________________
૨૯૪
સમ્યક્ત્વ પ્રકરણ
વડે, પાર્થસ્થા-પૂર્વે કહેલ, પ્રમાદીઓ, તેના પ્રકારો વડે અર્થાતુ પાર્થસ્થાદિઓ ઘણા વડે પણ પ્રવર્તાવેલ. તે જીત વડે વ્યવહાર આચરવા યોગ્ય નથી. જેથી કહ્યું છે કે, અંધ પુરુષો સો સાથે મળે તો પણ જોઈ શકતા નથી. II૭૯૧૯all પરંતુ
जं जीयं सोहिकर, संवेगपरायणेण दंतेण ।
इक्केण वि आईनं, तेण उ जीएण ववहारो ।।८०।। (१९४) ગાથાર્થ : શુદ્ધિ કરનાર એવો જે જીતે વ્યવહાર છે તે સંવેગમાં પરાયણ અને દાત્ત એવા એક વડે પણ આચરાયેલ હોય તે તે વ્યવહાર વડે આચરણ કરવું જોઈએ. liટoll૧૯૪
ભાવાર્થ : સ્પષ્ટ છે.ll૮૭ll(૧૯૪) અહીં જ વિશેષને કહે છે.
आणाए अवटुंतं जो, उववूहिज जिणवरिंदाणं ।
तित्थयरस्स सुयस्स य, संघस्स य पञ्चणीओ सो ।।८१।। (१९५) ગાથાર્થ : શ્રી જિનેશ્વરોની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર અધમ પુરુષની, જે કોઈ આત્મા પ્રશંસા કરે છે, તે આત્મા શ્રી તીર્થકરનો, શ્રત (આગમ)નો અને સંઘનો શત્રુ બને છે. I૮૧/૧૯૫
ભાવાર્થ : પાઠ સિદ્ધ છે. હવે વસ્ત્ર-પાત્રાદિની આશંસા વડે ઉન્માર્ગગામી એવા ગૃહસ્થાદિને જેઓ અનુસરે છે તેઓની પ્રતિ કહે છે.
किं वा देइ वराओ, मणुओ सुठु वि धणी वि भत्तो वि ।
માફીમાં પુખ, તર્યા અપાંતકુહદે T૮૨ાા (૨૬૬) ગાથાર્થ : સારો ધનવાન મનુષ્ય કે સારો ભક્ત મનુષ્ય પણ બિચારો શું આપે ? અર્થાતુ કાંઈ ન આપે વળી થોડું પણ આજ્ઞાનું અતિક્રમણ તે અનંત દુઃખના હેતુ રૂપ છે. ૮૨ા (૧૯૭) ભાવાર્થ : સ્પષ્ટ છે.
तम्हा सइ सामत्थे, आणाभटुंमि नो खलु उवेहा ।
अणुकूलगेयरेहि, अणुसट्ठी होइ दायव्वा ।।८३।। (१९७) ગાથાર્થ : તે કારણથી સામર્થ્ય હોતે છતે આજ્ઞાનું અતિક્રમણ કરનારની ઉપેક્ષા કરવા યોગ્ય નથી. પરંતુ પ્રિય અને કઠોર વચનો વડે શીખામણ આપવા યોગ્ય છે. ૮all(૧૯૭)
ભાવાર્થ : જે કારણથી આજ્ઞાનું અતિક્રમણ અનંત દુઃખરૂપ હોવાથી સામર્થ્ય હોતે છતે અર્થાત્ આજ્ઞાનું અતિક્રમણ કરનારને પાછા વાળવાની શક્તિ હોતે છતે, આજ્ઞાનું અતિક્રમણ કરનાર ગૃહસ્થ અથવા સાધુને વિષે અનુવર્તન તો દૂર રહો. ખલુ શબ્દ પણ અર્થમાં છે. પરંતુ ઉપેક્ષા ઉદાસીનતા કરવા યોગ્ય પણ નથી. જેથી કહ્યું છે કે,