________________
તત્ત્વતત્ત્વ નવતત્ત્વો
૨૯૯
તથા
एगिदियसुहुमियरा, सनियरपणिंदिया सबितिचउ ।
पज्जत्तापज्जत्ता-भेएणं चउदसग्गामा ।।४।। (२१०) ગાથાર્થ : સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય, સંક્ષિ-અસંગ્નિ પંચેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય આ સાત પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ વડે કરીને ચોદ જીવના સ્થાનકો છે. ll૪ll(૨૧૦)
ભાવાર્થ: એકેન્દ્રિય બે પ્રકારે, સૂક્ષ્મ તથા બાદર. સૂક્ષ્મ-સૂક્ષ્મ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા સકલ લોકમાં વ્યાપીને રહેલા અને અતિશય વિનાના જેને જોઈ ન શકે અર્થાત્ અદશ્ય હોય છે.
બાદર-બાદર નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા બાદરો નિયત સ્થાને રહેનારા હોય છે. સંન્નિ-મન સહિતના હોય તે, અસંશિ-મન રહિતના તે, આમ પંચેન્દ્રિય બે પ્રકારે છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય આ કુલ સાત ભેદ થયા. તે સાતે પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદ વડે કરતા ચૌદ થાય. ગ્રામા એટલે જીવના નિવાસ સ્થાનો છે.ll(૨૧૦) ફરી બીજા પ્રકાર વડે જીવના ભેદને કહે છે.
पुढवीदगअगणिमारुय-वणसइणंता पणिंदिया चउहा ।
વપયા વિાિ , તુવિદા સબૅવિ બત્તીસં IIT! (૨૨) ગાથાર્થ પૃથ્વી-અપ-તેલ-વાયુ-અનંતકાય (સાધારણ વનસ્પતિકાય) અને પંચેન્દ્રિય ચાર પ્રકારે એમ કુલ ૨૪ તથા પ્રત્યેક વનસ્પતિકાય અને વિકસેન્દ્રિય બે પ્રકારે એમ કુલ ૮ આમ સર્વે મળીને બત્રીશ પ્રકાર છે.
ભાવાર્થ પૃથ્વી-અપ-તેલ-વાયુ અને સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ-બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તા કુલ ૨૦ ભેદ. પંચેન્દ્રિયના સંજ્ઞિ-અસંજ્ઞિ પર્યાપ્તા અને અપર્યાપ્તા કુલ ૪ ભેદ, પ્રત્યેક વનસ્પતિકાય, બેઇન્દ્રિય તેઈન્દ્રિય-ચઉન્દ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા કુલ ૮ ભેદ સર્વે મળીને બત્રીશ ભેદ થાય છે.
અહીં બેઈન્દ્રિયાદિના સંસ્થાનો (આકૃતિ) સાક્ષાત જ દેખાય છે. વળી પૃથ્વીકાયાદિના સૂક્ષ્મ હોવાથી સંસ્થાનો ઓળખાતા નથી. આથી તેઓના સંસ્થાનોને કહે છે.
मस्सूरए य थिबुए, सूइपडागाअणेगसंठाणा ।
पुढवीदगअगणिमारुय-वणस्सईणं च संठाणा ।।६।। (२१२) ગાથાર્થ : પૃથ્વીકાયનું મસુરની દાળ સમાન છે. અપકાયનું સંસ્થાના પાણીના પરપોટા સમાન છે. તેઉકાયનું સોય સમાન છે. વાયુકાયનું ધજા સમાન છે અને વનસ્પતિકાયનું સંસ્થાન અનેક પ્રકારે હોય છે.
ભાવાર્થ : મસૂરક-ધાન્ય વિશેષ, સિબુક-પાણીના બિંદુ, સોય અને ધજા પ્રસિદ્ધ છે અને અનેક પ્રકારના વિચિત્ર દ્રવ્યો તેના સમાન આકાર છે જેઓનો તે, અનુક્રમે પૃથ્વી-અપ-તેલ-વાયુ અને વનસ્પતિકાયના સંસ્થાનો છે અર્થાત્ શરીરરૂપી પુલોની રચના વિશેષ છે. Iકા(૨૦૧૨)