________________
૨૯૦
સમ્યક્ત્વ પ્રકરણ
આ પ્રમાણે અનેક પ્રકારે ચારિત્રના અસ્તિત્વનું સ્થાપન કરીને નિચોડ કહે છે.
ता तुलियनियबलाणं, सत्तीइ जहागमं जयंताणं ।
સંપુશ્ચય વરિયા, કુષ્પદંતાપ સાહૂ II૭૦|| (૨૮૪) ગાથાર્થ તેથી પોતાના બલની તુલના કરી શક્તિ મુજબ આગમાનુસારે પ્રયત્ન કરનારા શ્રદુપ્પસહસૂરિજી સુધના સાધુઓની ક્રિયા (આચરણ) સંપૂર્ણ જ છે. છoll૧૮૪ો
ભાવાર્થ સુગમ છે. પરંતુ સંપૂર્ણ જ ક્રિયા. પૂર્વ યતિઓથી ન્યૂન નહિ. પોતાના સામર્થ્યની તુલનાનું સમાનપણું હોવાથી II૭૦ના(૧૮૪) એ પ્રમાણે ચારિત્રીને વ્યવસ્થાપન કરીને સામ્યથી વિશુદ્ધ તેના જ ચિત્તને નમસ્કાર કરે છે.
लाहालाह-सुहासुह, जीवियमरण-ठिइपयाणेसु ।
हरिसविसाय विमुक्कं, नमामि चित्तं चरित्तीणं ।।७१।। (१८५) ગાથાર્થ : લાભ-અલાભ, સુખ-દુઃખ જીવિત-મરણ, સ્થિતિ પ્રસ્થાન (ગમન)માં હર્ષ અને વિષાદથી મૂકાયેલા. ચારિત્રીઓના ચિત્તને હું નમસ્કાર કરું છું. ૭૧.૧૮પા
ભાવાર્થ : પ્રગટ છે.ll૭૧il(૧૮૫) સામ્યનો જ શિષ્યને ઉપદેશ આપે છે.
वंदिजंतो हरिसं, निंदिज्जंतो करिज न विसायं ।
न हु नमिय निंदियाणं, सुगई कुगई च बिंति जिणा ।।७२।। (१८६) ગાથાર્થ : વંદન કરાતો હર્ષ ન કરે અને નિંદા કરાતો વિષાદને ન કરે. નમન કરાયેલાથી સદ્ગતિ અને નિંદા કરાયાથી દુર્ગતિ નથી એમ જિનેશ્વરો કહે છે. ૭૨૧૮ડા
ભાવાર્થ : સ્પષ્ટ છે. Iકરા(૧૮૬)
અને તેવા પ્રકારની સમતા ભજનાર સાધુના, જીવત્વ તુલ્ય હોવા છતાં પણ તપ વિગેરે ગુણો વંદન કરવા યોગ્ય છે. એ પ્રમાણે સ્થાપન કરીને તેને નમસ્કાર કરતા કહે છે.
वंदामि तवं तह सं-जमं च खंति च बंभचेरं च ।
નીવાજે ૨ હિંસા, નં ર નિયત્તા ધરાવાસTI૭૨ (૨૮૭) ગાથાર્થ : સાધુઓના તપને સંયમને, ક્ષમાને, બ્રહ્મચર્યને, જીવોની અહિંસાને અને ઘરવાસથી વિરામ પામવારૂપ ધર્મને હું વંદન કરું છું. I૭૭ll૧૮૭
ભાવાર્થ: તપને તથા સંયમને-ઈન્દ્રિય અને મનના નિગ્રહને, ક્ષાન્તિને અને બ્રહ્મચર્યને તથા જીવોની અહિંસાને અને વળી ઘરવાસથી નિવૃત્ત થયેલા સાધુના તે વિરતપણાને હું વંદન કરું છું.