________________
૨૧૦
સમ્યકત્વ પ્રકરણ
વિશેષથી દઢ થયા. પપરા તે પર્વતની અધિષ્ઠાત્રી શત્રુ સમાન એવી મિથ્યાદૃષ્ટિ દેવતાએ શ્રાવિકાના રૂપને કરીને મુનિઓને કહ્યું. //પપ૩ સ્નિગ્ધ (સ્નેહાળ) અમૃત સરખા ખંડ ખાજા (મોદક) વગેરેને લઈને જલ્દીથી મારા ઉપર મહેરબાની કરો. પૂજ્યો હમણાં પારણું કરો. પપ૪/ તેણીની અપ્રીતિને જાણીને તેના પર્વતને છોડીને ધ્યાનમાં વિઘ્નના ભયથી નજીક રહેલા બીજા પર્વત પર ગયા. પપપી દેવીથી અનુજ્ઞા પ્રાપ્ત કરેલા તે મુનિઓએ કાઉસ્સગ્નને કર્યો તેણી પણ પ્રીતિથી આવીને અંજલિ જોડીને નમીને કહ્યું કે હું કૃતકૃત્ય છું. પૂજ્યોથી આ પર્વતનું મસ્તક (શિખર) તીર્થરૂપ થશે. વજસ્વામીથી મુગટરૂપ કરાયેલ આ પર્વત અષ્ટાપદ વગેરે તીર્થો સાથે સ્પર્ધા કરશે. પપ૦-પપા ત્યારબાદ ત્યારે ત્યાં પરિવાર સહિત વજસ્વામી ભોજન અને દેહનો ત્યાગ કરીને સમાધિપૂર્વક દેવલોકમાં ગયા. /પપ૮.
ત્યારે ત્યાં રથમાં બેસીને ગુરુભક્તિથી પ્રેરાયેલા ઈન્દ્ર આવીને તે પર્વતને ત્રણ પ્રદક્ષિણા આપી. /પલકા જિનની જેમ વજસ્વામી વિગેરે મુનિઓના દેહોની અંતિમ ક્રિયા ઈન્ટે કરી અને અતિશય મહિમા કર્યો. વૃક્ષાદિ પણ જિનેશ્વરની જેમ વજસ્વામીજીને નમ્યા. પકolી આજે પણ તેવી જ રીતના ત્યાં પર્વત ઉપર વૃક્ષો છે. ત્યારથી તે પર્વત રથાવર્ત નામથી પ્રસિદ્ધ થયો. સંપકલા વજસ્વામી સ્વર્ગમાં ગયા ત્યારથી દેશમાં પૂર્વનો અને ચોથા અર્ધનારાચ સંઘયણનો વિચ્છેદ થયો. પ૬રા સ્વામી વડે જે પહેલા મોકલાયેલા પોતાના શિષ્ય વજસેન વિહાર કરતા અનુક્રમે સોપારક નામના નગરમાં આવ્યા. //પકall ત્યાં જિતશત્રુ નામે રાજા અને ધારિણી નામની રાણી હતી. જિનદત્ત નામનો શ્રાવક અને તેને ઈશ્વરી નામની પ્રિયા હતી. પ૬૪ll ત્યારે ત્યાં દુષ્કાળ અત્યંત પ્રકર્ષને પામ્યો હતો. ધાન્યના અભાવથી લોકો સર્વે પાણી વગરની માછલી જેવા થયા હતા. પપા ત્યારે લાખ મૂલ્ય આપીને ઈશ્વરીએ ધાન્ય મેળવ્યું. પકાવીને એક થાળીમાં મૂકીને પોતાના કુટુંબને આ વચન કહ્યું કે ઘણા મૂલ્ય વડે જ્યાં સુધી આ ધાન્ય મેળવાયું છે, ત્યાં સુધી આ આખુ કુટુંબ સુખ વડે જીવાડાયું. પિક-પકી ઘણું ધન હોતે છતે પણ ધાન્યના અભાવથી ફરીથી ખાવાને માટે અશક્ય છીએ. તેના વગર જીવિત પણ ક્યાંથી ? જેથી આ ભોજનમાં વિષ (ઝેર)ને નાંખીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને આરાધનાને કરીને ખાઈને સુસમાધિપૂર્વક મરીએ. પ૬૮-પકલા બધાએ પણ કહ્યું કે આ પ્રમાણે જ થાઓ. વિષને તૈયાર કર્યું તેટલામાં તો તેમના ઘરે વજસેન મુનિ વિહાર કરતા ત્યાં આવ્યા.
પછoll ઈશ્વરી પણ તે મુનિને જોઈને ખુશ થઈ ગઈ. વિચાર્યું કે આ જ સમયે અતિથિનું આગમન અમારા ધન્યપણાને માટે થયું. સારું થયું. પ૭૧/l અત્યારે સારા વિત્ત (ધન)ને સુપાત્રમાં શુભચિત્તથી હું આપું છું. આ પરલોકરૂપી માર્ગમાં ભાથારૂપ હમણાં છે. પ૭૨ા આ પ્રમાણે વિચારીને ખુશ થતી તેણીએ મુનિને પ્રતિલાલ્યા. લાખ મૂલ્યવાળા અન્ન મેળવાયા છે વગેરે સર્વ વૃત્તાંત કહ્યો. પ૭all વજસને પણ કહ્યું કે તમે યમના મુખમાં ન જાઓ. સવારમાં સુકાળ થશે જ, એમાં જરા પણ સંશય નથી. પ૭૪ો તેણીએ કહ્યું કે શું તમે જ્ઞાનથી જાણો છો કે જ્ઞાનીના વચનથી ? મુનિએ પણ કહ્યું કે વજસ્વામી એવા મારા ગુરુના વચનથી હું જાણું છું. પ૭પી આ પ્રમાણે ગુરુએ મને કહ્યું હતું કે હે વત્સ ! જ્યાં લાખ મૂલ્યવાળા ઓદનની તું ભિક્ષા મેળવીશ, ત્યાં બીજા દિવસે સવારમાં સુકાળ પ્રવર્તશે. પ૭વા પોતાના જીવિતને માનતી કુટુંબ સહિત તેણીએ તે વચનથી વિષનો ત્યાગ કર્યો સાથે દુકાળે તેમનો ત્યાગ કર્યો. પ૭ી જાણે સુકાળરૂપી રાજાના મહાભંડારો હોય તેવા સવારમાં ધાન્યથી પૂર્ણ એવા વહાણો આવ્યા. I૫૭૮ કંઠમાં ગયેલા પ્રાણોથી નગરજનો પણ જીવિતને પામ્યા. વજસેન મુનિ પણ કેટલાક દિવસો ત્યાં રહ્યા. પ૭૯lી ઈશ્વરીના કુટુંબને