________________
૨૭૮
સમ્યક્ત્વ પ્રકરણ
ઉદ્ભવી શકે તેવું સ્વર્ગલોક અને નરક પણ જાણવા યોગ્ય છે. ૯૩ હે રાજનું ! સ્વર્ગથી તારી માતા જે ન આવી તેનું કારણ આ છે કે સ્વભાવથી સુંદર એવા સ્વર્ગમાં વિલાસ કરતા દેવતાઓને સુખ છે. ૯૪ો. તેઓ મનુષ્યોને આધીન નથી હોતા પ્રેમના પાશથી વશ થયેલા, નાટકાદિમાં ખેંચાયેલા ચિત્તવાળા, નહિ સમાપ્ત થયેલા પ્રયોજનવાળા, અરિહંતના કલ્યાણકાદિને છોડીને તિર્જીલોકની દુર્ગધથી ક્યારે પણ અહીં આવતા નથી. ll૯૫-૯કા જેથી અત્યંત અદ્ભુત શૃંગારવાળા કરાયેલા દિવ્ય વિલેપનવાળા નરકથી પણ દુર્ગધી એવા અશુચિ સ્થાનમાં જતા નથી. II૯૭ી. વળી તારા પિતા નરકની વેદનાને વેદતા, પરમાધાર્મિકો વડે ધારણ કરાયેલા અહીં આવવાને માટે સમર્થ નથી માટે અહીં ન આવ્યા. l૯૮ જેમ કોઈ અપરાધી નિગ્રહ કરવા માટે સ્થાપન કરાયેલ, સ્વજનોનું અનુશાસન કરવા માટે આરક્ષો પાસેથી છૂટી શકતો નથી. I૯૯ તેમ હે રાજન્ ! નરક અને સ્વર્ગની સ્થિતિને જાણીને પુન્ય અને પાપના ક્ષયથી મોક્ષ છે એ પ્રમાણે જાણ મોહને પામ નહિ. //૧૦oll.
તે સાંભળીને રોમાંચિત થયેલ શરીરવાળા રાજાએ મસ્તક ઉપર અંજલી કરીને ભક્તિ વડે ગુરુને વિજ્ઞપ્તિ કરી. ૧૦૧II હે સ્વામી ! ગારુડીકના મંત્ર વડે તાડન કરાયેલ સર્પની જેમ આપની વાણી વડે આજે અમારો પ્રબળ એવો પણ આ મોહ પિશાચ નષ્ટ થયો છે. I૧૦૨ા આજે અજ્ઞાનરૂપી અંધકારથી આક્રાંત કરાયેલા મારા અંતર લોચન પ્રભુ વડે વાણીરૂપી અમૃતના અંજનની શલાકા વડે ઉઘાડાયા છે. ll૧૦૩ હે સ્વામી! મારા વડે જણાયું છે કે, જૈન ધર્મથી અન્ય બીજો કોઈ ધર્મ નથી. જેમ સૂર્યથી અન્ય કોઈ પ્રત્યક્ષ તેજનો ભંડાર નથી. /૧૦૪ો પરંતુ પરંપરાથી આવેલું નાસ્તિકપણું અમારે તે સ્વામી ! એકાએક કેવી રીતે છોડાય. કારણ કે, આમ કરવાથી સ્વજનોથી પણ લજ્જા પમાય છે. //૧૦૫ll ગુરુએ કહ્યું, હે રાજન્ ! પરંપરાથી આવેલ. પણ દારિદ્રયપણું-રોગીપણું-મૂખદિપણું શું પુરુષો વડે ત્યજાતુ નથી. ll૧૦કા આ પિતાજીનો કૂવો છે એ પ્રમાણે મૂઢ મનપણા વડે તે કૂવાના જ ખારા પણ પાણીને વિવેકીઓ વડે અહીં પીવા યોગ્ય નથી. /૧૦૭થી.
રાજનું ! હમણાં પણ જો તું ધર્મને સ્વીકારીશ નહિ તો પાછળથી જડબુદ્ધિવાળો તું ઘાસરૂપી ધનવાળાની જેમ શોક કરીશ. ll૧૦૮
તે આ પ્રમાણે- કૌશલાપુરીમાં ચાર મિત્રો હતા અને ધનને મેળવવા માટે તેઓ દેશાંતર ગયા. /૧૦૯ જલ્દી લોઢાની ખાણને પ્રાપ્ત થયેલા તેઓએ ત્યાંથી ઘાસને ગ્રહણ કર્યું. વર્ષાના આરંભમાં મહા કિંમતી હોવાથી આ લાભને આપશે. ll૧૧૦ll આ પ્રમાણે આગળ જેટલામાં ગયા ત્યાં વણિકોએ તેઓને કહ્યું કે ઘાસ વડે તમે શું કરશો ? આગળ ચાંદીની ખાણ છે. I/૧૧ના ત્યાં રજતની ખાણમાં ગયેલા લેવું અને વેચવું ને જાણનાર તેઓએ ઘાસને વેચીને ચાંદી ગ્રહણ કરી /૧૧રો અને આગળ સુવર્ણની ખાણને સાંભળીને રુખને મૂકીને ત્યાં જઈને સુવર્ણને ગ્રહણ કર્યું કોની ઇચ્છા અધિક-અધિકમાં ન હોય ! II૧૧all હવે કોઈપણ રીતે નજીકમાં રત્નાચલને જાણીને હર્ષિત થયેલા તેઓ સુવર્ણને છોડીને રત્નને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા ત્યાં ગયા. ll૧૧૪ ત્યાં સવાલાખના મૂલ્યવાળા રત્નો છે અને તેમાં ખોદવાથી પ્રાપ્ત થયેલા રત્નોનો દશમો ભાગ ખોદનારનો થાય. II૧૧પી શેષ નવ ભાગને રાજપુરુષો ગ્રહણ કરે છે તેથી તેઓએ ત્યાં રત્નોને ખોદવા માટે પ્રારંભ કર્યો. ૧૧કા તેઓ વડે ઉત્તરોત્તર વસ્તુને ગ્રહણ કરવા માટે ઘણું કહેવાયેલો. પણ તેઓમાંથી એકે પૂર્વે ગ્રહણ કરેલા ઘાંસને છોડ્યું નહિ ૧૧૭ી અને કહ્યું, તમારી જેમ ચંચલ ચિત્તવાળો અપ્રતિષ્ઠ નથી. હું કાંઈ મૂકું પણ નહિ અથવા ગ્રહણ પણ ન કરું. ઘાંસ વડે જ હું નિવૃત્ત (તૃપ્ત) છું./૧૧૮