________________
૨૯૨
સખ્યત્વ પ્રકરણ -
અવસગ્ન બે પ્રકારે (૧) સર્વ અવસગ્ન, (૨) દેશ અવસત્ર - બાંધેલા અથવા નિયંત્રિત પીઠ ફલકવાળો અથવા ઋતુબદ્ધકાળમાં પીઠફલક વાપરવાવાળો અને
સ્થાપનાભાજી તે સર્વ અવસત્ર જાણવો. I૧(પ્રવ. સા. ૧૦૬ સંબોધ પ્ર. ગુરુ અધિકારે ૧૨)
ઋતુબદ્ધકાળમાં પીઠફલક (પાટ-પાટલા) વિગેરેને વાપરનારો હોય અથવા એકાન્ત પાથરેલા સંથારાવાળો અર્થાત્ દિવસે પણ સંથારો પાથરેલો જ રાખે. વળી દેશ અવસગ્નઆવશ્યક વિગેરે ન કરે અથવા વધારે ઓછું કરે અને ગુરુની સામે બોલે છે, દેશ અવસત્ર કહેવાય છે. રા.
(પ્રવ. સા. ૧૦૮ સંબોધ પ્ર. ૧૪) કુશીલીયા તે ત્રણ પ્રકારે છે. (૧) જ્ઞાન વિષયક (૨) દર્શન વિષયક (૩) ચારિત્ર વિષયક, આ કુશીલીયા અવંદનીય છે, એમ વીતરાગ ભગવંતે કહ્યું છે. રેરા (પ્રવ. સા. ૧૦૯)
તેમાં અકાલે સ્વાધ્યાયાદિ કરે તે જ્ઞાનકુશીલ. વળી શંકા, કાંક્ષા વિગેરેને સેવનારો તે દર્શન કુશીલ જાણવો અને કૌતુકકર્મ, ભૂતિકર્મ વિગેરેને સેવનારો તે ચારિત્ર કુશીલ જાણવો. ૩.
સૌભાગ્ય વિગેરે માટે સ્ત્રી વિગેરેને ત્રિક અને ચોક વિગેરેમાં સ્નાન કરાવે તે કૌતુકકર્મ કહેવાય અને તાવ વિગેરેને દૂર કરવાને માટે અભિમંત્રિત રાખને આપવી તે ભૂમિકર્મ કહેવાય છે. આદિ શબ્દથી નિમિત્તાદિ જાણવું.
પાંચ આશ્રવમાં જે પ્રવૃત્ત હોય, ત્રણ ગારવમાં આસક્ત હોય, સ્ત્રીને સેવનાર હોય, ગૃહસ્થ સંબંધી ધનધાન્ય વિગેરેની પૂર્તિની ક્રિયામાં જે પ્રવૃત્ત હોય, તે સંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. ll૧ (પ્રવ. સા. ૧૧૯)
સ્ત્રી સંકિલષ્ટ એટલે સ્ત્રીઓની મધ્યમાં વસનારો. ગૃહિ સંકિલષ્ટ એટલે ઘરના ધન-ધાન્યાદિની ચિંતા કરનારો.
વળી અસંકિલષ્ટ તે -
પાસત્ય આદિ મળે ત્યારે તેમના જેવો થાય એટલે કે અપ્રિયધર્મી થાય અને સંવિજ્ઞ આદિ મળે ત્યારે તેવો થાય એટલે કે પ્રિયધર્મી થાય તે અસંકિલષ્ટ સંસક્ત કહેવાય છે. ///
જે ઉસૂત્રને જાતે સેવે અને બીજાને ઉસૂત્રની પ્રરૂપણા કરે તે યથાર્જેદિક કહેવાય છે, યથાઍદિક પોતાની ઈચ્છા પ્રમાણે બોલે અને વર્તે છે યથાછંદ, ઈચ્છાછંદ આ એકાર્યવાચી શબ્દો છે. રા (પ્રવ. સા. ૧૨૦, ૧૨૧) ૭પ.૧૭૯ો. હવે તેમને વંદન કરવામાં શો દોષ છે તે કહે છે.
वंदंतस्स उ पासत्थ-माइणो नेव निजर न कित्ती ।
जायइ कायकिलेसो, बंधो कम्मस्स आणाइ ।।७६।। (१९०) ગાથાર્થ: પાર્થસ્થાદિને વંદન કરનારને નિર્જરા થતી નથી. કીર્તિ થતી નથી. પરંતુ કાયકલેશ થાય છે અને કર્મનો બંધ થાય છે તથા આજ્ઞાભંગાદિ દોષથાય છે.