________________
૩૦૬
સમ્યકત્વ પ્રકરણ
ઐરાવત ક્ષેત્રોમાં મધ્યના બાવીસ તીર્થંકરોના તીર્થમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં તો સર્વેને સર્વકાલે યાવત્કથિક (જીવન પર્યતનું) સામાયિક ચારિત્ર હોય છે, ઈત્વરકાલિક હોતું નથી.
(૨) છેદોપસ્થાપનીય ચારિત્ર - ઈત્વરકાલિક સામાયિક ચારિત્રવાળા સાધુ-સાધ્વીને જે પાંચ મહાવ્રતો (વડી દીક્ષા) આપવામાં આવે છે. તેને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. એવી રીતે, ભગવાન પાર્શ્વનાથના તીર્થના સાધુ-સાધ્વી જ્યારે ભગવાન મહાવીરના તીર્થમાં આવ્યા, ત્યારે તેમને જે પાંચ મહાવ્રત આપવામાં આવ્યા હતાં તે પણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હતું. પાંચ મહાવ્રતોને સ્વીકાર્યા પછી, એ મહાવ્રતોનું ખંડન થયું હોય એવા ને પુનઃ પાંચ મહાવ્રત આપવામાં આવે તેને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે.
(૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર - બે પ્રકારનું છે. (૧) નિર્વિશમાનક અને (૨) નિર્વિષ્ટકાયિક. પહેલું પરિહાર વિશુદ્ધિ તપ વિશેષ) સેવનારાને હોય છે, બીજું પરિહાર વિશુદ્ધિ સેવેલાને હોય છે. આ ચારિત્રમાં ૯ સાધુનો ગણ હોય છે. તેમાં ચાર પરિહારકો એટલે વિશિષ્ટ તપ કરનાર હોય, ચાર મુનિ સેવા કરનારા અનુપરિહારક હોય અને એક કલ્પસ્થિત એટલે વાચનાચાર્ય હોય છે.
તેઓને તપ આ પ્રમાણે હોય છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળાનો તપ જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ, શીતઉષ્ણ અને વર્ષાકાલમાં ધીર પુરુષો વડે પ્રત્યેકને કહેવાયેલો છે. તેમાં ગીષ્મકાલમાં જઘન્યથી ચોથ ભક્ત, મધ્યમથી છઢ અને ઉત્કૃષ્ટથી અટ્ટમ હોય છે. હવે શીતકાલના તપને કહું છું. lરા શીતકાલમાં જઘન્યથી છઠ્ઠ માધ્યમથી અટ્ટમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ હોય છે. વર્ષાકાલમાં જઘન્યથી અટ્ટમ, મધ્યયથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ હોય છે. llall પારણામાં આયંબિલ ભિક્ષાનું પાંચમાં ગ્રહણ અને બેમાં અભિગ્રહ હોય છે. કલ્પસ્થિત એટલે વાચનાચાર્ય હંમેશાં આયંબિલને કરે છે. જો આ પ્રમાણે છ માસ તપને આચરીને પરિહારક વૈયાવચ્ચ કરનારા થાય છે અને વૈયાવચ્ચ કરનારા તપ કરનાર થાય છે અને તેઓ છ માસ તપને કરે છે. પણ એ પ્રમાણે કલ્પસ્થિત છ માસ તપને કરે છે અને બાકીના સેવા કરનારા અને એક વાચનાચાર્ય થાય છે. Iકા આ અઢાર માસના પ્રમાણવાળો કલ્પ સંક્ષેપથી કહ્યો. વિશેષથી તેને સૂત્રથી જાણવા યોગ્ય છે. llી કલ્પ સમાપ્ત થયા બાદ તેઓ જિનકલ્પને સ્વીકારે છે અથવા ફરીથી ગચ્છવાસમાં આવે છે. IIટા તીર્થંકરની પાસે અથવા તીર્થંકરની પાસે જેને દીક્ષા લીધી હોય તેની પાસે પરિહાર વિશુદ્ધિ ચારિત્રને ગ્રહણ કરી શકે છે. બીજા પાસે નહિ તેઓનું જે ચારિત્ર તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે. આ ઉપશમ શ્રેણી ક્ષપક શ્રેણીમાં લોભના અંશોના અનુભવન સમયે સૂક્ષ્મ લોભરૂપ કષાય જેને વિષે છે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર.
યથાખ્યાત ચારિત્ર - અરિહંત ભગવંતે કહેલા સ્વરૂપને નહિ ઓળંગનારૂ ચારિત્ર અને તે ઉપશાંત મોહ ગુણસ્થાનકે અને ક્ષીણમોહ ગુણસ્થાને રહેલા છદ્મસ્થને તથા સયોગી ગુણસ્થાનક અને અયોગી ગુણસ્થાનકે રહેલા કેવલી ભગવંતોને હોય છે. આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૨૧-૨રા (૨૨૭, ૨૨૮) હવે યોનિદ્વારને કહે છે.
पुढविदगअगणिमारुय, इक्केक्के सत्तजोणिलक्खाओ । वणपत्तेय अणंता, दस चउद्दस जोणिलक्खाओ ।।२३।। (२२९)