________________
અજીવ તત્વના નામ તથા સ્વભાવ
૩૧૫
તો શા માટે અહીં ફરીથી કહ્યા ? સાચી વાત છે. પરંતુ પુદ્ગલના ભેદ રૂપે કહ્યા ન હતા. માટે ફરીથી કહે તો દોષ નથી. II3રા (૨૩૮) હવે કાલના સ્વરૂપને કહે છે.
समयावलियमुहुत्ता, दिवसा पक्खा य मास वरिसा य ।
भणिओ पलियासागर, ओसप्पिणिसप्पिणी कालो ।।३३ ।। (२३९) ગાથાર્થ સમય-આવલિકા-મુહૂર્ત-દિવસ-પક્ષ-માસ-વર્ષ-પલ્યોપમ સાગરોપમ-અવસર્પિણી અને ઉત્સર્પિષ્ણ તે કાલ કહેલ છે.
ભાવાર્થ સમય-સર્વથી સૂક્ષ્મ કાલ વિશેષ, ચુતમાં કહેલ જીર્ણ વસ્ત્રને ફાડવાના દૃષ્ટાંતથી જાણવા યોગ્ય છે. આવલિકા - અસંખ્ય સમયના સમૂહરૂપ છે. મુહૂર્ત-દિવસ-પક્ષ-માસ-વર્ષ પ્રતીત જ છે. પલ્યોપમ - તેનું પ્રમાણે આ પ્રમાણે છે. એક યોજન પ્રમાણ લાંબો તથા પહોળો પલ્ય એટલે – ખાડો હોય તેને સાત દિવસના બાળકના મસ્તક પર ઉગેલા વાળના અગ્ર ભાગ વડે પૂરવો ત્યાર પછી સો વર્ષ પૂર્ણ થયે છતે એક-એક વાળને તે ખાડામાંથી બહાર કાઢવો. જેટલા કાલ વડે તે ખાડો ખાલી થાય તે કાલને પલ્યોપમ કહેવાય છે. દશકોટાકોટી પલ્યોપમ = એક સાગરોપમ થાય. અવસર્પિણી અને ઉત્સર્પિણી પૂર્વે કહેવા પ્રમાણવાળી છે. કાલ કહેવાયો એ પ્રમાણે અહીં સંબંધ છે. અજીવ તત્ત્વ કહેવાયું. હવે બાકી રહેલા તત્ત્વોને કહે છે.
सुग्गइमग्गो पुत्रं, दुग्गइमग्गो य होइ पुण पावं ।
कम्म सुहाऽसुह आसव, संवरणं तस्स जो नियमो ।।३४।। (२४०) ગાથાર્થ સુગતિનો માર્ગ પુણ્ય છે અને દુર્ગતિનો માર્ગ વળી પાપ છે. શુભાશુભ કર્મનું આવવું તે આશ્રવ અને તેનો જે નિયમ (રોકવું) તે સંવર છે.
ભાવાર્થ : પૂર્વાર્ધ્વ સ્પષ્ટ છે. પચ્ચાર્ધ કહેવાય છે. શુભાશુભ કર્મ - સાતાસાતા વેદનીયાદિ. સદ્-અસત્ વ્યાપાર વડે પ્રાણી નવા કર્મોને ઉપાર્જન કરે છે. તે આશ્રવ. રોકવું તે સંવર. તે આશ્રવનો જે નિરોધ તે સંવર કહેવાય છે. ll૩૪૨૪૦ તથા
तवसंजमेहिं निन्जर, पाणिवहाईहिं होइ बंधुत्ति ।
कम्माण सव्वविगमो, मुक्खो जिणसासणे मणिओ ।।३५ ।। (२४१) ગાથાર્થ તપ અને સંયમ વડે નિર્જરા થાય છે. પ્રાણીવધાદિ વડે બંધ થાય છે. સર્વે કર્મોનો નાશ તે મોક્ષ જિનશાસનમાં કહેલો છે. ૩પી (૨૪૧).
ભાવાર્થ સુગમ છે. વિશેષમાં તપ અને સંયમ વડે સંયમીઓને સકામ નિર્જરા થાય છે. વળી, નારક અને તિર્યંચોને નિર્જરા નહિ કહેલી હોવા છતાં શીત-ઉષ્ણ-ભૂખ, તરસાદિ કલેશો વડે વિપાકથી પણ અકામ નિર્જરા થાય છે. રૂપી (૨૪૧)