________________
આર્યરક્ષિતસૂરિ કથા
૨૦૫
સ્વયં પ્રણામ કરવાની ઇચ્છાવાળી છીએ તેમાં, સ્વયં કામથી પીડિત હોય એમાં વળી મોરના ટહુકા સાંભળવાથી વિશેષ ઉન્માદ પેદા થાય છે તેમ તમારી અનુમતિ અમને આનંદિત કરનારી થઈ છે. ૩૬૯ હવે રાણીઓ પણ વિમાનમાં આવેલી દેવીઓ હોય તેમ પાલખીમાં બેસીને તે ઉદ્યાનમાં વજસ્વામીને નમસ્કાર કરવા માટે ગઈ. II૩૭૦
ત્યારે રુકિમણીએ માણસો પાસેથી જાણ્યું કે વજસ્વામી પધાર્યા છે. તેથી સૂર્યોદય થતા પદ્મિની (સૂર્ય વિકાસી કમળ) જેમ ખીલે તેમ તેણી પણ હસતા મુખવાળી થઈ. ૩૭ના પિતાને તેણે કહ્યું કે હે પિતાજી ! જગત જેને ઈચ્છે તેવા, સંકલ્પ કરેલા મારા પતિ વજસ્વામી આવ્યા છે. ll૩૭૨ હે તાત ! લાંબા કાળના મારા મનોરથો પૂર્ણ કરો. તેથી મને તેને આપો. તમે વિવાહ કરીને નિવૃત્ત થાઓ. ૩૭૩ શરદ ઋતુના મેઘ (વાદળ) ક્ષણવાર આવે ને જાય તેમ મુનિઓ સ્થાયી રહેતા નથી. માટે વિલંબ ન કરો. ||૩૭૪ll. ધનશ્રેષ્ઠીએ પુત્રીને પરણાવવાને માટે પૃથ્વી પરની અમરીની જેમ અદ્વિતીય શૃંગારવાળી પુત્રીને લઈને અને વરને માટે સુવર્ણ રત્નોની કોટી લઈને તેમજ સર્વ સ્વજન વર્ગથી યુક્ત એવો તે ઉદ્યાનમાં ગયો. ૩૭૫૩૭૯ વજસ્વામીના વ્યાખ્યાનથી રંજિત થયેલા નગરના સર્વે લોક પણ મદાર્ધ ગંધહસ્તીની જેમ મસ્તકને ધૂણાવતા પરસ્પર આ પ્રમાણે બોલતા હતા કે દૂધ, શેરડી, ગોળ વગેરેની મીઠાશ તો ક્યાં, પરંતુ આ વાણીએ તો અમૃતને પણ ફોગટ કર્યું. [૩૭૭-૩૭૮ આની ધર્મદેશનાને સાંભળતા ભવ્ય જીવો અહીં પણ મોક્ષના સુખની ઝાંખીને પ્રાપ્ત કરે છે. ૩૭૯ ખરેખર ! આના ગુણોને અનુરૂપ શ્રેષ્ઠરૂપ નથી અથવા તો શું એક ઠેકાણે અહિં સર્વ સુંદર હોય ? l૩૮૦ અને તેને અતિશયથી જાણીને બીજે દિવસે સ્વામીએ ૧૦૦૦ પાંદડાવાળું સોનાનું કમળ વિકવ્યું. ૩૮૧ી નગરના પ્રવેશ વખતે નગરના લોકો ક્ષોભ ન પામે તેથી પોતાના રૂપને લબ્ધિથી સ્વામીએ ગોપવ્યું હતું. ૩૮રી વળી ત્યારબાદ કમલના આસન પર બેઠેલી લક્ષ્મીની જેમ પોતાનું સ્વાભાવિક રૂપ કરીને તેઓ કમળના આસન પર બેઠા. //૩૮૩ી સ્વાભાવિક રૂપ જોઈને સમસ્ત લોકો ખુશ ખુશ થઈ ગયા અને બોલ્યા કે વજસ્વામીનું રૂપ ખરેખર અદ્વિતીય છે. ll૩૮૪ો ફક્ત સ્ત્રીઓની પ્રાર્થનાના ભયથી જ વજસ્વામી પ્રાયઃ વિરૂપ એવા રૂપ વડે રહે છે. ll૩૮પના આશ્ચર્યથી સ્થિર થયેલા નેત્રવાળા રાજાએ કહ્યું કે અહો ! દેવયોનિની જેમ સ્વામીની વૈક્રિય લબ્ધિ છે. ૩૮૯ અણગારના ગુણોને વજસ્વામીએ જ્યારે કહ્યા અને બતાવેલા ઘણા પ્રકારના સંજ્ઞાવાળા વ્યાખ્યાનને ફેલાયું - વિસ્તાર્યું. ૩૮૭ll
વ્યાખ્યાન બાદ ધનશ્રેષ્ઠીએ વજસ્વામીને કહ્યું કે આ મારી પુત્રી તમારી સાથે પાણિગ્રહણ કરવાની અત્યંત (તીવ્ર) ઈચ્છાવાળી છે. ૩૮૮ તમને પતિપણાને ઈચ્છતી એવી આ બીજા વરોને નિષેધ કરતી આટલો કાળ તમારામાં રક્ત થયેલી તમારા નામથી જ રહી છે. ll૩૮૯લા તેથી તે સૌભાગ્યનિધિ ! તમારા માટે લાંબા કાળથી ખિન્ન થયેલી આણી સાથે પાણિગ્રહણ દ્વારા આપ અનુગ્રહ કરો. ll૩૯olી સ્વામીને આણી અનુરૂપ નથી, પરંતુ તમારા વિષે સ્નેહવાળી તેના ઉપર દયા કરીને કાર્યને જાણનાર તમે આનો સ્વીકાર કરો. /૩૯૧ હે સ્વામી ! મંગલ ફેરા ફરવામાં વેદિકાની અંદર સપત્નીક એવા આપને આ સુવર્ણ અને રત્નના કોટીઓ મારા વડે અપાશે. વજસ્વામીએ પણ કહ્યું, હે શ્રેષ્ઠિનું! ખરેખર મારી વ્યાખ્યાનો અર્થ ભરેલા ઘડાથી બહારની જેમ તારા હૃદયથી બહાર ગયો છે. ll૩૯૨-૩૯૩ી આ પ્રમાણે કન્યા અને ધનની નિમંત્રણા કરતો અજ્ઞાની તું જાણકાર નિર્લોભી એવા મને પ્રલોભનમાં જોડે છે. l૩૯૪ો તે કલ્યાણકારી ! બાલ્યકાળમાં પણ જે હું માતાના પ્રલોભનથી લુબ્ધ થયો નથી, અત્યારે તો સમસ્ત તત્ત્વને જાણનાર હું કેવી રીતે લોભમાં પડું?