________________
૩૦૨
સમ્યક્ત્વ પ્રકરણ
આહારાદિ પર્યાપ્તિઓ કહેવાઈ. તો શું સર્વે જીવો આહારી જ હોય છે કે નહિ ? તે કહે છે.
विग्गहगइमावना केवलिणो समुहया अजोगी य ।
सिध्धा य अणाहारा सेसा आहारगा जीवा ।।११।। (२१७) ગાથાર્થ : વિગ્રહ ગતિને પ્રાપ્ત થયેલા, કેવલી સમુદ્યાતવાળા, અયોગી કેવલી અને સિદ્ધના જીવો અણાહારી છે અને બાકીના જીવો આહારી હોય છે.
ભાવાર્થઃ વિગ્રહગતિ - શાસ્ત્રની ભાષા વડે વક્રગતિ કહેવાય છે. અહીં ભવાંતરમાં જનારની બે ગતિ છે. ઋજુગતિ અને વિક્રગતિ. ત્યાં જીવ અને પુદ્ગલનું અનુશ્રેણીએ ગમન હોવાથી અનુશ્રેણીમાં રહેલ ઉત્પત્તિ સ્થાનમાં ઋજુગતિ વડે એક જ સમય વડે જાય છે અને ત્યાં જ આહારને ગ્રહણ કરે છે. વિશ્રેણીમાં રહેલા વળી બે-ત્રણ અને ચાર વક્રગતિને પામેલા પહેલા સમયે ભોગવાતા શરીરના આહારવાળા, અન્ય સમયે આગામી શરીરના આહારવાળા મધ્યના એક-બે ત્રણ સમયમાં યથાસંખ્ય અણાહારી હોય છે. અને વળાંકો આ પ્રમાણે છે.
પહેલા વળાંકે વિદિશાથી દિશામાં આવે, બીજે ત્રસનાડીની મધ્યમાં પ્રવેશે, ત્રીજે ઉંચો જાય, ચોથે નીચો (ત્રસનાડીની બહાર) જાય અને પાંચમે વળાંકે વિદિશામાં થાય. /૧
તથા કેવલીઓ સમ્યફ રીતે ચારે બાજુથી પ્રબલતા વડે આત્મ પ્રદેશો વડે ચૌદ રાજલોક સ્વરૂપ લોકાકાશને પૂરે છે. ધાતુઓના અનેક અર્થ હોવાથી ધ્વત્તિનો અર્થ પૂરે છે થાય એટલે સમુદ્યાતને પામેલા ચૌદરાજ લોકને પૂરે છે. તેઓ આયુષ્યનું અલ્પપણું અને વેદનીયકર્મનું પ્રાચુર્ય જાણીને આયુષ્યની સમાન વેદનીયાદિ કર્મને કરવા માટે આઠ સમયના સમુદ્ધાતને કરે છે.
પહેલા સમયે પોતાના શરીર પ્રમાણ પહોળો અને ઉર્ધ્વ-અધોલોક પ્રમાણ ઉંચો લોકાંતગામી એવો દંડ બનાવે છે, બીજા સમયમાં કપાટ, ત્રીજા સમયમાં મંથાન (રવૈયો) અને ચોથા સમયે લોકવ્યાપી બને છે. //ર૭૪ll
પાંચમા સમયે મન્થાનના અંતરાલના પ્રદેશોને સંહરે (સંકોચે) છે, છઠ્ઠા સમયે મન્થાનને સંહરે છે, સાતમા સમયે કપાટને અને આઠમા સમયે દંડને સંહરે છે. ર૭પ
અહિં ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં અણાહારી હોય છે. કારણ કેવલ કાર્મહયોગી છે. વિગ્રહગતિમાં વળાંકોમાં જેમ જીવ કેવલ કાર્મહયોગી હોય છે તેમ. વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહ્યું છે કે –
પહેલા અને આઠમા સમયે તે (કેવલજ્ઞાની) ઔદારિયોગવાળો ઈષ્ટ છે (હોય છે.) સાતમા, છઠ્ઠા અને બીજા સમયમાં તે મિશ્ર - ઔદારિક મિશ્રયોગવાળો ઈષ્ટ છે (હોય છે.) I/ર૭કો
ચોથા, પાંચમા અને ત્રીજા સમયે તે (કેવલજ્ઞાની) કાર્પણ કાયયોગવાળો હોય છે અને આ ત્રણે સમયમાં તે અવશ્ય અનાહારક હોય છે. ર૭૭ી (પ્રશમરતિ-૨૭૪ થી ૨૭૭)
અયોગી કેવલીઓ, મોક્ષગમન કાલે પાંચ હૂસ્વાક્ષર (ગ, ૩, ૩, , ) ના ઉચ્ચારણ માત્ર કાળમાં રૂંધેલા કાય, મન અને વચન યોગવાળા તથા સિદ્ધો અણાહારી હોય છે, શેષ જીવો આહારક હોય છે. I/૧૧૨૧૭ll