________________
મિથ્યાત્વનું સ્વરૂપ તથા ભેદ- ચંદ્રનું દષ્ટાંત
૩૧૭
હવે સમ્યક્ત્વને જ કર્મક્ષયનું મૂળ કારણપણું કહેવાની ઇચ્છાવાળા વ્યતિરેક વડે દૃષ્ટાંતને કહે છે.
कुणमाणो वि हु किरियं, परिचयंतो वि सयणधणभोगे ।
दितो वि दुहस्सेउरं, न जिणइ अंधो पराणीयं ।।३९।। (२४५) ગાથાર્થ : ક્રિયાને કરતો હોવા છતાં સ્વજન-ધન અને ભોગનો ત્યાગ કરવા છતાં અને શરીરને દુઃખ આપવા છતાં પણ અંધ માણસ શત્રુના સૈન્યને જીતી શકતો નથી.
ભાવાર્થઃ શસ્ત્ર ફેંકવું વિગેરે ક્રિયાને કરતો પણ, યુદ્ધ રસિક હોવાથી સ્વજન-ધન-ભોગોને ત્યજતો પણ દુઃખને છાતી આપતો પણ અર્થાત્ શરીર પ્રત્યે અનપેક્ષ – અપેક્ષા વિનાનો એ અર્થ છે. એવો જાતિ અંધ શત્રુના સૈન્યને જીતી શકતો નથી. આ અક્ષરાર્થ છે. વળી ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે અને તે આ પ્રમાણે.
વસંતપુર એ પ્રમાણે નગર હતું. જે હંમેશાં ચારે બાજુથી વિકસ્વર એવા વનો વડે વસંત ઋતુની જાણે રાજ્યભૂમિ હોય તેમ શોભતું હતું. /૧// ત્યાં જીતશત્રુ રાજા હતો. જેનો પ્રતાપ વૈરીઓને સૂર્ય કરતા પણ દુઃસહ હતો. વળી બાંધવોને સુસહ હતો. //રા તેને રાજ્યરૂપી લક્ષ્મીને કુંડલની ઉપમાવાળા બે પુત્રો હતા. અતિશય બળ વડે અને મહિમા વડે ઈન્દ્ર અને ઉપેન્દ્ર જેવા હતા. lllll શૂરવીરતાનું જાણે નિધાન હોય તેવો સૂરસેન પુત્ર મહાન શબ્દવેધી મહાનયોધો હતો. પરંતુ લોચન રહિત હતો. ૪ પ્રકૃષ્ટ વીર, કમલના (મોટો) જેવા નેત્રવાળો વીરસેન વળી નાનો પુત્ર સમસ્ત વીરપુરુષોના સારભૂત તત્ત્વો વડે બ્રહ્મા વડે જાણે બનાવાયો હોય તેવો હતો. //પા એક વખત તે નગરને સર્પોના સમૂહ વડે જેમ ચંદનનું વૃક્ષ તેમ દુષ્ટ વૈરીઓ વડે ચારેબાજુથી વીટાળાયું. IIકા યુદ્ધની ખણજથી પરાક્રમી ભુજાવાળો સૂરસેન રાજાને નહિ જણાવીને જલ્દીથી તેઓની સામે ગયો. | શબ્દવેધી યુદ્ધ કરતો એવો આ સુરસેન અવાજને સાંભળી સાંભળીને સાણસા સમાન બાણો વડે શત્રુઓના પ્રાણોને ખેંચતો હતો. ll હવે તેઓએ કોઈપણ પ્રકારે લોચન વગરના કુમારને જાણીને અવાજ કર્યા વગર પાસે આવીને તે કુમારને હાથેથી ગ્રહણ કર્યો. ત્યાં ત્યારે તે સાંભળીને જલ્દી બખ્તરને ધારણ કરીને સાહસવાળો એવો વીરસેન યમની જેમ ક્રોધિત થયેલ, પ્રલયકાલના અગ્નિની જેમ બળતો સામે ગયો. ll૧૦ll દુર્દાન્ત એવા પણ હાથીઓને જેમ દુર્ધર એવો કેસરી સિંહ વધ કરે તેમ લીલા માત્ર વડે વધ કરવા યોગ્ય સમગ્ર વૈરીઓનો તેણે વધ કર્યો. ll૧૧ી તે વીર શત્રુઓના વધથી જયલક્ષ્મીને વર્યો. ત્યાર પછી પહેરામણીમાં મળેલ દ્રવ્યની જેમ તેની સર્વ વિભૂતિને તેણે ગ્રહણ કરી ૧૨ા અને જયેષ્ઠ બંધુને ઉત્સાહપૂર્વક પાછો લાવ્યો. શત્રુઓના બૂહરહિત તે પણ ભોગનું ભાજન થયો. /૧૩૨૪૫ll, આ પ્રમાણે દૃષ્ટાંતને બતાવીને દાર્દાન્તિકને કહે છે.
कुणमाणो वि निवित्ति, परिञ्चयंतो वि सयणधणभोगे ।
दितो वि दुस्सह उरं, मिच्छदिट्ठी न सिजइ उ ।।४० ।। (२४६) ગાથાર્થ અન્ય દર્શને કહેલી વિરતિને કરવા છતાં, સ્વજન-ધન અને ભોગનો ત્યાગ કરવા છતાં, દુઃસહ એવા દુઃખો શરીરને આપવા છતાં પણ મિથ્યાદષ્ટિ સિદ્ધ થતો નથી.
ભાવાર્થ અન્ય દર્શનમાં કહેલી વિરતિને કરતો. સ્વજન-ધન અને ભોગોનો પણ ત્યાગ કરતો, પંચાગ્નિ