________________
આર્યરક્ષિતસૂરિ કથા
૨૦૧
સાધુઓ પાસેથી સાંભળતા પૂર્વે ભણેલા અગિયાર અંગો બુદ્ધિશાળી તે વજ મુનિને સ્થિર થયા. ર૬૩ી. વળી પૂર્વગત શ્રતને કોઈ પણ સાધુ ભણતે છતે તે સાંભળીને જ તે સર્વ વજ મુનિએ ભણી લીધું. //ર૦૪ll સ્થવિર સાધુઓ વજ મુનિને કહે કે તમે ભણો ત્યારે કંઈક ગણગણ કરીને આળસની જેમ તે કરતા. એરકપ તૃષ્ણાથી આતુરની જેમ મૃતરૂપી અમૃતને અત્યંત પીવાને માટે એકાગ્ર મનવાળા તે અન્ય મુનિઓ વડે ભણાતું સાંભળતા હતા. મેરા
હવે એક વખત મધ્યાહ્ન સમયે મુનિઓ ભિક્ષા માટે ગયા. સિંહગિરિ ગુરુ વળી બહાર ભૂમિ ગયા. /રકશા ત્યારે વસતિનું રક્ષણ કરનાર વજ મુનિ એકલા જ રહ્યા. તેમણે સાધુઓના વીંટલા ગોળ પંક્તિથી મૂક્યા. ર૬૮ તેની મધ્ય ભાગમાં ગુરુની જેમ સ્વયં તેઓ બેઠા. અનુક્રમે (પરિપાટીના ક્રમથી) જાણે કે મુનિઓ સામે બેઠા છે, તેમ પૂર્ણ એવા અગિયાર અંગોની અને કંઈક પૂર્વ ગતશ્રુતની અખ્ખલિત મેઘ જેવા ધ્વનિથી વજ મુનિએ વાચના આપી. ર૬૯-૨૭૮ll ઉપાશ્રયની નજદીક આવતા ગુરુ ભગવંતે મેઘ સરખા વાચનાના ધ્વનિને સાંભળીને આ પ્રમાણે વિચાર્યું. ર૭૧ી મુનિપુંગવો શું આટલા જલ્દીથી ભિક્ષા લઈને આવી ગયા ? અમારી પ્રતીક્ષા કરતા શું તેઓ સ્વાધ્યાય કરવા લાગ્યા ? ર૭રોઈ એક ક્ષણ વિચારીને ગુરુને સ્વયં જણાયું કે વાચનાને આપતા વજ મુનિનો આ ધ્વનિ છે. ર૭૩ી આ અગિયાર અંગ ક્યારે ભણ્યો ? અથવા પૂર્વમાં રહેલું ગ્રુત ક્યાંથી શીખ્યો ? અહો! આશ્ચર્ય છે. આ આવી વાચનાઓ આપી શકે છે. //ર૭૪ll જ્ઞાનના ઉપયોગથી ગુરુએ જાણ્યું કે આટલું શ્રુત પદાનુસારી લબ્ધિથી તેમજ સાંભળીને જ મુનિ ભણ્યા છે. l/ર૭પી આથી જ હંમેશાં સ્થવિર મુનિઓ ભણાવતા તે વખતે આળસની જેમ વજ મુનિ જેમ તેમ રહેતા હતા. ર૭૯ સૂરિ એવા મેં આ સાંભળ્યું છે એ પ્રમાણે જો અમને જાણશે તો લજ્જા પામશે. તે લજ્જા ન પામે તે માટે પાછા સરકીને મોટેથી નિસાહિ બોલ્યા .ર૭ી ગુરુની વાણીને સાંભળીને ચતુર એવા વજમુનિ જલ્દીથી આસનનો ત્યાગ કરીને વીંટલાઓ જ્યાં હતા ત્યાં મૂકીને ગુરુની સામે ગયા. ર૭૮ હર્ષપૂર્વક ગુરુના હાથમાંથી જલ્દીથી દાંડો લીધો. ગુરુના ચરણકમલમાં રહેલી રજને અને પોતાની આત્મરજને સાફ કરી. ર૭૯ ગુરુના ચરણકમલને પ્રક્ષાલ કર્યો. તેમજ કુતૂહલવાળા પોતાના મનને પણ નિર્મળ કર્યું. /l૨૮ll
હવે ગુરુએ પણ વિચાર્યું કે બાલ મુનિ પણ આ અહો નિરવધિ પ્રજ્ઞાવાળા શ્રુતસાગરનું પાન કરનારા. અગમ્ય ઋષિ જેવા છે. ૨૮૧. આનું મહાસ્ય ત્રણે ભુવનને ઓળંગી જનાર છે, એમ આ મુનિઓને જણાવવું જોઈએ. જેથી આ શ્રેષ્ઠ મુનિની મુનિઓ પરાભવ (આશાતના) ન કરે. //ર૮રી રાત્રિમાં આ પ્રમાણે વિચારીને શિષ્યોને ગુરુએ કહ્યું કે આવતીકાલે અમુક ગામમાં અમે જવાના છીએ. બે-ત્રણ દિવસ અમારે ત્યાં રહેવાનું થશે. ર૮૩હવે યોગોદ્વહન કરનાર સાધુઓએ ગુરુને વિનંતિ કરી કે હે પ્રભો ! આપ પધારશો તો પાછળથી અમારા વાચનાચાર્ય કોણ થશે ? Il૨૮૪ ગુરુએ કહ્યું કે વજમુનિ થશે. વિનિત એવા તેઓએ ગુરુના વચનને શંકા વગર વિચાર્યા વગર જ તહત્તિ એ પ્રમાણે કહ્યું. [૨૮પી. સવારમાં ગુરુ વિહાર કરતે છતે બાકીના મુનિઓએ ગુરુની જેમ વજ મુનિનું આસન પાથર્યું. ll૨૮ડા ગુરુના આદેશથી મહાબુદ્ધિશાળી વજ મુનિ તેના ઉપર બેઠા. ગુરુના સ્થાને બેસેલા બાળક પણ ગુરુની જેમ શોભતા હતા. l/૨૮૭ી સવારના સમસ્ત કાળગ્રહણ વગેરે કરીને ગુરુની જેમ તેમની આગળ પણ મુનિઓએ કર્યું. l૨૮૮ તે સર્વે પણ પોતાના ક્રમ મુજબ ભણવા માટે બેઠા. તેઓને વજ મુનિએ અખ્ખલિત રીતે પ્રગટ એવા આલાવા વગેરે આપ્યા. ૨૮૯ો અત્યંત હોંશિયાર એવા અને વાચનાકુશલ વજ મુનિની વાચના સાંભળીને જેઓ