________________
માર્ગણામાં વિચારણા
૩૧૧
હવે આઓને વિષે શું? તો કહે છે. આ માર્ગણા સ્થાનકોને વિષે ‘નીય ગુણ નો_વ8/IITન્નત' તિ એટલે જીવસ્થાનક, ગુણસ્થાનક, યોગ, ઉપયોગ શું થાય છે. એ પ્રમાણે તંત્ર રચનામાં વાક્યનું વિચિત્રપણું હોવાથી. આથી જ જુદા જુદા પ્રકારના છંદો વિશેષ વડે અહિં ગુંથાયા છે.
જેને વિષે જીવાદિ પદોને વિચારાય છે તે માર્ગણા અને તેના સ્થાનો તે માર્ગણા સ્થાનો, આ માર્ગણા સ્થાનોને વિષે જીવના પ્રકારો, ગુણસ્થાનક, યોગ અને ઉપયોગ, જીવના ચૌદ ગુણસ્થાનકો અર્થાત્ યોગ ભેદ, ઉપયોગ વિચારાય છે. જેમ કે કઈ ગતિમાં કેટલા જીવસ્થાનો એટલે કે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ કેટલા જીવસ્થાનો છે અથવા તો મિથ્યાષ્ટિઆદિ કેટલા ગુણસ્થાનો છે તે વિચારાય છે.
તે આ પ્રમાણે : દેવ અને નારક ગતિમાં પર્યાપ્ત અને અપર્યાપ્તા સંજ્ઞી આ બે જીવસ્થાનક છે. મનુષ્યગતિમાં પર્યાપ્તા અપર્યાપ્તા સંજ્ઞી અને અપર્યાપ્તા અસંજ્ઞી, તિર્યંચગતિમાં સર્વે જીવસ્થાનક ઘટે છે. એકેન્દ્રિયમાં સૂક્ષ્મ-બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપ ચાર, વિકસેન્દ્રિયમાં પર્યાપ્તા-અપર્યાપ્તારૂપ બે-બે, પંચેન્દ્રિયમાં સંજ્ઞી-અસંશી-પર્યાપ્તા અને અપર્યાપ્તા રૂપ ચાર ઘટે છે. પાંચ પ્રકારના સ્થાવરમાં એકેન્દ્રિયના સૂક્ષ્મ-બાદર-પર્યાપ્ત અને અપર્યાપ્તારૂપ ચાર અને ત્રસકાયમાં બાકીના દસ અવસ્થાનો ઘટે છે.
મનોયોગમાં પર્યાપ્તા સંજ્ઞીનો એક, વચન યોગમાં પર્યાપ્તા બેઈન્દ્રિય, ઈન્દ્રિય ચઉન્દ્રિય અસંશી અને સંજ્ઞી પંચેન્દ્રિયરૂપ પાંચ ઘટે છે. કાયયોગમાં સર્વે જીવસ્થાનો ઘટે છે. પુરુષવેદ અને સ્ત્રીવેદમાં સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપ બે, નપુંસકવેદમાં સર્વે, કષાયોમાં સર્વે, મતિ-શ્રુત-અવધિ અને વિભંગ જ્ઞાનમાં સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપ બે, મતિ-શ્રુત અજ્ઞાનમાં સર્વે જીવસ્થાનકો ઘટે છે. મનઃ પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનમાં પર્યાપ્તા સંજ્ઞી રૂ૫ એક, દેશવિરતિ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રમાં સંજ્ઞી પર્યાપ્તારૂપ એક, અસંયમમાં સર્વે જીવસ્થાનકો ઘટે છે. ચક્ષુદર્શનમાં પર્યાપ્ત ચઉરેન્દ્રિય અને અસંજ્ઞી-સંજ્ઞી પંચેન્દ્રિયરૂપ ત્રણ, અચક્ષુદર્શનમાં સર્વે, અવધિદર્શનમાં સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય રૂ૫ બે, કેવલદર્શનમાં પર્યાપ્ત સંજ્ઞી, પહેલી ત્રણ લેગ્યામાં સર્વે, તેજો લેગ્યામાં સંજ્ઞી પર્યાપ્તાઅપર્યાપ્તા અને બાદર એકેન્દ્રિય અપર્યાપ્તારૂપ ત્રણ, તેજોવેશ્યાવાળા ભવનપતિ આદિ બાદર પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતા હોવાથી, ભવ્ય અને અભવ્યમાં સર્વે જીવ સ્થાનક ઘટે છે. સાયિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વમાં સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપ બે, “ઔપશમિક સમ્યક્ત્વમાં
સપ્તતિકા ચૂર્ણિમાં ‘પાવી સત્તાવીસોડયા હેવનેર પડ્ઝ નેરો ઉવાવેય સિદિઠ્ઠી ફેવો તિવિદÍદિકી વિ’ - સમ્યગ્દષ્ટિ દેવ-નારકીમાં નામકર્મનો ૨૫-૨૭નો ઉદય કહ્યો છે અને ત્યાં નારકી ક્ષાયિક સમ્યદૃષ્ટિ તથા સમ્યકત્વ મોહનીયનો અંતિમ ગ્રાસ વેદના ૨ વેદક સમ્યગ્દષ્ટિ માત્ર જ કહ્યા છે અને દેવો ત્રિવિધ સમ્યગ્દષ્ટિ કહ્યા છે. તેથી દેવોને અપર્યાપ્તાવસ્થામાં ઉપશમ સમ્યકત્વ કહેલું છે. તેથી શ્રેણી સંબંધી પારભવિક ઉપશમ સમ્યકત્વ દેવભવમાં અપર્યાપ્તાવસ્થામાં સંભવી શકે છે તથા પંચસંગ્રહમાં પણ ઉપશમ સમ્યક્ત્વમાં સંગ્લીપર્યાપ્ત -અપર્યાપ્ત એ બે જીવભેદ કહ્યા છે. તેથી સપ્તતિકા ચૂર્ણિ અને પંચસંગ્રહના આધારે ઉપશમ સમ્યકત્વમાં બે જીવભેદ કહ્યા છે.
શતકની ચૂર્ણિમાં કહ્યું છે કે ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યકત્વી મૃત્યુ પામે છે અનુત્તરસુરમાં ઉત્પન્ન પણ થાય છે. પરંતુ જીવને દેવભવના પ્રથમ સમયથી જ ક્ષાયોપશમિક સમ્યકત્વ જ હોય છે. ઉપશમ સમ્યક્ત હોતું નથી. તે પાઠ આ પ્રમાણે છે. ___ जो उवसमसम्मद्दिट्ठी उवसमसेढीए कालं करेइ सो पढमसमए चेव समत्तपुंजं उदयावलियाए छोढूण समत्तपुग्गले वेएइ, तेण न उवसम्मसम्मद्दिट्ठी अपज्जत्तगो लब्भइ
આ પ્રમાણે સપ્તતિકા ચૂર્ણિ અને પંચસંગ્રહના આધારે અપર્યાપ્ત અવસ્થામાં પણ ઉપશમ સમ્યક્ત ઘટે છે અને શતકચૂર્ણિના આધારે અપર્યાપ્તાવસ્થામાં ઉપશમ સમ્યક્ત ઘટતું નથી. એ પ્રમાણે મતાંતર છે.