમ્યક્ત્વની વિવક્ષા વડે પાંચ પ્રકારે છે (૫) એ દરેકના એક-એકના નિસર્ગ અને અધિગમના ભેદની વિવક્ષા વડે દશ પ્રકારે અથવા નિસર્ગ અને રુચ્યાદિના ભેદથી દશ પ્રકારે થાય છે. તથા નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આણારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ વિસ્તારરુચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ (ઉત્તરા. અધ્યયન-૨૮, ગા. ૧૩) નિસર્ગ વડે ઃ (૧) ગુરુના ઉપદેશ વિના જિનેશ્વરે કહેલા તત્ત્વમાં જેને શ્રદ્ધા થાય તે નિસર્ગરુચિ (૨) ગુરુના ઉપદેશથી જેને શ્રદ્ધા થાય તે ઉપદેશરુચિ (૩) જે જિનેશ્વરે કહેલું છે તે તે જ પ્રમાણે છે એ પ્રમાણે માનવું તે આજ્ઞારુચિ (૪) સૂત્ર – અંગ - ઉપાંગરૂપ સિદ્ધાંતમાં જે કહેલું છે તે તે પ્રમાણે જ છે એ પ્રમાણે શ્રદ્ધા તે સૂત્રરુચિ (૫) અરિહંત તે દેવ, સુસાધુ તે ગુરુ અને જિનેશ્વરે કહેલ જ તત્ત્વ આ પ્રમાણે બીજમાં - ધર્મના બીજ ભૂત આ ત્રણમાં રુચિ જેને છે તે બીજરુચિ (ક) અભિગમ વડે – સમસ્ત કૃતાર્થના જ્ઞાન વડે રુચિ જેને છે તે અભિગમરુચિ (૭) સર્વે નય - પ્રમાણ વિધિ વડે જે સર્વ દ્રવ્યાદિ ભાવના ઉપલંભ રૂપ વિસ્તાર. તેને વિષે રુચિ જેને છે તે વિસ્તારરુચિ (૮) જ્ઞાન - દર્શન - ચારિત્ર તપ-વિનય-સત્ય સમિતિ ગુપ્તિ ક્રિયાદિમાં જેને રૂચિ છે તે ક્રિયારૂચિ.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386