Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 336
________________ માર્ગણામાં વિચારણા ૩૧૩ રૂ૫ સાત, અજ્ઞાનત્રિકમાં આહારકદ્ધિક વિના તેર, દેશ સંયમમાં કાર્મણ-દારિક મિશ્ર - આહારકદ્ધિક વિના અગ્યાર, સામાયિક-છેદોપસ્થાપનીયમાં કાર્મણ-દારિક મિશ્ર વિના તેર, પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરામાં આઠ–મનના ચાર - વચનના ચાર અને ઔદારિક યોગ રૂપ કુલ નવ, યથાખ્યાતમાં તૈજસ-કાર્પણ અને દારિક મિશ્ર સહિત અગ્યાર, અસંયમમાં આહારકદ્ધિક વિના તેર, ચક્ષુદર્શનમાં કાર્પણ અને ઔદારિકમિશ્ર વિના તેર, અચક્ષુ અને અવધિદર્શનમાં સર્વે, કેવલદર્શનમાં પહેલો અને છેલ્લો મન અને વચનનો યોગ-દારિકદ્ધિક અને કાર્પણ કાયયોગ કુલ સાત, છલેશ્યામાં સર્વે, ભવ્યમાં સર્વે, અભવ્યમાં આહારકદ્ધિક વિના તેર, ક્ષાયિક અને ક્ષાયોપથમિકમાં સર્વે, ઔપશમિક, સાસ્વાદન અને મિથ્યાત્વમાં આહારક દ્વિક વિના તેર, મિશ્રમાં મનના ચાર, વચનના ચાર, ઔદારિક અને વૈક્રિય એમ કુલ દશ યોગ, સંજ્ઞીમાં સર્વે, અiીમાં ઔદારિક દ્વિક-વૈક્રિયદ્ધિક-કાર્પણ અને અન્ય ભાષા રૂપ છે યોગ, આહારકમાં કાર્મણ વિના ચૌદ અને અનાહારકમાં કામણયોગરૂપ એક યોગ હોય છે. મનુષ્યગતિમાં બાર ઉપયોગ, દેવ-નારક અને તિર્યંચગતિમાં મન:પર્યવજ્ઞાન અને કેવલદ્ધિક વિના નવ, એકેન્દ્રિય-બેઈન્દ્રિય અને તે ઈન્દ્રિયમાં અચક્ષુદર્શન અને મતિ-શ્રુત અજ્ઞાનરૂપ ત્રણ, ચઉન્દ્રિયમાં ઉપરના ત્રણ તથા ચક્ષુદર્શનરૂપ કુલ ચાર, પંચેન્દ્રિયમાં સર્વે, સ્થાવરકાયમાં મતિ-શ્રુત અજ્ઞાન અને અચક્ષુ દર્શનરૂપ ત્રણ, ત્રસકાય-યોગ અને વેદોમાં સર્વે, કષાયમાં કેવલદ્ધિક વિના દસ, ચાર જ્ઞાનમાં ચાર જ્ઞાન અને ત્રણ દર્શનરૂપ સાત, કેવલજ્ઞાનમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બે, અજ્ઞાનત્રિકમાં બે દર્શન અને ત્રણ અજ્ઞાનરૂપ કુલ પાંચ, દેશ સંયમમાં ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનરૂપ છ, સામાયિક-છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ - સૂક્ષ્મ સંપરામાં ચાર જ્ઞાન અને ત્રણ દર્શનરૂપ સાત, યથાખ્યાતમાં ઉપરના સાત તથા કેવલદ્ધિક એમ કુલ નવ, અસંયમમાં મન:પર્યવજ્ઞાન અને કેવલદ્ધય છોડીને નવ, અચક્ષુ-ચક્ષુદર્શનમાં કેવલદ્ધિક વિના દસ, અવધિદર્શનમાં ચાર જ્ઞાન અને ત્રણ દર્શનરૂપ સાત, કેવલદર્શનમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂ૫ બે, પાંચ લેગ્યામાં કેવલદ્ધિક વિના દસ, શુક્લ લેશ્યામાં બાર, ભવ્યમાં બાર, અભવ્યમાં ત્રણ અજ્ઞાન અને બે દર્શનરૂપ પાંચ, ક્ષાયિકમાં અજ્ઞાનત્રિક છોડીને નવ, ક્ષાયોપથમિક ઔપશમિકમાં ચાર જ્ઞાન અને ત્રણ દર્શન રૂપ સાત, મિશ્રમાં ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન અજ્ઞાનથી મિશ્ર હોય. સાસ્વાદનમાં અને મિથ્યાત્વમાં બે દર્શન અને ત્રણ અજ્ઞાનરૂપ પાંચ, સંજ્ઞીમાં બાર, અસંજ્ઞીમાં બે અજ્ઞાન અને બે દર્શનરૂપ ચાર, આહારકમાં બાર, અનાહારમાં મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન વિના દસ, આ પ્રમાણે ગત્યાદિમાં જીવસ્થાનક, ગુણસ્થાનક, યોગ અને ઉપયોગ કહ્યા. //રા (૨૩૫) વિસ્તાર સહિત જીવતત્ત્વ કહેવાયું. હમણાં અજીવ તત્ત્વને કહે છે. धम्माधम्मागासा, तियतियभेया तहेव अद्धा य । खंधा देसपएसा, परमाणु अजीव चउदसहा ।।३०।। (२३६) ગાથાર્થ : ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદ, કાલનો એક ભેદ તથા પુલાસ્તિકાયના સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુરૂપ ચાર ભેદ આ પ્રમાણે અજીવના ચૌદ ભેદ છે. ભાવાર્થ : ધર્મ-અધર્મ-આકાશ : ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ગતિમાં પરિણત એવા જીવ અને પુદ્ગલો ધારણ કરવાના સ્વભાવવાળો તે ધર્મ, અસ્તય એટલે પ્રદેશો તેઓનો સમૂહ તે

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386