________________
કેશીગણધર પ્રદેશી રાજા
૨૭૭
હવે હે આચાર્ય ! મૃત્યુકાલે માતાને મા૨ા વડે કહેવાયું કે, હે માતા ! જો ધર્મથી તારો સ્વર્ગ થાય તો તું મને કહેજે, જેથી તેને હું કરીશ. II૬૮।। ઇષ્ટ પુત્ર એવા મને તે બોધ કરવા માટે ન આવી. તેથી ધર્મજન્ય એવો સ્વર્ગ નથી. આ પ્રમાણે મા૨ા વડે નિશ્ચય કરાયો.॥૬॥ હવે મારા વડે મૃત્યુકાલે પિતા પણ કહેવાયા કે પાપી એવા જો તમે ન૨કમાં દુઃખી થાવ તો મને કહેજો. જેથી તે પાપને હું ત્યજુ. II૭ગા તે ઇષ્ટ પુત્ર એવા મને પિતાએ કાંઈ કહ્યું નહિ. તેથી પાપજન્ય નરક નથી. આ પ્રમાણે મા૨ા વડે નિશ્ચિત કરાયું. ૭૧
કોઈપણ પંડિત પુરુષ કોઈપણ દેહના ભાગમાં આત્માને કહે છે અને તેથી હે આચાર્ય ! તેની પણ પરીક્ષા મારા વડે કરાઈ. II૭૨॥ એક ચોર પકડીને તેના શરીરના તલ જેટલા ટુકડા કરાવ્યા. પરંતુ આત્મા ક્યાંય ન જોવાયો. II૭૩॥ અને જીવતા એક મનુષ્યનું વજન કરીને ગળામાં અંગુંઠો દબાવીને મરાવી નાંખ્યો અને તરત જ તેનું ફરી વજન કર્યું. ૭૪।જેટલા વજનવાળો જીવતો તે મનુષ્ય હતો. તેટલા વજનવાળો મરેલો પણ તે થયો. કાંઈપણ અધિક ઓછું ન થયું. ll૭૫॥ તેથી જીવ ક્યાંથી હોય. કુંભીની અંદર એક પુરુષને નાંખીને કુંભીના દ્વારને બંધ કરીને તે દ્વારને લાક્ષારસથી પેક કરીને કાણા રહિત કરી. ૭૬॥ ત્યાં મરેલા એવા તેના તે શ૨ી૨માં અસંખ્ય કૃમીઓ થયા. પરંતુ જીવને પ્રવેશનું અને નીકળવાનું દ્વાર ન થયું. II૭૭॥ લાંબાકાળે તે કુંભીને ઉઘાડીને મરેલા એવા તેને અને તે કીટકોને જોઈને પાંચભૂતથી અતિરિક્ત જીવ નથી. આ પ્રમાણે નિશ્ચય કરાયો. I૭૮॥ આ પ્રમાણે અનેક પરીક્ષાઓ વડે સારી રીતે સઘળું પરીક્ષા કરીને મેં નાસ્તિકપણું સ્વીકાર્યું છે. વિચાર્યા વગર ક૨ના૨ હું નથી. II૭૯।। તેથી હે આચાર્ય ! તું પણ મારું કહેલું સઘળું કર. સ્વર્ગ અને મોક્ષાદિના અભાવ વડે તારો સઘળો ક્લેશ નિષ્ફલ છે. II૮૦ા
હવે કેશી ગણધરે કહ્યું. હે રાજન ! તારું વચન મેં સાંભળ્યું. હવે મારા વડે કહેવાતું સાવધાન થઈને તું વિચાર. II૮૧॥ હે રાજન્ ! મોક્ષ સુખના અભિલાષી એવા મારા વડે આજીવિકાને માટે આ વ્રત સ્વીકારાયું નથી. પરંતુ તત્વના અર્થને વિચારીને સ્વીકારાયું છે. ૮૨॥ અરણીના કાષ્ટમાં અગ્નિને સાંભળીને મારા વડે કાષ્ટના ઘણા ટુકડા કરાયા. પરંતુ હે મહારાજ ! તે ટુકડાઓની મધ્યમાં ક્યાંય પણ અગ્નિ ન જોવાયો. II૮૩૫ મૂર્તિમંત સત્ એવા પણ પદાર્થો હે રાજન્ ! જો દેખાતા નથી તો અમૂર્ત એવા જીવના અદર્શનમાં શું વિરોધ ? ૮૪॥ હે રાજન્ ! અરણીના કાષ્ટને મથન ક૨વાથી જે પ્રમાણે કાષ્ટમાં પણ અગ્નિ દેખાય છે. તેમ વિશિષ્ટ જ્ઞાનના યોગ વડે તે આત્મા પણ દેખાય છે. II૮૫॥ હે રાજન્ ! વાયુથી ભરેલી તિ મારા વડે એકવા૨ તોલાઈ અને ફરી તે તિને ખાલી કરીને તે જ પ્રમાણે તે તોલાઈ ૮૬॥ તે કૃતિને બંને પ્રકારે તોલવામાં એક જ પ્રમાણ થયું. વળી વાયુથી કરાયેલી હીનાધિકતા અલ્પ પણ ન થઈ. II૮૭॥ સ્પર્શથી જાણી શકાય તેવા મૂર્તિમંત વાયુને તોલવામાં પણ કાંઈ વિશેષ ન થયું તો અમૂર્ત એવા જીવનું તો કેવી રીતે થાય ? ૮૮॥ કોઠીની અંદર શંખને વગાડનાર પુરુષને નાંખીને તે કોઠીના દ્વારને લાક્ષારસથી પેક કરીને તે પુરુષ વડે શંખને વગાડાયો. II૮૯।। બહાર તે શંખનો અવાજ સંભળાયો તે અવાજ પણ કોઠીને છિદ્ર પાડ્યા વગર નીકળ્યો. આનાથી પણ સૂક્ષ્મ એવો જીવ વળી શા માટે ગમનાગમન ન કરે. ૯૦॥ તે કારણથી દરેક પ્રાણીઓને દેહથી અતિરિક્ત એવો આ જીવ છે અને તે પોતાના જ્ઞાનથી અનુભવથી અને પ્રત્યક્ષથી જાણી શકાય છે. II૯૧॥ હે રાજન્ ! ધજાના ચાલવારૂપ લિંગથી ગ્રાહ્ય પવનની જેમ ચૈતન્યપૂર્વ ગતિ વગેરે ચેષ્ટારૂપ લિંગથી ગ્રાહ્ય જીવને તું જાણ. ૯૨॥ હે રાજેન્દ્ર ! પરલોકમાં જનાર જીવ હોતે છતે ધર્મધર્મથી