________________
કેશીગણધર પ્રદેશી રાજા
૨૭૯
ખરેખર ભેગા થયેલા લોભી એવા તમે ધૂળમાં મરતા રહો, વળી હું ઘાસના કરેલા ઓશીકાવાળો સુખેથી સુવું છું. /૧૧૯
હવે તેઓ પ્રત્યેક પાંચ-પાંચ રત્નોને પ્રાપ્ત કરીને વલીને પોતાના નગરને પ્રાપ્ત કર્યું અને ઘાસના ધનવાળો પણ ત્યાં આવ્યો. ll૧૨૦ હે રાજેન્દ્ર ! જેઓએ ગ્રહણ કરેલ અન્ય વસ્તુને મૂકીને રત્નોને ગ્રહણ કર્યા તેઓ રત્ન દ્રવ્ય વડે સુખી થયા. /૧૨૧. વળી ઘાસના ધનવાળો તે પુરુષ રત્નોથી ઉત્પન્ન થયેલી તેઓની ઋદ્ધિ જોઈને લાંબો કાળ શોક કરતો પાછળથી દુઃખનું ભાજન થયો. /૧૨૨ll હે રાજનું ! તું પણ આ પ્રમાણે પરંપરાથી આવેલા કદાગ્રહને નહિ મૂકતો ઘાસરૂપી ધનવાળાની જેમ સુખનું ભાજન થઈશ નહિ. |૧૨૩
આ પ્રમાણે સાંભળીને છોડી દીધેલ છે અજ્ઞાનરૂપી અંધકારવાળા મહારાજા ગુરુના ઉપદેશરૂપી શસ્ત્ર વડે છેદાઈ ગયેલા મિથ્યાત્વરૂપી બંધનવાળા એવા તે રાજાએ નાસ્તિકપણાનો ત્યાગ કરીને અને સમ્યક્ત્વને સ્વીકારીને શ્રાવકના બારવ્રતોને સ્વીકાર્યા. ૧૨૪-૧૨પા હવે તેણે કહ્યું. તે અમાત્ય ! તું પણ સમ્યકત્વને સ્વીકાર. મંત્રીએ કહ્યું. શ્રાવસ્તીમાં મારા વડે આ ગુરુની પાસે જ ધર્મ સ્વીકારાયો છે ||૧૨વા અને તે સ્વામી ! તમારા બોધને માટે મેં અહીં ગુરુને બોલાવ્યા તે સાંભળીને રાજાએ કહ્યું, હે મંત્રી ! તું મારો ધર્મબાંધવા છે. l/૧૨શી અથવા તો ગુરુના દર્શન કરાવવાથી તું મારો ગુરુ છે અને અહીં ધર્મની પ્રવૃત્તિથી હે મંત્રી ! તું કારણનો કર્તા છે. ૧૨૮.
હવે પ્રદેશ રાજા પરમ શ્રાવક થયો અને પ્રબોધ પામેલા તેના વડે સમસ્ત દેશ પણ શ્રાવક થયો. /૧૨૯ ત્યાં અરિહંતના ધર્મનું સામ્રાજ્ય એક છત્રી થયું. મંત્રીના મનોરથરૂપી મહાવૃક્ષ ફળીભૂત થયું. /૧૩iા. રાજાએ દેશમાં સર્વ ઠેકાણે જિનચૈત્યોને કરાવ્યા અને સર્વત્ર મહાપ્રભાવના પૂર્વક રથયાત્રા કરાવી //૧૩૧ તથા સાધુઓને અને સાધર્મિકજનોને પૂજ્યા, સ્વયં બોધ આપી આપીને અન્ય જનોને ધર્મમાં પ્રવર્તાવ્યા. //૧૩૨ll પ્રીતિવાળા તે પર્વ દિવસે ધર્મને પુષ્ટિ કરનાર પૌષધને કરતા હતા અને ગુરુના અભાવમાં ગુરુની જેમ ધર્મદેશનાને કરતા હતા. ll૧૩૩ll બ્રહ્મચર્ય વ્રત છે પ્રિય જેને એવો તે રાજા વિષયોને વિષ જેવા માનતો હતો, ચારિત્રને ગ્રહણ કરવાની ઇચ્છાવાળાની જેમ ચારિત્રીને વખાણતો હતો. ll૧૩૪
હવે રાજાની કામથી આતુર થયેલી સૂર્યકાન્તા નામની પ્રિયાએ વિચાર્યું કે, ધાર્મિકપણાથી આ રાજા બ્રહ્મચર્યવાનું થયેલ છે. ll૧૩પી આ રાજા જીવતે છતે હું બીજા પુરુષની સાથે રમવા માટે શક્તિમાન નથી. તેથી વિષાદિ ઉપાય વડે આને હું મરાવી નાખું. ૧૩૩. ત્યાર પછી સૂર્યકાન્ત નામના પોતાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરાવીને હું ઇચ્છા પ્રમાણે વૈષયિક સુખને ભોગવીશ. /૧૩૭ી પતિને હણનારી, દયા વગરની પાપી એવી તેણીએ પૌષધ ઉપવાસના પારણામાં રાજાને આહારની અંદર વિષ આપ્યું. I/૧૩૮ ત્યાર બાદ રાજાને વિષના આવેગથી મહાતાપ થયો અને તેના વડે તે જ ક્ષણે જણાયું કે સ્ત્રી વડે મને વિષ અપાયું છે. //૧૩૯ો તેથી રાજાએ મંત્રીને બોલાવીને વિષની વિક્રિયાને કહી. હવે મંત્ર અને ઔષધાદિને કરતો એવો મંત્રી રાજા વડે કહેવાયો I/૧૪૦ કે હે મંત્રી ! મારું મૃત્યુ નજીક છે તેથી ધર્મરૂપી ઔષધને કર. હમણાં જલ્દીથી સંસાર સાગરને તારનારા ગુરુને બોલાવ. /૧૪૧. મંત્રીએ કહ્યું, હે દેવ ! હમણાં અહી ગુરુઓ નથી. રાજાએ કહ્યું, તું જ મારો ગુરુ છે તેથી તું ગુરુ સંબંધી કાર્યને કર. ll૧૪૨