________________
૨૮૨
સભ્યત્વ પ્રકરણ
પ્રતિસેવા પુલાકઃ આલનાદિ વડે જ્ઞાનાદિની અસારતા કરનાર. બીજો ચારિત્રી બકુશ-સંયમના યોગથી બકુશ - બકુશ - કાબરચીતરું તે પણ બે પ્રકારે છે. ત્યાં વસ્ત્રપાત્રાદિ ઉપકરણની વિભૂષા કરનાર પ્રથમ અને હાથ-પગ-નખ અને મુખાદિ શરીરના અવયવોની વિભૂષા કરનાર તે બીજો.
ત્રીજો કુશીલઃ આ પણ બે પ્રકાર છે. (૧) જ્ઞાનાદિ પ્રતિસેવણાકુશીલ એટલે કે જ્ઞાનાદિ વડે જીવનાર (૨) કષાયકુશીલ-કષાયો વડે જ્ઞાનાદિનો વિરાધક.
(૪) નિગ્રંથ નામનો ચોથો થાય છે. મોહનીય નામની ગ્રંથિથી નીકળી ગયેલ નિગ્રંથ. ઉપશાંત મોહ અને ક્ષણમોહ ગુણસ્થાનકમાં રહેલ મુનિ.
(૫) સર્વોત્તમ પાંચમો સ્નાતકની જેમ - સ્નાતક - ઘાતિકર્મોના ક્ષયથી કેવલજ્ઞાની. આ ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્રવાળા અને આનો વિસ્તાર શ્રી ભગવતી સૂત્રના રૂપમા શતકના છઠ્ઠા ઉદ્દેશમાંથી જાણવા યોગ્ય છે.
આ પ્રમાણે શ્લોકનો અર્થ છે. ૪૯l(૧૯૩) હવે આ સર્વે પણ હમણાં પ્રાપ્ત કરાય છે કે અથવા ક્યારેક જ પ્રાપ્ત કરાય છે તે કહે છે. निग्गंथसिणायाणं, पुलायसहियाण तिण्ह वुच्छे ओ ।
સા નિ, વિ ના તિર્થે તાવ દોëિતિ III(૨૬૪) ગાથાર્થઃ આ દુષમા નામના પાંચમા આરામાં પુલાક, નિગ્રંથ અને સ્નાતક એ ત્રણેય ચારિત્રનો વ્યવચ્છેદ (નાશ) થયો છે, તથા બકુશ અને કુશીલ ચારિત્ર તો, જ્યાં સુધી પ્રભુ શ્રી મહાવીરનું તીર્થ હશે ત્યાં સુધી રહેશે. પ૦/૧૯૪ll
ભાવાર્થ : સ્પષ્ટ છે. પci(૧૯૪) હવે જે જ્યાં સુધી તીર્થ હોય ત્યાં સુધી રહેનારાની તે બે પ્રતિ શું કરવા યોગ્ય છે તો કહે છે.
ता तेसिं असढाणं, जहसत्ति जहागमं जयंताणं ।
कालोचियजयणाए, बहुमाणो होइ कायव्वो ।।५१।। (१६५) ગાથાર્થ ઃ તે કારણથી આગમમાં કહેલી વિધિ મુજબ શક્તિ અનુસાર પ્રામાણિક પુરુષાર્થ કરનાર બકુશકુશીલ ચારિત્રીને વિશે કાલને ઉચિત જયણા વડે બહુમાન કરવા યોગ્ય છે. પ૧/૧૦પ
ભાવાર્થ: તે કારણથી શઠતા રહિત, બકુશ અને કુશીલ ચારિત્રની શક્તિ પ્રમાણે આગમમાં કહેલ વિધિ પ્રમાણે કાલ - દુષમકાલ તેને ઉચિત યતના વડે પ્રયત્ન કરતા તે બંનેની પૂજા કરવા યોગ્ય છે. પલા(૧૯૫) હવે પૂજાને જ પ્રગટ કરે છે.
बहुमाणो वंदणयं, निवेयणा पालणा य जत्तेण ।
૩વIRળવાપાનેવ, ૧ ગુરુપૂયા દો વિયા !ાપરા (૬૬) ગાથાર્થ બહુમાન-વંદન-નિવેદન-યતના વડે પાલન-ઉપકરણોનું દાન એમ સર્વ પ્રકારે ગુરુપૂજા જાણવા યોગ્ય છે.