________________
ગુરુના લક્ષણ ભેદ
૨૮૫
ભાવાર્થ : સામાન્યથી નિગ્રંથો વિના તીર્થ નથી અને તીર્થ વિના નિગ્રંથો નથી. પુલાક-બકુશ અને પ્રતિસેવણા કુશીલોનો આ નિયમ છે અને પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે,
હે ભગવંત ! પુલાક ચારિત્ર તીર્થમાં હોય છે કે અતીર્થમાં હોય છે ? હે ગૌતમ ! તીર્થમાં હોય છે. અતીર્થમાં નથી હોતું. એ પ્રમાણે બકુશ અને પ્રતિસવણા કુશીલમાં પણ જાણવું. કષાય કુશીલમાં પૃચ્છા, તે ગૌતમ ! તીર્થમાં હોય અને અતીર્થમાં પણ હોય. જો અતીર્થમાં હોય તો તીર્થકરમાં હોય કે પ્રત્યેક બુદ્ધમાં હોય ? હે ગૌતમ ! તીર્થકરમાં પણ હોય અથવા પ્રત્યેક બુદ્ધમાં હોય. એ પ્રમાણે નિગ્રંથમાં અને સ્નાતકમાં પણ તે પ્રકારે જાણવું. તેથી છજીવનિકાયનો સંયમ જ્યાં સુધી હોય ત્યાં સુધી બકુશ અને પ્રતિવેષણા કુશીલની અનુવૃત્તિ એટલે કે અનુસરણ હોય છે. એ પ્રમાણેનો અર્થ છે. //પલા(૧૭૩) હવે ઉત્તરાર્ધને વર્ણવે છે.
जा संजमया जीवेसु, ताव मूला य उत्तरगुणा य ।
इत्तरियच्छेयसंजम, नियंठ बकुसाऽऽयपडिसेवी ।।६०।। (१७४) ગાથાર્થઃ જ્યાં સુધી પૃથ્વી આદિ જીવોનું સંયમ-રક્ષણ કરવાનો પરિણામ હોય છે, ત્યાં સુધી જ મૂલગુણો અને ઉત્તરગુણો રહે છે તથા જ્યાં સુધી સામાયિક અને છેદોપસ્થાપનીય આ બે સંયમ હોય છે, ત્યાં સુધી તે વિવિધ સંયમના સાધક બકુશ ચારિત્રી અને પ્રતિસેવન કુશીલ ચારિત્રી મહાત્માઓ હોય છે. કol૧૭૪
ભાવાર્થ : જ્યાં સુધી જીવોને વિષે સંયમપણું છે એટલે કે શેષગુણના અભાવમાં પણ ષજીવનીકાયની રક્ષા માત્ર પણ કરાય છે ત્યાં સુધી મૂલગુણો અને ઉત્તરગુણો છે જ્યાં સુધી મૂલોત્તર ગુણો છે ત્યાં સુધી સામાયિક સંયમ અને છેદોપસ્થાપનીય સંયમ છે. જ્યાં સુધી આ બંને સંયમ છે ત્યાં સુધી બકુશ-આય પ્રતિષેવી. આય-જ્ઞાનાદિનો લાભ તેને પ્રતિકૂળ ચેષ્ટા કરે. તેઓ આયપ્રતિસવી, જ્ઞાનાદિ ઉપજીવક પ્રતિસેવણા કુશીલ છે. આ પ્રમાણે અર્થ છે. કoll(૧૭૪) આ જ સર્વતીર્થોમાં વ્યવસ્થા છે તે કહે છે.
सव्वजिणाणं निचं, बकुसकुसीलेहिं वट्टए तित्थं ।
नवरं कसायकुसीला, अपमत्तजई वि सत्तेण ।।६१।। (१७५) ગાથાર્થઃ સર્વે જીનેશ્વરોનું તીર્થ હંમેશાં બકુશ અને કુશીલ ચારિત્રી વડે વર્તે છે. કેવળ વિશેષતા એટલી છે કે અપ્રમત્તયતિઓ (૭મે ગુણઠાણે રહેલા સાધુઓ) ક્રોધાદિ કષાયોની સત્તાથી જ કષાય કુશીલ કહેવાય છે. બીજી કુશીલતા તેઓમાં હોતી નથી. IIકલા(૧૭૫)
ભાવાર્થ ઃ ભરત-ઐરવત અને મહાવિદેહના તીર્થકરોનું તીર્થ હંમેશાં બકુશ અને કુશીલો વડે વર્તે છે. પુલાકાદિનું અલ્પપણું હોવાથી અને ક્યારેક જ હોવાથી. પરંતુ આટલું વિશેષ છે કે સત્ત્વન-કષાયની સત્તા વડે અપ્રમત્તયતિઓ પણ-સાતમા ગુણસ્થાનકે રહેલા પણ કષાયકુશીલ કહેવાય છે. આથી આવા પ્રકારના કષાયકુશીલો પણ જ્યાં સુધી તીર્થ હોય ત્યાં સુધી હોય છે. આ પ્રમાણેનો ભાવ છે. કલા(૧૭૫)