________________
૩૧૮
સમ્યક્ત્વ પ્રકરણ
તપાદિ વડે શરીરને દુઃખ આપતો મિથ્યાષ્ટિ સિદ્ધ થતો નથી. દર્શનથી રહિત હોવાથી અન્ધકુમારની જેમ કાર્ય સિદ્ધિ માટે અસમર્થ છે અને અહીં આ અર્થમાં ભાવથી દર્શન રહિત તામલિનું દૃષ્ટાંત છે. તેની કથા આ પ્રમાણે.
અહીં જંબુદ્વીપના ભરતમાં સુખ રૂપી વૃક્ષના મહાબગીચા સમાન, મનોહર એવી ક્રીડાની ભૂમિ સમાન વંગ નામનો દેશ છે. ||૧|| ત્યાં પૃથ્વીરૂપી મંડલની શોભારૂપ તામલિપ્તી નામની નગરી છે. જ્યાં વિચિત્ર પ્રકારના ગજાદિના રૂપ વડે નટડીની જેમ લક્ષ્મી ક્રીડા કરે છે. //રા ત્યાં લક્ષ્મીરૂપી લતાના મહા ઉદ્યાન સમાન કીર્તિરૂપી ગંગાને માટે હિમાલય સમાન તાલી નામનો પ્રખ્યાત ગૃહપતિ હતો. Imall તે પોતાના બાંધવોના હૃદયરૂપી કમલોને ઉલ્લસિત કરવામાં સૂર્ય સમાન અને કામ સહિતની સ્ત્રીઓના નેત્રરૂપી કુમુદોના સમૂહને વિકસ્વર કરવામાં ચંદ્રમા સમાન હતો. II૪ll સન્માન સહિતના દાન વડે જીત્યા છે કલ્પવૃક્ષાદિને જેણે એવો તે સમગ્ર નગરજનોને વિષે પોતાના કુટુંબની બુદ્ધિને બતાવતો હતો. પીએક દિવસ રાત્રિના છેલ્લા પ્રહરમાં જાગતા એવા પૂર્ણ થઈ છે સમસ્ત ઈચ્છા જેને એવા તેને આવા પ્રકારની ચિંતા થઈ કે ll ll મારે ધનેશ્વરોને પણ તિરસ્કૃત કરનારી, વંશના ક્રમથી આવેલી અને ન્યાયધર્મથી ઉપાર્જન કરેલી અઢળક લક્ષ્મી છે. llી પુત્ર-પૌત્રાદિથી યુક્ત મારે કુટુંબ પણ વિનીત છે. મહાજન અને રાજકુલમાં મારું માન પણ અદ્ભુત છે. ll૮ી આ સર્વે મારા પૂર્વે ઉપાર્જન કરેલા ધર્મકર્મનું ફલ છે. જેથી શુભ અથવા અશુભ કર્યા વગર પ્રાપ્ત થતું નથી. હા તેથી હંમેશાં રાંધેલા વાસી ભોજન કરતો હું કેવો છું? અત્યંત પ્રમાદી એવો હું પરલોકને માટે નવા કલ્યાણને શા માટે નથી મેળવતો ? I/૧૦
આ પ્રમાણે ચિંતાથી યુક્ત તેને રાત્રિ પણ પ્રભાત સમાન થઈ, ત્યારે જ (રાત્રે જ) બંધુઓને અને સઘળા નગરજનોને બોલાવ્યા. II૧૧વિવાહ વિગેરે મહોત્સવની જેમ વસ્ત્ર-ભોજન અને તાંબુલ વડે સર્વેને સન્માનીને, સારી રીતે બોલાવીને તેઓને પોતાનો આશય કહ્યો. ૧૨ જેમ હું સંસારના કંટાળાથી ત્રણ વર્ગથી ઉદ્વિગ્ન થયેલો છું. તેથી હમણાં ચોથો પુરુષાર્થ છે ફલ જેનું એવા તપને હું ગ્રહણ કરીશ. //૧all ત્યાર પછી તેઓ વડે અનુજ્ઞા પામેલા તેણે પોતાની ધુરાની જેમ તેઓની સમક્ષ પોતાના પુત્રને વિષે ભારને આરોપણ કર્યો. ૧૪ ત્યાર પછી દીન-અનાથાદિ લોકોને મહાદાન આપતો. આલાપ કરવા યોગ્યની સાથે આલાપ કરતો, માન આપવા યોગ્યને માન આપતો, ઔચિત્ય કુશળ એવો તે સર્વે સ્વજનો વડે અને સ્નેહથી યુક્ત નગરજનો વડે પરિવરેલો, છેદાઈ ગયો છે મોહનો પાશ જેને એવો શુભાશયવાળો નગરમાંથી નીકળ્યો. ૧પાલિકા ત્યાર બાદ ગંગા નદીના તટમાં જઈને મૂકી દીધા છે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ જેણે એવો, સઘળા લોકોને ખમાવીને, મમતા રહિતના ભાવથી, ગંગાના તટમાં વસનારા વાનપ્રસ્થ તપસ્વીઓની પાસે તામલિએ પ્રણામ પૂર્વક ઉત્કટ વ્રતને સ્વીકાર્યું ૧૭, ૧૮ અને ત્યારે તાલીએ દુઃખે કરીને ગ્રહણ કરી શકાય તેવા અભિગ્રહને ગ્રહણ કર્યો કે આજથી માંડીને જાવજીવ સુધી મારા વડે છઠ્ઠથી પારણું કરવા યોગ્ય છે એટલે કે છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા યોગ્ય છે અને તપના દિવસે સૂર્યની સન્મુખ ઊર્ધ્વ બાહુ વડે આતાપના ભૂમિમાં જઈને આતાપના સહન કરવા યોગ્ય છે, વળી પારણાના દિવસે આ તામલિખી નગરીમાં ઊંચ-નીચ કુલમાંથી શુદ્ધ ઓદનને (ભાતને) ગ્રહણ કરીને ગંગા નદીના તટે આવીને તે ભાતના ચાર ભાગ કરીને હવે એક-એક ભાગ જલચર-સ્થલચર અને ખેચરોને આપીને બાકી રહેલા ચોથા ભાગને નિર્મલ એવા ગંગા નદીના પાણી વડે એકવીસ વાર સ્વયં પ્રક્ષાલન કરીને (ધોઈને) ખવાશે.