Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 343
________________ ૩૨૦ સમ્યક્ત્વ પ્રકરણ કણની ઉપમાવાળા તે સુખોને કોણ ઇચ્છે ? પAll એ પ્રમાણે વિચારતા તેના વડે વિષયાદિમાં વૈરાગ્યને પ્રાપ્ત કરાયો. ઉપવાસી જેમ ખાદ્ય પદાર્થોને તેમ તે મહર્ષિ વડે તે સુખો આદર ન કરાયા /પ૧ી અને ત્યાર પછી સાધ્ય સિદ્ધ ન થવાથી તામલીની પ્રતિ અસૂયાવાળા વિલખા પડી ગયેલા મુખવાળા તેઓ જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે પાછા ગયા. //પરા/ ત્યાર પછી સાઠ દિવસનાં અણસણને પ્રકર્ષે પાળીને સંસારના સુખો વડે નહિ આકર્ષાયેલા અને પોતાના માર્ગમાં એકાગ્ર મનવાળા તામલી તાપસ મરીને ઈશાન દેવલોકમાં નિઃસમાન ઋદ્ધિવાળા ઈશાન અવતંસક વિમાનમાં મહાઋદ્ધિવાળા ઈશાનેન્દ્ર થયા. પ૩, ૫૪ll અઠ્ઠાવીસ લાખ વિમાનોના અધિપતિ એવા તેને એંશી હજાર સામાનિક દેવો થયા. પપા તેત્રીસ ત્રાયદ્ગિશ દેવો, ચાર લોકપાલ અને શૃંગાર રસના સિંધુ સમાન આઠ અગ્રમહિષીઓ હતી. પકાં ત્યાં તે વિમાનમાં વસનારા અન્ય પણ ઘણા દેવ-દેવીઓ તેની આજ્ઞામાં વશવર્તી હતા. પછી અને આ બાજુ બલિચંચાના તે દેવોએ અવધિજ્ઞાન વડે અનિયાણાથી તામલીને ઈશાનેન્દ્રપણું પામેલું જાણીને કોપિત થયેલા દુરાશયવાળા તેઓ જલ્દી તે પ્રદેશમાં આવ્યા અને નિર્મળ આત્માવાળા તામલીના નિર્જીવ દેહને જોયો. //પ૮, પટાત્યાર પછી પ્રકૃતિથી રોષવાળા તેઓએ તેના ડાબા પગને બાંધીને તામલિખી નગરીમાં લાવીને નગરીના સર્વ ત્રણ માર્ગ અને ચોકમાં બંધન રહિતના તેઓ પાપી પુરુષની જેમ તેના શબને ખેંચતા હતા. ll૧૦, ૩૧// અને તેઓએ આ પ્રમાણે ઉદ્દઘોષણાને કરી કે, કુબુદ્ધિવાળો આ તામડી મૂઢ, બાલતપસ્વી, શઠાત્મા પાપકર્મને કરનાર છે. IIકરા હે ! હે ! મનુષ્યો મરેલો એવો આ દુરાત્મા દુર્ગતિમાં ગયેલો છે તેથી શુભના અર્થ એવા કોઈના પણ વડે આનું નામ પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. કall હવે આ બાજુ નવા ઉત્પન્ન થયેલા, તે દિવ્ય ઋદ્ધિને પામીને અત્યંત વિસ્મિત થયેલા તે ઈશાનેન્દ્ર વિચાર્યું. I૬૪ll હું કોણ ? ક્યાંથી આવેલો ? કયા શુભ કર્મ વડે અહીં ઉત્પન્ન થયેલો છું ? આ પ્રમાણે વિચારતા બુદ્ધિમાન એવા તેણે અવધિજ્ઞાનથી પૂર્વભવને જાણ્યો IIકપા અને પૂર્વ જન્મના પોતાના દેહને તેવા પ્રકારની ઉદ્ઘોષણા પૂર્વક ખેંચતા અધમ એવા તે અસુરોને જોયા. કલા તેથી તેની ઉપર ક્રોધિત થયેલા તેણે ક્રૂર દૃષ્ટિ વડે તેઓને જોઈને અત્યંત દુઃસહ આતાપવાળી તેજોવેશ્યાને મૂકી. liફથી હવે તે વેશ્યા વડે બળતા ઉત્પન્ન થયેલી તીવ્ર વેદનાવાળા, આપણને આ શું આવી પડ્યું ? એ પ્રમાણેની ચિંતા વડે આકુલ થયા. lls૮ તેથી અવધિજ્ઞાન વડે કુપિત થયેલા તે ઇશાનેન્દ્રની બાળનારી આ તેજોવેશ્યાને જાણીને ત્યાર પછી જલ્દીથી આશ્ચર્યચકિત થયેલા, શરણ વિનાના, કરેલી અંજલિવાળા, દીન અને ક્ષમાને યાચતા એવા તે અસુરો આ પ્રમાણે બોલ્યા. ll૧૯, ૭૦હે પ્રભુ! દીન એવા અમારી ઉપર મહેરબાની કરો. ક્રોધને સંદરો, સંહરો ફરી અમે તમારો આવા પ્રકારનો અવિનય કરશું નહિ. II૭૧. તેથી અમારા એક અપરાધને તે સ્વામી ! તમે ક્ષમવા માટે યોગ્ય છો. જે કારણથી તમારા જેવા સજ્જન પુરુષો નમેલાની ઉપર વાત્સલ્યવાળા હોય છે.૭૨ - હવે તેણે નમસ્કાર કરતા તેઓને જોઈને તેજલેશ્યાને દૂર કરી. કારણ કે, મહાપુરુષોનો કોપ પ્રણામ પર્યત જ હોય છે. ll૭all હવે વેદના રહિતના થયા છતાં તેઓએ તેના તે શરીરને સત્કારીને અને ભક્તિપૂર્વક સંસ્કાર કરીને અસુરો પોતાના સ્થાને ગયા. I૭૪ હવે તે જે કાલે ઈશાનેન્દ્ર માંગલિકને કરાવ્યા અને સિદ્ધાયતન ઘરોમાં અરિહંતના બિબોને પૂજ્યા. II૭પો હવે તેને તે બિંબોના દર્શનથી સમ્યક્ત્વનો પરિણામ

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386