Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 332
________________ જીવના સંસ્થાન – ઈન્દ્રિય આદિ ૩૦૯ (૧) કોઈપણ વચનનું જિનમતને અનુસરવાપણું હોવાથી અથવા સૂત્રમાં કહેલ અક્ષરોમાંથી એકાદ અક્ષરની પણ અરુચિ હોવાથી મિથ્યાદ્ગષ્ટિ અને બાકીનાની રુચિ હોવાથી ગુણસ્થાનકપણું માન્યું છે. વળી એકેન્દ્રિયોને ચેતનારૂપ ગુણ માત્રની અપેક્ષાએ ગુણસ્થાનક. (૨) આયં - લાભને જે નાશ કરે છે તે આસાદન. અનંતાનુબંધી કષાયના વેદનરૂપ છે. આસાદન સહિત વર્તે છે તે સાસ્વાદન અને તે આ પ્રમાણે થાય છે. ગંભીર એવા ભવરૂપી સમુદ્રવર્તી કોઈક જીવ અનાભોગથી કરાયેલ યથાપ્રવૃત્તિકરણ નામના શુભ અધ્યવસાય વડે પ્રાપ્ત કરી છે સઘળા કર્મોની અંતઃકોટાકોટિની સ્થિતિ જેને એવો જીવ અપૂર્વકરણ નામના શુભ અધ્યવસાય વડે ગ્રંથિભેદ કરીને, અનિવૃત્તિકરણ નામના શુભ અધ્યવસાય વડે મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિનું અંતર્મુહૂર્ત પ્રમાણ અંત૨ક૨ણ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત વડે નીચેની સ્થિતિને ખપાવીને, અંત:કરણના પ્રથમ સમયે જ ઔપમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ત્યાં અંતર્મુહૂર્તના ઉપશમ કાલમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાલ બાકી રહે ત્યારે કોઈક અનંતાનુંબંધીના ઉદયથી સાસ્વાદન ગુણસ્થાનકે આવે છે અને ઉપશમ શ્રેણીથી પડેલા પણ કોઈક જીવને સાસ્વાદન ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અવશ્ય ઉ૫૨ની મિથ્યાત્વની સ્થિતિનો ઉદય થવાથી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. (૩) સમ્યક્ મિથ્યાદૃષ્ટિ તે મિશ્ર અને તે અંત૨ક૨ણકાલમાં પ્રાપ્ત થયેલ ઔપશમિક સમ્યક્ત્વરૂપ ઔષધ વિશેષને પામીને મદનકોદ્રવ સ્થાનીય ઉપરની મિથ્યાત્વ મોહનીય સ્થિતિમાં રહેલ મિથ્યાત્વ મોહનીયના શુદ્ધ અર્ધશુદ્ધ અને અશુદ્ધ રૂપ ત્રણ પુંજ કરીને ત્યાર બાદ અર્ધવિશુદ્ધ પુંજના વેદન કાલે અંતર્મુહૂર્ત પ્રમાણ મિશ્ર ગુણસ્થાનક હોય છે. ત્યાર પછી અવશ્ય સમ્યક્ત્વ અથવા મિથ્યાત્વને પામે છે. (૪) અવિરત સમ્યદૃષ્ટિ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી નહિ ગ્રહણ કરેલ અણુવ્રતાદિવાળા કેવલ સમ્યક્ત્વવાળાનું ગુણસ્થાનક તે (૫) દેશવિરતિ - દેશ એટલે કે સ્થૂલ પ્રાણીના વધાદિમાં વિરત અને સર્વ પ્રકારે વ્રતને ગ્રહણ કરવામાં અવિરત, પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી હોય છે. (૬) પ્રમત્ત એટલે પ્રમત્ત સંયત, કષાયાદિ, દુઃપ્રણિધાન, ધર્મમાં અનાદરાદિ પ્રમાદવાળો. (૭) તે પ્રમત્તથી વિપરીત તે અપ્રમત્ત. (૮) નિવૃત્તિ આઠમું ગુણસ્થાનક અહીં પહેલા સમયે જ અસંખ્ય લોકાકાશ પ્રદેશ તુલ્ય જઘન્યાદિથી ઉત્કૃષ્ટ સુધીના અધ્યવસાય સ્થાનો હોય છે, ઉત્તરોત્તર સમયમાં અધિક અધિક સંખ્યાવાળા હોય છે અને તેઓમાં પણ જઘન્યથી ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાનક અને પૂર્વના ઉત્કૃષ્ટથી પછીનું જઘન્ય અધ્યવસાય સ્થાનક અનંતગુણ વિશુદ્ધ હોય છે. જઘન્યથી ઉત્કૃષ્ટ અનંતગુણ વિશુદ્ધ હોય છે અને તેથી એકી સાથે આ ગુણસ્થાનને પ્રાપ્ત કરેલા પ્રાણીઓના અન્યોન્ય અધ્યવસાય સ્થાનકો ભિન્ન હોય છે. અહીં કર્મોના સ્થિતિઘાત રસઘાતાદિ અપૂર્વ કરે છે. આથી અપૂર્વકરણ પણ કહેવાય છે. પૂર્વેના ગુણસ્થાનકોમાં જેટલો સ્થિતિ ખંડ અને રસખંડને હણતો હતો. તેના કરતાં અહીં અધિક મોટા ખંડને હણે છે. તથા વિશુદ્ધિના વશથી અપર્વતના કરણ વડે ઉપરની સ્થિતિમાંથી દલિકોને ઉતારીને ઉદયની ક્ષણ પછી અંતમુહૂર્તકાળમાં ખપાવવા યોગ્ય પ્રતિ સમયે અસંખ્યગુણ વૃદ્ધિ વડે દલિકોને ૨ચે છે તે ગુણશ્રેણી કહેવાય અને પહેલા કાળથી મોટી અને ઉતારેલા અલ્પદલિકોવાળી ગુણશ્રેણીને રચતો હતો અને અહીં કાલથી નાની સ્થિતિને અપવર્તીને ઘણા દલિકોને રચે છે. તથા વિશુદ્ધિના વશથી શુભ પ્રકૃતિમાં અશુભ પ્રકૃતિના દલિકોને દરેક સમયે અસંખ્ય ગુણ વૃદ્ધિ વડે નાંખવું તે ગુણસંક્રમ, તે પણ અહીં અપૂર્વ કરે છે અને પૂર્વે સ્થિતિબંધ દીર્ઘ કરતો હતો. અહીં હ્રસ્વ કરે છે. એ પ્રમાણે આ ઉપશમ અને ક્ષયને યોગ્ય કર્મદલિકોને ક૨તો હોવાથી ઉપશમક અને ક્ષપક કહેવાય છે. (૯) અનિવૃત્તિ - એકી સાથે આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલા જીવોના અધ્યવસાય સ્થાનકો એક સરખા હોય છે કારણ કે પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધ એક

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386