________________
૩૦૮
સમ્યક્ત્વ પ્રકરણ
ચોથા-પાંચમા અને ત્રીજા સમયે હોય છે એ પ્રમાણે વચન હોવાથી અને તૈજસ શરીરનું હંમેશા કામર્ણ શરીરની સાથે સહચારી પણું હોવાથી તેનો વ્યાપાર અલગ પ્રકારે નથી માટે તૈજસ કાયયોગ અલગ પ્રકારે ગણ્યો નથી. આમ કાયયોગ સાત પ્રકારે છે. સર્વે સાથે ગણતા યોગ પંદર થાય છે. //પા (૨૩૧) પ્રાણાદિની દ્વાર ગાથા કહેવાઈ હમણાં જીવના, લક્ષણભૂત ઉપયોગને કહે છે.
नाणं पंचवियप्पं, अन्नाणतिगं च सव्वसागारं ।
चउदसणमणागारं, उवओगा बारस हवंति ।।२६।। (२३२) ગાથાર્થઃ પાંચ જ્ઞાન-ત્રણ અજ્ઞાન તે સાકારોપયોગ રૂપ છે અને ચાર દર્શન તે અનાકારોપયોગ રૂપ છે. કુલ બાર ઉપયોગ છે.
ભાવાર્થ : જ્ઞાન પાંચ પ્રકારે છે. તેમાં ઈન્દ્રિય અને મન દ્વારા થાય તે મતિજ્ઞાન /૧// દ્રવ્ય અને ભાવ શ્રુતથી ઉત્પન્ન થયેલું તે શ્રુતજ્ઞાન llll રૂપી દ્રવ્યના વિષયવાળું તે અવધિજ્ઞાન //all મનુષ્ય ક્ષેત્રમાં રહેનારા સંશિ પંચેન્દ્રિયજીવના મનોગત ભાવને જાણે તે મન:પર્યાય જ્ઞાન. ૪. સર્વને પ્રકાશ કરનારું કેવળ અસહાયરૂપ તે કેવલજ્ઞાન //પા મિથ્યાદૃષ્ટિઓને વિપરીત અર્થગ્રાહક જે જ્ઞાન તે અજ્ઞાન. તે ત્રણ છે. મત્યજ્ઞાન-શ્રુતજ્ઞાન-વિર્ભાગજ્ઞાન. સર્વ જ્ઞાન અને અજ્ઞાન સાગાર - આકાર વ્યક્તિનો ગ્રહણ પરિણામરૂપ વિશેષ તે આકાર ના ૩ વિલેસો આ પ્રમાણે વચન હોવાથી. આકાર સહિત જે વર્તે છે તે સાકાર અર્થાત્ વિશેષ ગ્રાહક. ચાર પ્રકારના દર્શનોનો સમાહાર તે ચાર દર્શન ચક્ષુદર્શનાદિ. તેમાં ચક્ષુ વડે સામાન્ય આકારનું ગ્રહણ તે ચક્ષુદર્શન I૧ી બાકીની ઈન્દ્રિયો અને મન વડે સામાન્ય આકારનું ગ્રહણ તે અચક્ષુદર્શન મેરી અવધિથી જે દર્શન તે અવધિદર્શન. ૩ વળી, કેવલથી જે દર્શન તે કેવલદર્શન ૪. પૂર્વે કહેલ આકાર જેને વિદ્યમાન નથી તે અનાકાર. સામાન્યને જ ગ્રહણ કરતું હોવાથી. મન:પર્યવજ્ઞાન વિશેષ આકારને જ ગ્રહણ કરતું હોવાથી તેનાથી કરાયેલ દર્શનભેદ નથી. આ પ્રમાણે જીવને પદાર્થને ગ્રહણ કરવામાં જે ઉપયોગી થાય છે તે ઉપયોગો બાર છે. હમણાં જીવના ઉત્તરોત્તર વિશુદ્ધિરૂપ ગુણસ્થાનોને કહે છે.
मिच्छद्दिट्ठी सासा-यणे य तह सम्ममिच्छदिट्ठी य । વિસમ્મદિઠ્ઠી, વિરયાવર પમત્તે ય ાર૭il (૨૨૩) तत्तो य अप्पमत्ते, नियट्टि अनियट्टि बायरे सुहुमे ।
૩વસંતવાનો, હોદ સોની અનોખી ૨ ૨૮ાા (૨૩૪) ગાથાર્થ : મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિ, અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ, ક્ષીણમોહ સયોગી કેવલી, અયોગી કેવલી, આ ચૌદ ગુણ સ્થાનકો છે.
ભાવાર્થઃ મિથ્યા - અરિહંત ધર્મ અતધ્ય છે. આ પ્રમાણે દૃષ્ટિ અર્થાત્ દર્શન જેને છે તે મિથ્યાદૃષ્ટિ. તો શા માટે આને ગુણસ્થાનક કહેવાય છે તો કહે છે.